________________
ગીતાહન ] ઈદ્ર બ્રહ્મની અતિ સમીપ જઈ તેને સ્પર્શી શક્યા(તદાકાર બની બ્રહ્મને જાણ્યું). [ ૨૧૧
इष्टाम्भोगान्हि वो दे॒वा दास्यन्ते यहभाविताः । तैर्दत्तानप्रदायेभ्यो यो अङ्के स्तेन एव सः ॥ १२ ॥ यशशिष्टाशिनः सन्तो मुच्यन्ते सर्वकिल्विषः । भुञ्जते ते त्वधं पापा ये पचन्त्यान्मकारणात् ॥ १३ ॥
ઈશ્વારા પણ બુદ્ધિથી થનારા ય વડે થતી શ્રેયપ્રાપ્તિ ઉપર જણાવ્યા પ્રમાણે કરવાથી યજ્ઞ વડે સંતુષ્ટ થયેલા દેવ તમને વ્યવહારમાં ઇચ્છિત ભોગ આપશે. તેમની કૃપાથી સંપાદન થયેલા ભોગોને તેમને અર્થે આપ્યા વગર જે કેવળ પોતે જ ભગવે છે તે ખરેખર ચાર જ કહેવાય છે. આ રીતે દરેક ભેગોને ઈશ્વરાર્પણ કરવારૂપ યજ્ઞ કરનાર અને તેમના પ્રસાદથી બાકી વધેલા એટલે અવશિષ્ટ રહેનાર ભાગનું ગ્રહણ કરનારા શિષ્ટજને સર્વ પાપોથી રહિત બને છે. ઉદેશ એ કે, દરેક મનુષ્યના હાથે નિત્ય જ્ઞાત કિવા અજ્ઞાત એવાં ઘણાં પાપો થયા જ કરે છે, તેની નિવૃત્તિ માટે શાસ્ત્રમાં (૧) ઋષિ કિવા બ્રહ્મ, (૨) દેવ, (૩) પિત, (૪) મનુષ્ય અને (૫) ભૂત, એ પાંચ પ્રકારનાં સ્માત યજ્ઞ કરવાની આજ્ઞા છે. અધિકારી પુરુષોએ સ્મૃતિમાં બતાવેલા આ સ્માત ય તે શાસ્ત્રવિધિ અનુસાર કરવાના હોય છે (ગૃહ્ય અને પારસ્કર આદિ સૂત્રો જુઓ). પરંતુ સર્વસામાન્ય મનુષ્યોએ આ માટે નીચે પ્રમાણે દક્ષતા રાખવાની જરૂર છેઃ (૧) ઋષિ કિવા બ્રહ્મયજ્ઞ=વેદ ભણેલાને સત્કાર કરવો કિવા તે ભણવાને માટે યોગ્ય મદદ કરવી. (૨) દેવયા=જમતાં પહેલાં શુદ્ધ અમિમાં ઘીની પાંચ આહુતિઓ આપવી અથવા શકયતા હોય તો કોઈ યજ્ઞાદિ કાર્યમાં કિવા મંદિરમાં અખંડ દીપમાં શક્તિ અનુસાર ઘી આપવું. (૩) પિતૃયજ્ઞ=ાર્પણ કરવું યા પિતૃઓ પ્રીત્યર્થ સાધ્યાદિ દેવોને માટે શુદ્ધ ભાગ થોડા ઘી સાથે ખાતા પહેલાં અલગ મૂક. (૪) ભૂતયજ્ઞ=ભૂતાદિ તૃપ્તિને માટે પણ થોડે ભાગ અલગ મૂકવો. (૫) મનુષ્યયજ્ઞ કેઈપણ ભૂખ્યાં અતિથિ અભ્યાગતને શક્તિ હોય તે ભોજન કરાવવું અથવા તે તેનું યોગ્ય રીતે યથાશક્તિ સ્વાગત કરવું અને ત્યાર પછી શેષ રહે તે અન્નને ઈશ્વરાર્પણ કરીને આરોગવું. આ રીતે દરેક વસ્તુઓ આરતી વખતે ઈશ્વરાર્પણ કરવામાં આવે તે તે મનુષ્ય પણ સર્વ પાપમાંથી નિવૃત્ત થઈ અને પરમ શ્રેયની પ્રાપ્તિ કરી શકે છે; પરંતુ જેઓ આ પ્રમાણે દેવતાઓની કૃપાથી પ્રાપ્ત થયેલા ઐશ્વર્યાદિ ભેગને તેમની પ્રીત્યર્થે અર્પણ નહિ કરતાં અર્થાત યજ્ઞ નહિ કરતાં તેને પિતે એકલા જ પચાવે છે એટલે આરોગે છે, તેઓ કેવળ પાપનું જ ભોજન કરે છે, એમ સમજવું.
अन्नाद्भवन्ति भूतानि पुर्ज-यादसम्भवः। यज्ञावति पर्जन्यो यशः कर्मसमुद्भवः ॥ १४ ॥ कर्म ब्रह्मोद्भवं वृद्धि ब्रह्माक्षरसमुद्भवम् । तस्मात्सर्वगतं ब्रह्म नित्यं यज्ञे प्रतिष्ठितम् । ॥ १५ ॥
આ સર્વ બ્રહ્મ જ કેમ? અનસેવનથી રેત અને વીર્ય બની તે વડે પ્રાણીમાત્રની ઉત્પત્તિ થાય છે, વરસાદ પડવાથી અનાદિષ બીજમાં પ્રાણ અર્પણ થાય છે, તેથી અન્નની વૃદ્ધિ થાય છે. પર્જન્ય યજ્ઞ વડે થાય છે એટલે “યજ્ઞાદિ વડે જ આ સંબંધમાં સ્પષ્ટતા માટે શ્રી કૃષ્ણમજ વસુધા પ્રકાશન ૩, કેરોદ્ધાર કિરણ ૧ એ.