________________
રરર ] અથર્વ વેરિ હૈ
afજ મૂતાનિ સવાતિ ન. [સિદ્ધાન્તકાડ ભ૦ ગી અ૦ ૩/૩૨
છે; પરંતુ જેઓ સુવર્ણ (સોનું) અને દાગીના એ બંને જુદાં જુદાં છે એમ સમજે છે, તેને સમજાવવાને માટે દાગીનામાંથી સોનું કાઢી લેવામાં આવે તો શું રહેશે ? તેમાં કાંઈપણુ શેષ રહેશે નહિ, તેમ જ આ દશ્યમાંથી આત્મતત્વ કાઢી લેતાં શેષ રહેનાર શૂન્ય એટલે જ મિયા એવી માયા પ્રકૃતિ અને તેનું કાર્ય છે એમ સમજવું; એટલે કે સુવર્ણ ઉપર કડું, કુંડળ વગેરે નામરૂપોનો મિથ્યા આરોપ થવાનું કારણ શું ? એ પ્રશ્નના જવાબમાં તે તે મિયા એવા પ્રકૃતિના ગુણધર્મોનું કાર્ય છે; વળી જેમ સોનું તો સ્વતઃસિદ્ધ હોઈ તેને જાણવાને માટે બીજા કોઈની જરૂર હોતી નથી. પરંતુ આ બધું સોનું છે. એવું જાણનારે તો તે કરતાં બીજે જ કેાઈ હેય છે; તેમ આ હું એવા દશ્ય ફુરણને જાણનારો જે સાક્ષી તે જ આ માયા કિવા પ્રકૃતિને પ્રવર્તક ઈશ્વર કહેવાય છે (વૃક્ષાંક ૨ જુઓ). આ પ્રકૃતિ અથવા માયાશક્તિ ( વૃક્ષાંક ૩ ) તેના આધારે જ હોય છે; વળી જેમ સુવર્ણના અનેક દાગીનાઓ તૈયાર કરવાનું કાર્ય તે કારીગરનું હોય છે તેમ આ પ્રકૃતિ કિવા માયાશક્તિ (વૃક્ષાંક ૩ ) પોતે સત્વ, રજ અને તમોગુણના આશ્રયે અનેક વાસનાઓથી ઘેરાયેલ જીવાત્મા (વૃક્ષાંક ૬ ) રૂપ કારીગરો પાસે આ કાર્ય કરાવી લે છે અર્થાત મિયા જાળ ઉત્પન્ન કરવી, નષ્ટ કરવી વગેરે વિવિધ પ્રકારે ભાસતું આ સર્વ કાર્ય પ્રકૃતિના ત્રણ ગુણોના આશ્રયથી ચાલી રહ્યું છે, તે સર્વનું મૂળ “હું” રૂ૫ એવી આ પ્રકૃતિ જ છે (ક્ષાંક ૭ જુઓ), અને આ પ્રકૃતિનો સંચાલક એટલે “હું, હું” એ ભાવનો પ્રેરક, સર્વના હૃદયમાં સ્થિત, સર્વ સાક્ષીને પણ સાક્ષી એવો ઈશ્વર (દક્ષાંક ૨) છે. તેની પ્રેરણા વડે જ આ પ્રકૃતિનું ગણુ ગુણે વડે થતું તમામ કાર્ય યંત્રવત ચાલી રહ્યું છે; તે જ સર્વને સ્વામી છે. પરંતુ તત, આત્મા ફિવા બ્રહ્મ (વૃક્ષાંક ૧) કે જેમાં આ પ્રકતિ, તેનું કાર્ય તથા તેને સંચાલક સાક્ષી એ પૈકી કોઈનું પણું અસ્તિત્વ નથી; તે તો અનિર્વચનીય ' તદ્દન અસંગ, નિરાકાર અને વિકલ્પ છે. આ રીતે પૃથક્કરણ કરીને અજ્ઞાની એને સમજાવવામાં આવે છે. જેમ સોનાનો માલિક ગમે તે હોય પણ “ આ દાગીનો કોણે બનાવ્યો?” એમ જે પૂછવામાં આવે તે તે સોનીએ બનાવ્યો એમ ઉત્તર મળે. માલિક તો પોતે ફક્ત તેના માલિકી હકક પૂરતો જ જવાબદાર હોય છે તેમ આ ઈશ્વર (વૃક્ષાંક ૨) સર્વ દાના માલિકી હક્ક પૂરતો જ જવાબદાર હોઈ તેને કેટલાક નિર્માતા અથવા પ્રકૃતિનો પ્રેરક કહે છે, તથા તેની પોતાની ઈક્ષણ અર્થાત્ કાળની પ્રેરણુશક્તિ અનુસાર આ પ્રકૃતિ કિવા માયારૂપ “હું” (ક્ષાંક ૩) પતે ત્રણ ગુણે ધારણ કરી અનંત નામરૂપોથી પ્રતીત થના મિથ્યા જગત ભાસમાન કરે છે, જેમ રાજયના સંચાલનનું કાર્ય તો રાજાનું હોય છે, તેની આજ્ઞા વિના બીજા કોઈ કશું જ કરી શકે નહિ. છતાં તેને કેાઈ અમલદાર હું જ રાજય ચલાવું છું એમ માને તો તે જેમ મૂઢપણું ગણાય, તેમ ઈશ્વરની સત્તાથી માયાશકિત અથવા પ્રકૃતિના સવાદિ ત્રણ ગુના આશ્રયે ચાલી રહેલું આ સમસ્ત દશ્ય હું જ ચલાવું છું એમ જો કોઈ મૂઢ ચિત્તવાળે મનમાં ટો અહંકાર ધારણ કરી માની બેસે છે તે ખરેખર મૂર્ખતા જ લેખાશે.
तस्ववित्त महाबाहो गुणकर्मविभागयोः । गुणा गुणेषु वर्तन्त इति मत्वा न सजते ॥ २८ ॥ प्रकृतेर्गुणसम्मुद्राः सृजन्ते गुणकर्मसु । तामकृत्स्नघिदो मन्दान्कृत्स्नविन विचालयेत ॥२९॥
સર્વ કાર્ય તે પ્રકૃતિના ગુણવિશાત થવા પામે છે હે મહાબાહે ! હું તે તત (ક્ષાંક ૧) એ આત્મસ્વરૂપ છું, મારામાં કાર્ય કારણદિને કિંચિત્માત્ર પણ અંશ નથી; કેવળ અસંગ, નિરાકાર, નિર્વિકલ્પ અને અનિર્વચનીયરૂપ મારી આત્મનિષ્ઠામાં સ્થિત થયેલ તવવિત આ સર્વ દશ્યાદિને તેમજ પ્રકૃતિના સત્વ, રજ અને તમ એ ત્રણ ગવશાત થયેલાં