________________
ગીતાદેહન ] હે ! તારા કહેવાથી, બ્રહ્મ જ જેને વિષય છે એ ઉપનિષદ્ તને કહ્યું. [ રર૩ છે; તે શરીરની થતી તમામ ચેષ્ટાઓ શરીર રહે ત્યાં સુધીને માટે પ્રકૃતિવશાત એટલે ત્રિગુણાત્મક એવા પ્રકૃતિના નિયમવશાત થયા જ કરે છે અને દરેક પ્રાણ પણ પિતા પોતાની પ્રકૃતિને અનુસરીને ચાલે છે, એમ સર્વત્ર જોવામાં આવે છે; તો પછી આ સ્થળ ઇદ્રિયોનો તે વળી નિગ્રહ શો? ઉદેશ એ કે દેખવામાં આવતી આ દશ્ય અને સ્થળ ઇંદ્રિવાળી બાહ્યપ્રકૃતિ તો નિયતિના નિયમાનુસાર અર્થાત ઈશ્વરી શક્તિ કિવા પ્રકૃતિના ત્રણ ગુણને લીધે પરતંત્ર હોવાથી તે તે તેની આજ્ઞાનુસાર કાર્ય કર્યું જાય છે. જુઓ કે નાકે કદી જોવાનું કાર્ય કર્યું છે? કિવા કાને કદી સૂંધવાનું કાર્ય કર્યું છે? અથવા તો માથા વડે માણસ કદી ચાલે છે? બાલવાનું કામ કરી આખા કરે છે ? ખાવાનું કામ કદી ગુદા કિવા ગુદાનું કામ કદી મેં કરે છે? આંબાના બીજમાંથી કદી લીમડો કિવા લીમડાના બીજમાંથી કદી લીંબુનું ઝાડ થવા પામે છે ખરું કે? એટલું તો શું, પણ સૂર્યનારાયણ કદી શીત થાય છે અને ચંદ્રમાં કદી તપે છે ખરા કે? તેમ જ આકાશને ફળ આવે છે ? અને વાયુને કદી અટકાવી શકાય છે કે નિત્ય ઋતુઓ બરાબર થાય છે, સૂર્ય ચંદ્રાદિ સમય ઉપર ઉગે છે વગેરે બધું કેની સત્તાથી પ્રવર્તી રહ્યું છે ? તાતપર્ય કે, આ બધું તંત્ર જે નિયમિતપણે ચાલી રહ્યું છે તે સર્વ ઈશ્વરીય સત્તાથી પ્રકૃતિના ત્રણ ગુણેના આધારે પ્રથમથી જ નિશ્ચિત થયેલું છે, તેમાં કિચિન્માત્ર પણ કદી ફેરફાર થતો નથી અને તે ધારણે સર્વત્ર એક આત્મવિરૂ૫ જ્ઞાનીને જે કે પોતાની દૃષ્ટિએ દૈત નહિ હોવાથી કર્મ વગેરે કાંઈ હોતું નથી. છતાં અજ્ઞાનીની દૃષ્ટિએ તેમના શરીરની થતી ચેષ્ટાઓ તે અન્ય પ્રાણીઓની માફક પ્રકૃતિ અનુસાર જ થતી રહે છે. જેમ અજ્ઞાનીઓ પણ ચાલવાનું કાર્ય પગથી કરે તેમ જ્ઞાની પણ પગ વડે જ ચાલે છે, નેત્ર વડે જુએ છે, કાન વડે સાંભળે છે, વાણી વડે બેલે. છે; આ રીતે દેહ હોય ત્યાં સુધને માટે પ્રકૃતિ અનુસાર ચેષ્ટાઓ કર્યું જાય છે, એટલું જ નહિ પણ દરેક પશુ પક્ષો, કીટ, પતંગદિ પણ પિતતાની પ્રકૃતિ અનુસાર જ ચેષ્ટાઓ કરે છે. એ સર્વ સામાન્ય નિયમ છે. આ રીતે તો પ્રકૃતિની નિશ્ચિતતા જ કરેલી છે, એમ સિદ્ધ થાય છે, તે પછી નિયતિ ધર્મને છેડીને ખોટો નિગ્રહ એટલે જબરદસ્તી તે વળી શી રીતે થઈ શકે ?
हन्द्रियस्येन्द्रियस्यार्थे रागद्वेषौ व्यवस्थितौ । तयोर्नु वशमागच्छेत्तौ हास्य परिपन्थिनौ ॥ ३४ ॥
ઈતિ અને તેના વિષયને વ્યવસ્થિત ક્રમ સક્ષમ અને સ્કૂલ ઈદ્રિયો તથા તે દરેકના શબ્દસ્પર્શદિ વિષયો એ બંને વચ્ચે રાગ અને દ્વેષ એટલે પ્રીતિ અને અપ્રીતિ આ બેઉ પ્રકૃતિ ધર્માનુસાર વ્યવસ્થિત રહેલા છે, એટલે પ્રકૃતિ અર્થાત નિયતિને એવો ચોક્કસ નિયમ પ્રથમથી જ નિશ્ચિત થયેલ છે કે, તેને ધર્મ રૂપનું ગ્રહણ કરવું એટલે જોવાનું જ કામ કરવું, કાને સાંભળવાનું, ત્વચાને સ્પર્શનું, રસનાએ સ્વાદનું, પગે ચાલવાનું અને મળ મુત્રાદિ વિસર્જનનું કાર્ય ક્રમે ગુદા અને શિકને કરવાનું ઇત્યાદિ અમુક અમુક ઇંદ્રિયોએ અમુક અમુક વિષેનું ગ્રહણ કરવાનું હોય છે, તેમાં પણ અમુક સારું અને અમુક ખરાબ એ મુજબ રાગ એટલે પ્રીતિ અને દ્વેષ એટલે અપ્રીતિ એ ક્રમ વ્યવસ્થિત રીતે શરૂઆતથી જ નિયતિએ નક્કી કરેલું હોય છે, તેમાં નિગ્રહ થ કદાપી શક્ય નથી. પરંતુ તે કાર્યો રાગ દ્વેષાદિના જડબામાં નહિ સપડાતાં અર્થાત તેમાં કદ પણ વશ નહિ થતાં કરવાં એજ ખરું કર્તવ્ય છે. કારણ કે રાગ અને દ્વેષ આ બે જ પુરુષના શત્રુઓ છે. આ રાગ દ્વેષ કે, જે ઈકિયો અને તેના વિષયો સાથે સંકળાયેલા છે, તે ઈશ્વરની શક્તિ એટલે પ્રકૃતિ કિવા નિયતિના ત્રણ ગુણના આધારે નિશ્ચિત થયેલા નિયતિ ધર્મો છે અને હું તે આત્મા( વૃક્ષાંક ૧) છું, મારામાં તેઓની ગંધ માત્ર પણું નથી, એમ નિશ્ચયપૂર્પક સમજી લઈ અંતઃકરણમાં વિષયનું સ્થાન જ થવા ન પામે એવી સાવચેતી રાખવી, એજ એક રાગદ્વેષરૂપ શત્રુઓના પંજામાંથી મુક્ત થવાને અર્થાત તેને વશ ન થવાને ઉપાય છે,