________________
ગીતાદેહન ) તથા તમામ ભૂતે બધી રીતે હંમેશાં આને (બ્રહ્મને) જ ઇરછે છે. [ ૨૧ કર્મોના વિભાગોને યથાર્થ રીતે જાણું છું કે આ ત્રણ ગુણ અને તેના વડે થયેલાં કર્મોના અનેક વિભાગથી પર એ આત્માસ્વરૂ૫ છું, એમ સારી રીતે જાણતો હોવાથી તેમાં કદી આસક્ત થતો નથી; એટલે આ સર્વ ખેલ તે હું ૩૫ પ્રકૃતિ, તેના ત્રણ ગુણે અને તે ગુણોના આશ્રયે કર્મોમાં પડતા અનેક વિભાગના આધારે જ ચાલી રહેલા છે, પ્રકૃતિના ગુણ જ વિષયોમાં પ્રવતી રહ્યા છે; હું તે તદ્દન અસંગ, નિર્વિકલ્પ અને અનિર્વચનીય એ આત્મસ્વરૂપ જ છે, મારામાં કિંચિત્માત્ર વિકાર સંમત નથી, એવું જાણનારો તવવિત તેમાં કર્તાપણાનું યત્કિંચિત પણ અભિમાન કરતો નથી, છતાં પ્રકૃતિના ગુણો વડે અત્યંત મૂઢ બનેલા, ગુણ અને કર્મમાં જ રાતદિન મચી રહેલા એટલે આસક્ત થયેલા, તેમજ પિત ના આત્મસ્વરૂપને નહિ જાણનારા મંદબુદ્ધિના અજ્ઞાનીઓને શ્રેષ્ઠ અને આત્મવિત એવા સવ જ્ઞોએ અવળે માગે નહિ દોરવા જોઈ એ. તાત્પર્ય એ કે, તેમનામાં ભળી જઈ તેમને શાસ્ત્ર પ્રમાણે કર્મોમાં લગાડીને યુક્તિપ્રયુક્તિ દ્વારા આત્મસ્વરૂપનું યથાર્થ જ્ઞાન આપીને સ્વરૂપમાં સ્થિત કરવા જોઈએ. અત્યાર સુધીના વિવેચનમાં ભગવાને વ્યવહારદષ્ટિનો વિચાર કરતાં પણ જ્ઞાનીઓએ કર્મો કરવાની કેટલી આવશ્યક્તા છે, તે સિદ્ધ કરી બતાવ્યું.
मयि सर्वाणि कर्माणि सन्यस्याध्यात्मचेतसा ।
निराशानिर्भमो भुत्वा युध्यस्व विगतज्वरः ॥ ३० ॥ थे मे मुतमिदं नित्यमनुतिष्ठन्ति मानवाः । भद्धान्तोऽनयन्तो मुच्यन्ते तेऽपि कमिः ॥ ३१ ॥ ये स्वेतदभ्यस्य॒न्तो नानुतिष्ठन्ति मे मतम् ।। सर्वज्ञानविमूढा ५स्तान्वृिद्धि नष्टानचेतसः ॥ ३२ ॥ અધ્યાત્મદષ્ટિ રાખીને સર્વ કર્મો ઇષ્ટદેવને અર્પણ કરવાં
હે અન! ઉપર બતાવ્યા પ્રમાણે કર્મ કરવાનું જે તારે માટે અશક્ય હોય તે હું એટલે આ કૃષ્ણ નામનું શરીર ધારણ કરેલો છું, એમ મને દેહધારી નહિ સમજતાં મારામાં અધ્યાત્મચિત્ત વડે સર્વ કર્મોને અર્પણ કર ! તાત્પર્ય, તને ઉપદેશ કરી રહેલે હું એટલે જોવામાં આવતો આ શરીરધારી શ્રીકણ ન પરંતુ તે તે અનિર્વચનીય એવો આત્મા છે, એવા પ્રકારે મારામાં અધ્યાત્મહષ્ટિનોજ આરોપ કર, કે જેથી “હું” એટલે કેવળ નિસંગ નિરાકાર, નિર્વિકલ્પ તથા અનિર્વચનીય એવો તત કિવા આત્મા(વૃક્ષાંક ૧) કેવી રીતે છું, એ તું સારી રીતે સમજી શકીશ. આમ આત્મસ્વરૂપ એવા મારામાં અર્થાત સ્વરૂપમાં જ ચિત્તને હંમેશને માટે પરોવી મારા સ્વરૂપમાં જ સર્વ કર્મોને અર્પણ કર; એટલે કે હૃદયમાં સ્કુરણ થતાંની સાથે જ તે મા એટલે આત્માનું જ સ્વરૂપ છે, એ પ્રમાણે સમજ તથા આશા, મમતા શોકથી રહિત બની યુદ્ધ કર. અસયા અર્થાત દોષ નહિ કાઢતા, શંકા કુશંકાઓને છોડી દઈ જે શ્રદ્ધાવાન મનુષ્યો મારા આ મત પ્રમાણે નિત્ય અભ્યાસ કરે છે, તેઓ કર્મો કરવા છતાં પણ કર્મોથી મુક્ત થાય છે; પરંતુ જેઓ દોષદષ્ટિ વડે શંકા, કશંકાઓ કરી મારા આ મતનો અંગીકાર કરતા નથી તેવા દુષ્ટ ચિત્તવાળા અને સર્વજ્ઞાનવિમઢ એટલે અતિશય અજ્ઞાની એવા મૂર્ખાઓનો તો તદ્દન નાશ જ થયેલ છે, એમ જાણું.
કર્મોથી મુક્ત થવાની યુક્તિ શ્રીકૃષ્ણ ભગવાને આમાં ભગવાન અને ભક્ત જુદા જુદા છે એમ માની જેઓ ભક્તિ કરે છે તેઓને માટે ઉપાય બતાવે છે. તેમનું કહેવાનું તાત્પર્ય એ છે કે, જેઓ ભગવાન અને ભક્તિમાં જુદાપણાને
અધ્યાત્મ એટલે સર્વનું અધિષ્ઠાન એ આત્મા હોઈ તે જ સર્વત્ર ચરાચરમાં વ્યાપેલે છે. એ મુજબ સવત્મભાવરૂપ સર્વત્ર આત્મષ્ટિ રાખવી તેનું નામ જ અધ્યાત્મષ્ટિ સમજવી,