________________
ગીતાહન ] નામરૂપવાળું આ વન યા દશ્યજાળ આત્મવરૂપે ઉપાસવા યોગ્ય છે. (૨૧૯
प्रकृतेः क्रियमाणनि गुणैः कर्माणि सर्वशः ।.
अहङ्कार विमूढात्मा कर्ताहमिति मन्यते ॥ २७ ॥
મૂઢ ચિત્તવાળે “હું” કર્તા છું એવું અભિમાન રાખે છે શ્રીભગવાન આગળ કહે છે: હે અર્જુન! તને વખતોવખત જણાવેલું છે કે, આત્મા તો તદ્દન નિઃસંગ, નિષ્ક્રિય, નિરાકાર તથા ગુણાતીત છે; તેમાં તો કર્મોને કિંચિત્માત્ર પણ લેપ નથી (જુઓ વૃક્ષાંક ૧); આ સર્વ કર્મો તો પ્રકૃતિ દ્વારા સત્વ, રજ અને તમ એ ત્રણ ગુણોના આશ્રય વડે જ થતાં રહે છે છતાં, આ અતિ મૂઢ અને મિથ્યાભિમાનથી ગાંડા બનેલા અજ્ઞાનીઓ ગાડાની નીચે ચાલનારો કૂતરો જેમ ગાડામાંને બજો “હું જ વહી રહ્યો છું” એમ સમજે છે, તે પ્રમાણે જગતમાં ચાલતે આ સર્વ વ્યવહાર વાસ્તવમાં તે પ્રકૃતિને આશ્રયી એવા ત્રણ ગુણોને આધારે ચાલી રહેલ હોવા છતાં મિથ્યા અહંકાર વડે જાણે પોતે જ ચલાવી રહ્યો છે, એમ સમજે છે. અત્રે ભગવાન શ્રીકૃષ્ણ નિયતિ વા પ્રારબ્ધવાદના આશ્રયે સત્યાસત્યનું સ્વરૂપ સમજાવે છે. તેમના કહેવાનું તાત્પર્ય એ છે કે, આત્મા તે તદન નિઃસંગ હોઈ તેમાં કરવાપણું કિવા નહિ કરવાપણું વા તે બંનેનું સાક્ષીપણું ઇત્યાદિ કાંઈ પણ છે જ નહિ; તે તે આ સર્વથી તદ્દન અલિપ્ત છે (જુઓ વૃક્ષાંક ૧). આ રીતનું આત્મસ્વરૂપ સાંખ્યશાસ્ત્રકારની પરિભાષા પ્રમાણે એક વખત સમજવામાં આવ્યું એટલે અજ્ઞાનીઓને માટે એક પ્રશ્ન ખડો થાય છે કે, જે આમ જ હોય તો પછી આ બધું દશ્યજાળ દેખાય છે તે શું ? તેવા અજ્ઞાનીઓને અદ્વૈત એવા આત્મસ્વરૂપની પ્રાપ્ત થતાં સુધીને માટે આત્મા અને અનામા એમ બેપણાની દૃષ્ટિનો અંગીકાર કરીને સત્યાસત્યનું પૃથક્કરણ કરી અજ્ઞાનદષ્ટિના આશ્રય વડે સમજાવવામાં આવે છે. જેમ નાના બાળકોને શીખવવું હોય ત્યારે તે શીખવનારે તે પણ તેની સાથે “એકડે એક” એમ ગોખવું પડે છે, તેથી કાંઈ એમ નહિ કહી શકાય કે બાળકની જેમ શિક્ષક પણ અજ્ઞાની હોવાથી ગોખે છે ! પરંતુ બાળકને જ્ઞાન આપવાને માટે તેની સાથે શિક્ષકને પોતાને પણ અજ્ઞાનતાના વેશ ભજવવાં પડે છે, તેમ શાસ્ત્રકારોને આ જગતાદિ આત્માથી અભિન્ન છે. એ સંબંધમાં કાંઈ ત્રાંતિ હોતી નથી, પરંતુ અજ્ઞાનીઓને સમજાવવાને માટે જાણે પોતે પણ અજ્ઞાની ન હોય એ રીતે તેઓએ પણ પિતા ઉપર અજ્ઞાનતાનો આરોપ કરીને શાસ્ત્રરચના કરેલી હોવાથી સાચું જ્ઞાન થતાં સુધી તેમને આ વેશ ભજવવો પડ્યો છે. અજ્ઞાની બાળકને સાચું જ્ઞાન પ્રાપ્ત થતાં સુધી જેમ તેના અનેક પ્રશ્નોના યોગ્ય ઉત્તરો આપીને તેનું સમાધાન કરવું પડે છે, તેમ શાસ્ત્રકારો પણ આ જગત છે અથવા નથી કિંવા આત્મસ્વરૂપ જ છે એમ જાણતા ન હતા એવું સમજવાનું નથી, પરંતુ તેઓનું કથન એવું છે કે તમે પૂછો છો તેથી અમો કહીએ છીએ કે, આત્મામાં તો છે, નથી, હું, તું કર્મ વગેરે કાંઈ પણ નથી; તે તો તદ્દન નિઃસંગ, અવિનાશી, નિરાકાર, દયાદિ ત્રિપુટીથી પર, જ્ઞાનવરૂપ, નિર્મળ અને અત્યંત શાંત એવો છે; પરંતુ તમો જેને માટે આ બધું દેખાય છે તે શું છે, એમ જ પૂછી રહ્યા છે તેને બાળકને ઉત્તર આપવાની દષ્ટિએ ઉત્તર એ છે કે, આ સર્વ દશ્ય જાળ અસત્ નાશવંત અને ભ્રાત્મક હોઈ ઈશ્વરીય શક્તિ, પ્રકૃતિ અથવા માયાને આધારે ભાસી રહેલું મૃગજળ કિવા વંધ્યાપુત્રના જેવું મિથ્યા કાર્ય છે; એટલે કે આ જે કાંઈ દશ્ય ભાસમાન થયેલું જણાય છે, તે સર્વ તે પ્રકૃતિના આશ્રયે રહેલા સત્યાદિ ત્રણ ગુણેનું કાર્ય છે; પરંતુ આત્મામાં આ પ્રકૃતિ કિવા તેનું કાર્ય ઇત્યાદિ કાંઈ પણ નથી, તે તો તદ્દન અસંગ છે. સત્યતત્ત્વનું જ્ઞાન થતાં સુધી અજ્ઞાનીઓને આ પ્રમાણે આત્મા અને અનાત્મારૂપી દ્વતયુક્તિના આશ્રય વડે પૃથક્કરણ કરીને સમજાવાય છે. વિશેષ સ્પષતાને માટે સુવર્ણ અને તેના દાગીનાનું ઉદાહરણ લઈશું,
જે અનાની છે તેની દૃષ્ટિએ તે આ બંનેમાં જરા પણ ભેદ સંભવ નથી; તે બંને અદ્વૈત (એકરૂ૫) જ છે, તે રીતે આત્મા અને જગતને અભેદ સમજનારાઓની દષ્ટિમાં તે બંનેનું અદ્વૈતપણું જ સિહ