________________
ગીતાહન] તેથી જ ઇંદ્ર બીજા બધા દેવતાઓને માટે સૌથી અત્યંત શ્રેષ્ઠ વા પૂજ્ય થયા. [ ૨૦૯ તથા વકૃત અને પ્રાકૃતની મિશ્રણાત્મક એક સુષ્ટિ મળી કુલ દશ રાષ્ટિએ છે(વૃક્ષાંક ૧૩ અને ૧૫ ૪ જુઓ), બલદેવની રાત્રિએ બ્રહ્માંડનો લય થઈ જાય છે તથા દિવસે તે જ્યારે પુનઃ જાગૃત થાય છે ત્યારે આ કમળમાંથી પૂર્વ કલ્પમાં લય થયેલા લોકોને સજવા અર્થે “હું ફરીથી કલ્પના કરીશ,” આ પ્રમાણેને સંકલ્પ કરી પૂર્વની માફક જ આ વકૃત સૃષ્ટિને ફરીથી જેવી ને તેવી જ ઉત્પન્ન કરે છે (વધુ માટે શ્રીમદ્ ભાગવત સ્કંધ ૩, અ. ૧૦ જુઓ). પોતાના આત્માને જ બળવાન માનતા અને સમર્થ તથા વાસ્તવિક અજન્મા એવા આ બ્રહ્માએ સાય જાતિના દેવતા તથા પિતૃગણને અદશ્યરૂપથી સૂયા. પોતાને સુજનારા તે અદશ્ય રૂપોને પિતૃગણું લઈ ગયા, એ અદશ્ય રૂપને ધારણ કરનારા તેઓ સાધ્ય જાતિના દેવતાઓ થયા. દેવતાઓને ઉદ્દેશી અર્પણ થતું થી, તલ. અન્ન વગેરે હવિદ્રવ્ય તે હવ્ય કહેવાય છે અને પિતૃકાર્યમાં પિતૃઓને અર્પણ થતું અન્ન આદિ કવ્ય કહેવાય છે. આ રીતે આ સાધ્ય દેવતાને શ્રાદ્ધમાં હવ્ય અને કવ્ય આપવામાં આવે છે. સિદ્ધો તથા વિદ્યાધરોને બ્રહ્માએ તિરોધાન એટલે પોતાને બધું દેખવામાં આવે છતાં પોતે કેાઈને ન દેખાય એવી અંતર્ધાન શક્તિના રૂપથી સૂજ્યા, તે તિરધાન નામનું અદ્દભૂત એવું પોતાનું પ્રતિબિંબ જોઈપતે પિતાને માન આપતા સર્વસમર્થ એવા બ્રહ્માએ પિતાના પ્રતિબિંબથી કિન્નરે અને કિંગુરુષોને સુજ્યા બાદ સૃષ્ટિ સજવાની ચિતાવાળા બ્રહ્માના શરીરના કેશમાંથી સર્ષે ઉત્પન્ન થયા. આ રીતે સૃષ્ટિને ઉત્પન્ન કરતાં કરતાં સ્ત્રીપુરુષના જોડારૂપ અને મિથની પ્રજા અર્થાત મનુષ્ય આદિને ઉત્પન્ન કરનારા મનુઓને જ્યારે બ્રહ્માએ સૃજ્યા ત્યારે તેમને જોઈ તેણે પોતાને કૃતાર્થ થયેલ માન્ય; કેમકે અત્યાર સુધીની સર્વ સૃષ્ટિ રચવામાં બ્રહ્મદેવને સંતોષ થયો ન હતો. કારણ અત્યાર સુધીની સૃષ્ટિ પૈકી કેઈ આત્મજ્ઞાન ગ્રહણ કરવા સમર્થ ન હતી, આથી તેણે મનુઓને પિતા જેવો પુરુષ દેહ આપ્યો. તેઓને જેઈ સર્વ દેવતાઓ તથા અત્યારસુધી ઉપન્ન થયેલા સાવ્યાદિ દેવ તથા જિંપુરુષ, કિન્નરાદિ સર્વે કહેવા લાગ્યા કે, “હે જગત્રછા બ્રહ્મદેવ ! તમોએ મનુષ્યોની પ્રજા ઉત્પન્ન કરનારા સર્વના પિતા એવા મનુઓને સૃજ્યા તે ઘણું સારું કર્યું, કેમકે આ મનુઓની સૃષ્ટિમાં મનોની ઉત્પત્તિ થવાથી અગ્નિહોત્ર આદિ યજ્ઞ ક્રિયાઓ થશે અને અમે તેમાંના યજ્ઞના ભાગરૂપે અને અરસપરસ બને સાથે રહીને ખાઈશું કે જેથી પરસ્પર બંનેનું શ્રેય થશે. બ્રહ્માએ તથાસ્તુ કહી તેમને તે પ્રમાણે વચન આપ્યું; ત્યારબાદ બ્રહ્માએ પિતાને પ્રિય એવી મહર્ષિની પ્રજાને સુજી (ભાગવત સ્કંધ ૩, અધ્યાય ૨૦ જુઓ). પિતાના પુત્ર એવા મહર્ષિએ ઘણું વીર્યવાન હોવા છતાં તેમની સુષ્ટિને જ્યારે વિસ્તાર ન થયે, ત્યારે બ્રહ્માએ મનમાં વિચાર્યું કે, હું સૃષ્ટિના કાર્યમાં હંમેશાં મંડ્યો રહેવા છતાં પણ હજી પ્રજાની વૃદ્ધિ થવા પામતી નથી, માટે નક્કી આ કાર્યમાં દૈવ પ્રતિબંધક છે. એવી રીતનો વિચાર કરી તેઓ યોગ્ય દૈવની વાટ જોવા લાગ્યા. આમ કેટલાક સમય વિત્યા પછી બ્રહ્માના શરીરમાંથી સ્ત્રી અને પુરુષ એમ બે રૂપો ઉત્પન્ન થયાં, તેને કાય એટલે બ્રહ્માનું આ બે પ્રકારનું શરીર એમ કહેવામાં આવે છે. તે બે
કી પુરુષમાંથી પ્રથમ સ્વયંભુ મનુ તથા સ્ત્રીમાંથી શતરૂપા નામની સ્ત્રી બની. આ દ્વિગુણ રૂપાએ મેથની સૃષ્ટિવાળી સર્વ પ્રજની ઉત્પત્તિ કરી કે જે પ્રજા યજ્ઞાદિ કરી દેવતાઓને પ્રસન્ન કરનારી તથા તેમની પાસે યોગ્ય વર પ્રાપ્ત કરી લેનારી થઈ (શ્રીભાગવત સ્કંધ ૩, અધ્યાય ૧૨, લેક પ૩, ૫૪ જુઓ).
દેવતાઓની ઉત્પત્તિ તથા શરીરની માગણું ઉપનિષદોમાં પણ સૃષ્ટિની ઉત્પત્તિ સંબંધમાં નીચે મુજબ વર્ણન આવે છે (જુઓ ઐતરેય ઉપનિષદ અ૦ ૧ અને ૨): પ્રથમતઃ વિરાટ પુરુષના સૂક્ષમ દેહની ઉત્પત્તિ થઈ (વૃક્ષાંક ૩ થી ૧૨ આ સૂક્ષમ ઉત્પત્તિ છે એમ સમજવું), ત્યાર બાદ અંડ ઉત્પન્ન થયે તે અંડાકારમાંથી જેમ પક્ષી આદિ અંડમાંથી બહાર પ્રકટ છે તેમ પ્રથમ વિરાટનું મુખ ઉત્પન્ન થયું એટલે ભેદને પામ્યું. મુખમાંથી વાણી, વાણુમાંથી અમિ, બાદ બે છિદ્ધોવાળી સિકા ઉત્પન્ન થઈ એટલે ભેદને પામી, નાસિકામાંથી પ્રાણેદિય, ઘાકિયમાંથી (વાયરૂ૫) પ્રાણુ એટલે પ્રાણવાયુરૂપ દેવતા; બાદ આંખનાં બે છિદ્રો ઉત્પન્ન થયાં તેમની ચક્ષુરિંદ્રિય અને ચક્ષુમાંથી દેવતા આદિવ; બાદ બે કાન, કર્ણના બે છિદ્રોમાંથી શોકિય, શોદિયમાંથી દિશા; બાદ ત્વ, સ્પર્શેન્દ્રિયમાંથી લેમ,