________________
ગીતાહન ] સ્વયંપ્રકાશ, વિદ્યુત જેવું નિમિષમાં અદશ્ય થનારું બ્રહ્મ જ સૌ દેવનું અધિકાન છે. [ ર૧૫ જગાએ વૃત્તિને પ્રસરવા નહિ દેતાં તેને કાચબાના અંગની પેઠે સંકુચિત કરી દેજો; તેમજ ફરીથી ચિત્ત પદાર્થો તરફ ખેંચાઈ ન જાય એ રીતે આત્માકાર અને જાણે ગાઢ નિદ્રાને પ્રાપ્ત થઈ ગયું હોય તેવું સંકલ્પ વિનાનું કરજે. અંદરથી સંકલ્પ વગરનું અને બહારથી જાણે સંકલ્પવાળું હોય તેવો દેખાવ આપનારા, અડધા જાગતા બાળકની પેઠે સંક૯પ અને કોઈ પ્રકારના અનુસંધાન વિના સ્વાભાવિક રીતે જ કાર્ય કરવામાં પ્રવૃત્તિવાળા હોય તેવા ચિત્ત વડે તમે કેવળ આત્મસ્વરૂપમાં જ તન્મય બની કાર્ય કરતા રહો. બાળક અને મૂંગા પ્રાણીઓ પોતાને ભાવ બહાર વ્યક્ત નહિ કરી શકતાં હોય પરંતુ તેઓ અંદર તે સારી પેઠે સમજે છે, તેમ તમે પણ બાહ્ય દષ્ટિએ સર્વ સમજતા હે એમ ભાસવા છતાં વાસનાઓને અંતરથી ત્યાગ કરી પ્રારબ્ધથી આવી પડેલાં કાર્યો કર્યા કરશે તે તે સમજવા છતાં નહિ સમજ્યા સમાન હોવાથી આકાશની પેઠે તમારા ચિત્તને જરા પણ તેનો લેપ લાગશે નહિ. આ મુજબ સંકલ્પરૂપ કલંક વિનાની અને જ્ઞાનને લીધે ચિત્તને ક્ષય થતાં ઉદય પામેલી શુદ્ધ અંત્મસત્તામાં સ્થિર રહીને તમે કાર્ય કરે વા ન કરે, એ બંને એકસરખું જ છે. તમે જાગ્રત અવસ્થામાં હાલવા ચાલવા વગેરેનો વ્યવહાર કરવા છતાં સુષુપ્ત અવસ્થાની પેઠે અત્યંત લયને પામી ગયેલી વૃત્તિ વડે કાઈ પદાર્થને પ્રિય ગણી તેનું ગ્રહણ કરશે નહિ અને કેાઈને અપ્રિય ગણી તેને ત્યજશે પણ નહિ. તમો જે જાયદવસ્થામાં પણ સ્કૂલ અને સૂક્ષ્મ દેહરૂપી ઉપાધિને લય કરીને સુષુપ્તિ અવસ્થાને પ્રાપ્ત થયા જેવા નિર્વિકલ્પ થઈને રહેશે તો તેવી સુલુપ્તાવસ્થામાં પણ તમો જાગતા જ છે, એમ સમજજે. આમ જાગ્રત અને સુષુપ્તાવસ્થાને જ્ઞાન વડે બાધ થઈ તે બંનેનું આત્મતત્વરૂપ એકપણું એટલે તાદાસ્યભાવ થઈ જતાં સર્વને અવધિરૂપ જે ચિત્માત્ર પરમતત્તવ અવશેષ રહે છે, તે તમે પોતે જ છો. આ પ્રમાણે ધીરે ધીરે અભ્યાસ કરતા રહી અનાદિ, અનંત અને અદ્વિતીય એવા પરમપદને તમે પ્રાપ્ત થાઓ. એ પરમપદ વસ્તુમાત્રથી વિલક્ષણ અને લોકોત્તર છે. આમ જગતનું અનિર્વચનીયપણું હોવાથી તત્ત્વદૃષ્ટિએ જોતાં જગત અને પરમાત્મા એ બંનેનું Àતપણું કે અદ્વૈતપણું એકે સંભવતું નથી, પરંતુ અનિર્વચનીયપણું જ સિદ્ધ થાય છે. આવો દઢ નિશ્ચય કરી તમે અંતઃકરણને આકાશ જેવું વિશાળ અને નિર્વિકાર રાખીને પરમ શાંતિને પ્રાપ્ત થાઓ (યે નિ ઉ૦ સત્ર ૨૯).
यद्यदाचरति श्रेष्ठस्तत्तदेवेतरो जनः । स यत्प्रमाणं कुरुते लोकस्तदनुवर्तते ॥ २१ ॥
માર્ગદર્શકે કેવા હોવા જોઈએ? ભગવાન શ્રીકૃષ્ણ કહે છેઃ હે અર્જુન ! આત્મા અસંગ, નિર્વિકાર, નિરામય, તાદ્વૈત તથા તેના સાક્ષીભાવથી પણ પર હેઈ તું પોતે પણ તે જ છે, એમ સમજીને આસક્તિ વગરને થઈ યથાપ્રાપ્ત કર્મોનું આચરણ કર. અશિક્તિરહિત અને સર્વત્ર આત્મભાવનામાં જ દઢ રહેલે કર્મ કરવા છતાં પણ પરમપદને પામે છે, વળી વ્યવહાર અર્થાત લૌકિક દૃષ્ટિએ વિચાર કરવાથી જણાશે કે, જનકાદિએ પણ કર્મો કરવા છતાં આત્મસિદ્ધિમાં સ્થિરતા પ્રાપ્ત કરેલી છે, માટે લોકસંગ્રહની દૃષ્ટિએ પણ કર્મ કરવાં ઉચિત છે, એમ જ સ્પષ્ટ થાય છે; કેમકે આ મૂઢ એવા ગાડરિયા પ્રવાહમાં વહેનાર જનસમૂહે તે વ્યવહારમાં શ્રેષ્ઠ ગણાતા પુષ જે જે કર્મ કરે છે, તેનું જ અનુકરણ કર્યું જાય છે તથા તે જેને પ્રમાણ માને છે, તેને જ તેઓ અનુસરે છે. આથી જ શ્રેષ્ઠ પુરુષો કે જેમનું લોકે અનુકરણ કરે છે તેમને માથે મોટી જવાબદારી આવી પડે છે. જો તે ખરું તત્ત્વ સમજ્યા વગર કિવા પૂરું નહિ સમજતાં ગમે તેવું આચરણ કરે છે તેથી પરિણામ એ આવે છે કે, વ્યવહારમાંના મૂઢ લેકે તેમના માર્ગે ચાલી પોતાનો વિનાશ કરી લે છે અને આમ એકના પાપે લાખો જીવોને નાશ થાય છે.
માર્ગદર્શકની જવાબદારી એક દષ્ટાંત છે કે, કેટલાંક ઘેટાંઓ વગડામાં ચરવા જઈ રહ્યાં હતાં. વચમાં આગગાડી (અગ્નિરથ)ને નીચાણમાંથી રસ્તો હતો. તે રસ્તો બંને બાજુ ટેકરીઓની વચ્ચે ઊંડાણમાં થઈ ન હતો. એવી એ જગામાંથી