________________
૧૨] ત હેનપ્રથમ વાર જોતિ ન [ સિદ્ધાન્તકાષ્ઠ ભ૦ ગીર અ૦ ૩/૨૦ વરસાદની ઉત્પત્તિ થાય છે, અને યજ્ઞની ઉત્પત્તિ કર્મ વડે થાય છે તાત્પર્ય એ કે, સર્વના આદિ અપૌરુષેય એવા વેદના આરંભમાં કર્મ શબ્દની શરૂઆત થઈ તેનું પ્રત્યક્ષ સ્વરૂ૫ તે જ યજ્ઞ, આ કર્મની ઉત્પત્તિ કરનાર બલદેવ હાઈ બ્રહ્મદેવની ઉત્પત્તિ નિઃસંગ એવા અક્ષર (વૃક્ષાંક ૧), તત, બ્રહ્મ અથવા આત્માથી જ થયેલી છે. આમ બીજાંકુર ન્યાયાનુસાર સર્વનું મૂળ બીજ બ્રહ્મ જ હોવાથી જેમ આંબાના ઝાડમાંથી ઉત્પન્ન થનારું થડ, શાખા, પાન, ફૂલ, ફળ ઇત્યાદિ આંબાનું જ ગણાય તેમ આ સર્વનું મૂળ બીજ બ્રહ્મ હોવાથી જગતમાં સર્વત્ર એક બ્રહ્મ જ ઓતપ્રેત વ્યાપેલ છે; આથી દાગીનાઓમાં જેમ સવણું તેમ દરેક કાર્યો ફિવા યજ્ઞમાં બ્રહ્મ જ અધિષ્ઠાન એટલે વ્યાપેલું છે. એમ જાણું.
બાહ્યોદ્દભવ કેમ ? - અગ્નિહોત્રાદિ કર્મો બ્રહ્મકર્મો કહેવામાં આવે છે, તેનું કારણ આ યજ્ઞાદિ કર્મો વેદ પ્રતિપાદન કરેલાં છે અને તે વેદ અપૌરુષેય એટલે બ્રહ્મમાંથી અનાયાસે જ ઉત્પન્ન થયેલા હોવાથી તે જ સર્વમાં પ્રમાણ છે અર્થાત કર્મ કરવાનું કાર્ય બ્રહ્મદેવનું છે અને તે બ્રહ્મદેવ પણ સ્વભાવતઃ સ્વતઃસિદ્ધ જે ઉત્પન્ન થયેલા છે એટલે તેની ઉત્પત્તિ પણ બ્રહ્મમાંથી જ અનાયાસે જ થવા પામેલી છે; આમ તે બ્રહ્મમાંથી ઉત્પન્ન થયેલ હોવાથી બ્રહ્મા કહેવાય એટલે આ કર્મ કરનાર પ્રથમ પુરુષ તે બ્રહ્મદેવ અને કર્મ કેવી રીતે કરવો તે બતાવનારું શાસ્ત્ર તે વેદ. એ પ્રમાણે આ બંને બ્રહ્મમાંથી જ ઉત્પન્ન થયેલ હોવાથી તે આધારે કરવામાં આવતાં યજ્ઞાદિ તમામ કર્મો તે બ્રહ્મોભવ કહેવાય છે,
एवं प्रवर्तित बकं नानुवर्ततीच यः। मायुरिन्द्रियारामो मोघ पार्थ स जीवति ॥ १६ ॥
દેવતાઓને અર્પણ નહિ કરનારનું જીવન વ્યર્થ છે. જે વ્યવહારદષ્ટિએ વિચાર કરવામાં આવે તો પણ અત્યાર સુધી (બ્લેક ૧૦ થી ૧૫) ના વિવેચનનો ઉદેશ સ્પષ્ટ છે કે, આ સર્વ ઉત્પત્તિ, સ્થિતિ અને લયાદિ રૂપે ભાસતું ચરાચર દશ્ય બ્રહ્મથી જ ઉત્પન્ન થયેલું છે, બ્રહ્મમાં જ ઓતપ્રેત રહેલું છે અને બ્રહ્મમાં જ વિલયને પામે છે અર્થાત તે આદિ, મધ્ય અને અંતે બહ્મરૂપ જ છે. માટે હે પાર્થ ! વ્યવહારદષ્ટિએ ભાસનારા અને વારતવિક બ્રહ્મરૂપ એવા ઈશ્વરીય સત્તાથી પ્રવૃત્તિ થયેલા આ નિયતિચક્રને અહીં જે અનુસરતો નથી, તેનું જીવિત પાપરૂપ જ છે, એટલું જ નહીં પણ દેવતાઓને અપર્ણ કર્યા વગર કેવળ ઇંદ્રિયોની તૃપ્તિ માટે જ વ્યવહાર કરી રહેલા એટલે કે ઇન્દ્રિયોદ્વારા થતું તમામ
માં તે તે ઇન્દ્રિયોના દેવતાઓનું જ છે, એમ નહિ સમજતાં તે કેવળ ઇંદ્રિયોનું જ છે, એમ સમજનારા ઈદ્રિયલંપટનું જીવવું વ્યર્થ છે. તે જીવતાં છતાં પણ મૂવા જેવો જ છે એમ સમજવું. તાત્પર્ય કે, જ્યાં સુધી આત્માનું સાચું જ્ઞાન થયું ન હોય ત્યાં સુધીને માટે સ્કૂલ અને સૂમ ઈદ્રિયો દ્વારા થતી તમામ બાહ્ય અને આંતર કિયાએ દેવતાઓને અર્પણ કરીને એટલે ઈશ્વરાર્પણ બુદ્ધિથી જ કરવી જોઈએ. આ પ્રકારના યઝને જે કરતું નથી એટલે કે ચાલુ થયેલા આ બ્રહ્મરૂપ ચક્રને જે ચલાવતો નથી તેવા ઈતિમાં જ રમમાણ રહેનારા મિથ્યાભિમાની પુરુષનું જીવન પા૫૨૫ હેવાથી વ્યર્થ છે.
વારમfણ ચારમાતા માનવ आत्मन्येव च सन्तुलस्तस्य कार्य न विद्यते ॥ १७ ॥ मैव तस्य कृतेनार्थो नाहतेने कश्चन ।
न चास्य सर्वभूतेषु भिव्यपाश्रयः ॥ १८ ॥