________________
૨૨૨] ઉપનિષ૮ મો ગ્રહીત્યુ ત વિદ્યા વાવ ત ઉપનિષમતિ . [ સિદ્ધાન્તકાષ્ઠ ભ૦ ગીવ અ૭ ૩/૩૪ અંગીકાર કરી ભક્તિ કરતા હોય અને હું ભક્ત છું તથા આ ભગવાન છે એવી મિયા દૈતની ભાવના જેમાં હોય તેવાઓએ પણ આ ભગવાન એટલે અમુક પ્રકારની મૂર્તિવાળા, આકારવાળા કિવા શરીરધારી નહિ, પરંતુ તે તે નિરાકાર, નિવિકલ્પ, નિઃસંગ, અવ્યય, અજન્મા, અવિનાશી, કુટસ્થ, અનિર્વચનીય, તદ્દન નિર્મળ, શુદ્ધ, શાંત અને કેવળ જ્ઞાનસ્વરૂપ એવા બ્રહ્મ, આત્મા અથવા તતરૂ૫ છે; તે જ સર્વ કર્તા હર્તા વગેરે છે, એમ સમજીને કાયા, વાચા અને મન વડે થતાં તમામ કર્મો નિત્ય તેને જ અર્પણ કરવા જોઈએ. આમાં ખાસ ધ્યાનમાં રાખવાનું છે કે, ભગવાન અધ્યાત્મચિત્ત વડે સર્વ કર્મોને સંન્યાસવા ત્યાગ કરવા જણાવે એટલે કાયા, વાચા અને મન વડે જે જે કર્મો થાય તે તે સર્વ કર્મો પોતપોતાના ઉપાસ્ય દેવતાની મૂતિ ને આકૃતિ૫ કિંવા શરીરધારી ગણને નહિ પરંતુ નિઃસંગ, નિર્વિકલ્પ, નિરાકાર એવા આત્મસ્વરૂપ માનીને નિત્ય સમર્પણ કરતાં રહેવું જોઈએ. આ રીતે શંકાથી રહિત બની શ્રદ્ધા વડે તન, મન, ધનથી સર્વ ભાવે આત્મસ્વરૂપ એવા મને અર્પણ થનાર અર્થાત્ મારા આ મતનો અંગીકાર કરનારો મનુષ્ય પણ કર્મોથી મુક્ત થાય છે.
આ મતને અંગીકાર નહિ કરનારની ગતિ આ પ્રમાણે ભગવાને કર્મથી મુક્ત થવાને માટે અત્યાર સુધી ત્રણ પ્રકારના અભ્યાસક્રમો કહ્યાઃ (૧) આ સર્વ આત્મસ્વરૂપ છે, તથા “હું” પણ આત્મસ્વરૂપ છું, એ રીતે નિશ્ચયાત્મક જાણું કર્મો કરવાં તે સર્વાત્મભાવને, (૨) તદ્દન નિઃસંગ એવા આત્મસ્વરૂપમાં નામ રૂપાદિની કલ્પના સ્પર્શી શકતી નથી, એવું જાણું અસંગ થઈ જવું તે નિઃશેષભાવનો તથા (૩) પોતપોતાના ઈષ્ટદેવમાં આત્મદષ્ટિ રાખી તેમને દરેક કર્મો સમર્પણ કરતા રહેવું તે ભક્તિભાવને કિવા સાક્ષીભાવને (સર્વાત્મભાવ અને નિઃશેષભાવના સમન્વયને અત્રે જુદો લીધો નથી) આ રીતે કર્મ કરનાર કર્મ કરવા છતાં પણ કર્મયોગી થઈ શકે છે તથા અંતે મુક્ત થાય છે, પરંતુ જેઓ આ રીતના મારા મતનો અંગીકાર કરતા નથી, તેઓ પશુતુલ્ય તદ્દન અવિવેકી નાશ પામેલા છે, એમ જાણ.
કર્મ કરવા છતાં પણ તેથી અલિપ્ત રહેવું શ્રીકૃષ્ણ ભગવાન કહે છે કે: હે અર્જુને ! અત્યાર સુધી મેં તને કર્મ સંબંધમાં વ્યવહાર, શાસ્ત્ર અને અધ્યાત્મદષ્ટિનો આશ્રય લઈ અનેક પ્રકારની યુક્તિઓ વડે તારે કર્મ શા માટે કરવાં જોઈએ તથા તે કરવા છતાં પણ તેનો લેપ નહિ લાગે એવી શાસ્ત્રમા યુક્તિઓ કહી તથા મારો સ્વાનુભવસિદ્ધ સ્ત પણ કહી સંભળાવ્યો. કર્મ કરવા છતાં તેને લેપ નહિ લાગે એવી જે અભ્યાસની ત્રણ યુક્તિઓ ઉપર બતાવી છે, તેમાં પ્રથમની બે યુક્તિઓ કૃતિશાસ્ત્રમાં માન્ય એવી છે તથા ત્રીજી જે યુક્તિ બતાવી તે પુરાણદિ શાસ્ત્રોમાં માન્ય હોઈ મારો મત છે. મત* કહેવાનું કારણ એ છે કે વાસ્તવિક રીતે આ ક્રમ શ્રતિશાસ્ત્રની યુક્તિથી વેગળો પાડી શકાતો નથી, છતાં તેવા બે પ્રકારો નહિ સમજનારા અજ્ઞાનીઓને માટે આ ત્રીજો સહેલો ક્રમ કહેવામાં આવેલો છે; તે પ્રમાણે નિઃશંક રીતે આચરણ થાય તો તેવા લોકો પણ કર્મ બંધનમાંથી મુક્ત થઈ અને મારા પરમપદને જ પામે છે. હવે હું તને સ્થૂલ શરીર તરફ નજર રાખીને વ્યવહાર દષ્ટિએ સમજાવું છું કે, જે ઉપરથી કર્મ કરવાની આવશ્યક્તા શા માટે છે, તેની કલ્પના તને આવશે.
सदृशं चेष्टते स्वस्याः प्रकृतेर्शानवानपि । પ્રતિ વ્યક્તિ નિકઃ રિ િ ૨૨ .
નિયતિક અને બાહ્ય નિગ્રહ અરે. જો કે વાસ્તવિક નાની તો કમંતીત હોય છે, એ અત્યાર સુધીના વિવેચન ઉપરથી તારા ધ્યાનમાં સારી રીતે આવ્યું હશે જ, છતાં બાહ્ય દષ્ટિએ તો તેમનું આ શરીર છે, એમ જે લોકેનો દાષ્ટએ દેખાય
• આને જ પુરાણમાં ભાગવત કિવા નારાયણીય ધર્મ એવું નામ આપવામાં આવેલું છે, આ સંબંધમાં આગળ વિવેચન આપવામાં આવેલું છે, તે માટે અધ્યાય ૧, ૭, ૧૨, અથવા ભાઇ હં ૧૧, અ૨, ૩, જુઓ,