________________
ગીતાહન ] આમ ઉમા(અપરવિલા) પાસેથી આ બ્રહ્મ છે એમ સૌથી પ્રથમ તેઓએ જાણ્યું. [ ૨૦૦ તમો પણ “હું” કે જે બહા૫ છું તેને જ પામશે” (જુઓ ભા. કં. ૧૦, અ૦ ૭૩, ઢેક ૧૮, ૨૧, ૨૨.) ઉદ્દેશ એ કે, જે કર્મો ઈશ્વરાર્પણ દષ્ટિથી કરવામાં આવે છે તે સર્વ યજ્ઞકર્મો કહેવાય.
છ પ્રાકૃત સૃષ્ટિએ બ્રહ્મદેવે પૂર્વે એટલે પ્રથમના કલ્પના આરંભમાં યજ્ઞના અધિકારવાળી મનુષ્યાદિ પ્રજાને ઉત્પન કરી. તેમને કહ્યું કે, આ યજ્ઞાદિ કર્મો વડે તમો વૃદ્ધિને પામે, આ યજ્ઞ કરવાથી તમને તે ઈચ્છિત ફળ આપનાર થશે. તાત્પર્ય એ કે બ્રહ્માએ પૂર્વે એટલે પ્રથમના કક્ષાના આરંભમાં જે કર્મની શરૂઆત કરી તે પ્રથમનું કર્મ એ યજ્ઞ છે. ઉપર કહેવામાં આવેલું જ છે કે, ઈશ્વર(વૃક્ષાંક ૨) એ જ યજ્ઞપુરુષરૂપ છે. તેણે ઉત્પન્ન કરેલી મહત્તવાદિ પ્રાકૃત અને વિકૃત દશ સૃષ્ટિ સંબંધે પ્રીમદ્ભાગવતમાં બતાવેલ કમ નીચે સંક્ષેપમાં આપવામાં આવે છે, તમામ વટબીજ ન્યાયાનુસાર યજ્ઞ જ કહેવાય છે.
મિત્રેય કહે છે: ઈશ્વરીય મિથ્યા સંક૯૫થી ઉદ્દભવેલા સર્વના આદિ કારણરૂપ એ “હું” (વૃક્ષાંક છે) આભાસ કિવા ફુરણા થઈને જ માયા, પ્રકૃતિ, શક્તિ, મહાનિયતિ કિવા ઈશ્વર(લક્ષાંક ૨) ની શક્તિરૂપે પ્રથમ પ્રકટ થયેલો છે. ઈશ્વરના ઈક્ષણરૂપ કાળને અધીન એવી આ ઈશ્વરીય શક્તિ વા માયામાંથી સત્વ, રજ અને તમોગુણનું મિશ્રણ જેમાં સમાન છે, એવું અવ્યક્ત નામનું એક તત્વ કે જે સર્વેનું પ્રધાન કારણ કહેવાય છે, તેની પ્રસૂતિ થવા પામેલી છે. આ પ્રધાન તત્વ(ક્ષાંક ૪) એ જ દુષ્યને સુક્ષમ અને સ્થલ રૂપે પ્રકાવનારું સર્વને બીજરૂપ એવા મહાત્વાદિનું પણ આદિ બીજ છે. આ પ્રધાન તત્તમાંથી જ્ઞાનશક્તિ અને ક્રિયાશક્તિ ઇત્યાદિ સર્વશક્તિઓનું મિશ્રણ જેમાં એકસરખું છે તેવું એક સૂક્ષ્મ તત્વ પ્રકૃતિને પામેલું છે. જેને અર્ધનારીનટેશ્વર અથવા પ્રકૃતિપુરુષ એમ કહેવામાં આવે છે (ક્ષાંક ૫ જુઓ). તેમાંથી સર્વ ગુણોનું તથા જ્ઞાન અને ક્રિયાશક્તિનું જેમાં મિશ્રણ છે, એવું તત્વ કે જે પ્રાકૃત વૈકૃતાદિ દશ સુષ્ટિની ઉત્પત્તિનું આદિ કારણ ગણાય છે; તે મહાપ્રાણ, છવ કિવા મમભાવ નામનું તત્ત્વ ઉત્પન્ન થયેલું છે (જુઓ વૃક્ષાંક ૬) તમાંથી મહત્તવની ઉત્પત્તિ થવા પામેલી છે. જે ઈશ્વર કિવા પુરુષ (વૃક્ષાંક ૨)ના અંતઃકરણપ છે. સૃષ્ટિ સંસાની શરૂઆત અત્રેથી જ શરૂ થાય છે. આ જ તત્ત્વ એ દશ્યાદિના સૂક્ષ્મ પ્રાકટ્યનું મૂળ સ્થાનક કહેવાય છે. આ મહત્વની ઉત્પત્તિ એ જ પ્રાકૃત પ્રથમ સુષ્ટિ કહેવાય. આને ભૂતપ્રકૃતિ પણ કહે છે (વૃક્ષાંક 9). બાદ પાંચ તન્માત્રા, પાંચ મહાભૂતો, પાંચ જ્ઞાનેંદ્રિયો અને પાંચ કર્મે દ્વિ તેમ જ તેના દેવતા તથા મન વગેરે સમભાવ ઉત્પન્ન કરવાનું બીજ જેમાં છે, એવો બીજભૂત આકાર (ક્ષાંક ૮) ઉત્પન્ન થયો, તે પ્રાકૃત બીજી સૃષ્ટિ કહેવાય. આના દેવતા દ્ધ છે. આ અહંકાર (વૃક્ષાંક ૮)ની તામસ, તેજસ અને વૈકારિક એવી ત્રણ પેટા શાખાઓ છે તે જ અમે ત્રીજ, ચોથી અને પાંચમી પ્રાકત સૃષ્ટિ છે.
અહંકારની પેટા શાખાઓ પ્રાકૃત ત્રીજી સષ્ટિમાં પ્રથમ શાખા (૧) શબ્દ, (૨) સ્પર્શ, (૩) રૂ૫, (૪) રસ અને (૫) ગંધ એ પાંચ તન્માત્રા તથા તેમાંથી ઉત્પન્ન થયેલ, (૧) આકાશ, (૨) વાયુ, (૩) વહિ, (૪) જળ અને (૫) પૃથ્વી
૧ બ્રહ્મદેવના દિવસને કલ્પ કહે છે, તેટલો સમય તેની રાત્રિ હોય છે. બંને મળીને અહોરાત્ર કહેવાય છે. વીશ અહોરાત્ર એટલે એક માસ, બાર મહિના એટલે એક વર્ષ અને તે પ્રમાણે તેના સે વર્ષનું બ્રહ્મદેવનું આયુષ્ય હોય છે, આથી પૂર્વે એટલે બ્રહ્મદેવની ઉત્પત્તિ થઈ તેના પ્રથમના ક૫માં એમ સમજવું; કારણ “ધતા થયા
ઊંકવાદાથ” વિધાતા બ્રહ્મદેવ પોતાના પ્રથમના કલ્પમાં જેવી સૃષ્ટિની રચના કરે છે, તે પ્રમાણને તેને કમ તેના સે વર્ષ એટલે સ્વસ્વરૂપમાં વિલય થતાં સુધીને માટે ચાલ જ હોય છે, એટલે કે તે પોતાનું આયુષ્ય પૂર્ણ થતાં સુધી એક કલ્પમાં એક પ્રકારની સુષ્ટિ તથા બીજા ક૫માં બીજા પ્રકારની સુષ્ટિ રચે એમ ક્કી બની શકતું નથી. દરેક બાલદેવની સુષ્ટિ તે પ્રથમ કલ્પમાં થયેલા પોતાના સંકલ્પાનુસાર પિતાનું આયુષ્ય પૂર્ણ થતાં સુધી તેમાં જરા પણ ફેરફાર નહિ થતાં ચાલ હોય છે (વધુ માટે શ્રીકૃષ્ણમજ વાજસુધા પ્રકાશન , મહાકાળપુરુષ વર્ણન ભાગ ૧ એ).
૨ વિરાટપુરુષ ક્રિયા ઈશ્વર એટલે વૃક્ષાંક ૨ સમને તથા તેની સંકલ્પશક્તિ તે કાળ ક્રિયા ઈક્ષણ સમજે, અને સજ્જ એટલે “હું” “હું” એવું સારણ થવું તે [ ૧ક્ષાંક ૩] પ્રકૃતિ, શક્તિ, માયા દિવા મહાનિયતિ સમને,