________________
૨૨૪ ] તર્ચ તો : જ્યેતિ પ્રતિષ્ઠા : સજાતિ-સમાવતનમ્ ન. [સિદ્ધાન્તકાડ ભ૦ ગીવ અ૦ ૩/૩પ
બીજા કેઈ પણ ઉપાય વડે આ રાગદ્વેષના પંજામાંથી છટકી શકાય તેમ નથી. હે અર્જુન! આ રીતે નિયતિના ક્રમને વિચાર કરતાં પણ બાહ્ય નિગ્રહ અર્થાત્ કર્મો નહિ કરું એવું અભિમાન રાખવું એ વ્યર્થ ગણાશે, કેમકે તે બધું તો નિયતિનિયમ પ્રમાણે જ થયા કરે છે. માટે તેમાંના રાગદ્વેષ અર્થાત પ્રીતિ અપ્રીતિ આદિ આસક્તિને ત્યાગ કરવો એ જ ખરે પુરુષાર્થ કહેવાય છે.
श्रेयास्वधर्मो विगुणः परधर्मात्स्वनुष्ठितात् । स्वधर्मे निधनं श्रेयः परधर्मो भयावहः ॥ ३५ ॥
સ્વધર્મને ત્યાગ કદી પણ નહિ કરો પરધર્મ ગમે તેટલો સારે જણાય અને સ્વધર્મ વિગુણ એટલે ગુણમાં અત્યંત કમી અર્થાત સદોષ જણાય તે પણ વધર્મનું આચરણ જ શ્રેયસ્કર એટલે કલ્યાણકારી છે. સ્વધર્મનું આચરણ કરતાં કરતાં મરણ થાય તો તેથી કલ્યાણ જ થાય છે, પરંતુ પરધર્મ તે ભયાવહ એટલે ભયને બોલાવો, ભયનું આવાહન
ને જાતે જ ભયને બોલાવો, ટકમાં તે પોતાની જાતે જ પોતના પગ ઉપર કે હા મારી લેવા સમું ભયંકર છે, એમ જાણવું. આમ કહેવાનો ભગવાનને શે ઉદ્દેશ હશે તેને વિચાર કરવો રહ્યો. પ્રથમ તો સ્વધર્મ કેને કહેવો ? તે જાણવાની જરૂર છે. અત્યાર સુધી શ્રી ભગવાને જે ઉપદેશ અજુનને કર્યો છે, તે સર્વમાં પ્રથમ આત્મધર્મને જ પ્રાધાન્ય આપેલું છે, પછી શાસ્ત્રમાં જણાવેલા વર્ણાશ્રમાદિ ધર્મોને, ત્યારબાદ વ્યાવહારિક તથા લૌકિક ધર્મોને અને ત્યાર પછી દેહાદિક ધર્મોને એ પ્રમાણે સર્વ બાજુનો વિચાર કરીને અર્જુનને યુદ્ધ કરવાને માટે કહેવામાં આવેલું છે. એટલે અત્રે આ ચાર પ્રકારની દષ્ટિને આશ્રય લઈ વિચાર કરવાથી ધર્મનો અર્થ સમજવામાં સરળતા થશે.
સ્વધર્મમાં સ્વધર્મ એમ બે શબ્દો આવેલા છે. ધર્મની મૂળ ઉત્પત્તિ “છ” ધાતુથી થયેલી હોઈ તેને અર્થ “ધારણ કરવું” એવો થાય છે અને “સ્વ” એટલે પોતે. અર્થાત પિતાને ધારણ કરવું એજ સ્વધર્મને શાસ્ત્રીય સયુકિતક અર્થ થાય છે. હવે પિતે કોણ? તે આત્મા; એટલે આત્માએ પોતે જ પોતામાં પોતાને ધારણ કરવો. તાત્પર્ય એ કે, આ જે જે કાંઈ દશ્ય ભાસે છે, તે સર્વનું ધારણ આત્મા પોતે જ પિતામાં કરી રહ્યો છે, એમ દઢ નિશ્ચયપૂર્વક જાણવું તે જ સ્વધર્મ કહેવાય, આ સર્વ આત્મસ્વરૂપ જ છે. આત્મવ્યતિરિક્ત અથવા આત્માથી અન્ય કોઈ પણ છે જ નહિ એમ જે જાણવું તે જ સ્વધર્મ. આ રીતે સ્વધર્મનું ખરું રહસ્ય જેઓ જાણી ન શકે તેવાઓએ તેવું જ્ઞાન પ્રાપ્ત થતાં સુધીને માટે શાસ્ત્રમાં ઠરાવેલા વર્ણાશ્રમાદિ સ્વધર્મનું ચુસ્ત રીતે પાલન કરવું જોઈએ, એ જ તેમને માટે સ્વધર્મ છે. આ વર્ણાશ્રમાદિ ધર્મની મૂળ ઉત્પત્તિ ક્યાંથી અને કેવી રીતે થઈ તે જાણવાની જરૂર હેવાથી તેને પ્રથમ વિચાર કરીશું. વર્ણાશ્રમાદિ ધર્મની ઉત્પત્તિ બ્રહ્મદેવે શી રીતે કરી, તે અત્રે સંક્ષેપમાં આપવામાં આવે છે(ભા રકં૦ ૩, અ. ૧૨ જુઓ.) “ પર થવા ઉમદાવ' એ શ્રુતિ અનુસાર એક બીજા સાથે મળીને વર્તનારા લોકે આગળની સૃષ્ટિની જેમ વળી પાછા હવે હું કેવી રીતે સૂછશ? એવો વિચાર કરવા બ્રહ્માના મુખમાંથી એકાએક વેદો ઉત્પન્ન થયા. હેતા, ઉદ્દગાતા, અધ્વર્યું, અને બ્રહ્મા આદિ ચાર ઋત્વિજ ઋષિનું કર્મ, તેમ જ યઝન વિસ્તાર, ઉપવેદ, ન્યાય, ધર્મના ચાર પાદ તથા જુદા જુદા આશ્રમ અને તેની વૃત્તિઓ એ સર્વે પણ બ્રહ્માના મુખમાંથી જ ઉત્પન્ન થયાં.
વેદ તથા યજ્ઞાદિની ઉત્પત્તિ - વિદુર પૂછે છે કે તનિધિ ! પ્રજાપતિના પણ પિતા એવા અજન્મા બ્રહ્મદેવે વેદાદિ પોતાના મુખેથી સભ્ય એમ આપે કહ્યું, પણ ક્યા મુખેથી શું શું ઉત્પન કર્યું, તે સર્વ મને આપ વિસ્તારથી કહે.