________________
ગીતાહન ] ખરેખર આ યક્ષ કેશુ હતો એમ તેને (ઉમાને) ઇને પૂછયું. [ ૧૯૭ કર્યા બાદ જે વચ્ચે જ ચાલવાનું છોડી દે તે પણ તે ઇષ્ટ સ્થળે પહોંચી શકતો નથી તેમ વ્યવહારમાં જે મૂઢ કેવળ પુસ્તક વાંચીને કિવા શ્રવણદિ કરીને હવે આત્મા એટલે શું તે તે અમો સમજ્યા છીએ, એમ દુરાગ્રહથી માની બેસે છે કારણ કે ફક્ત પુસ્તકોનું વાચન કે શ્રવણ એટલે જ જ્ઞાન; એવું તેમનું માનવું હોય છે પરંતુ અંતર્મુખ થઈ આત્માનુભવને માટે પ્રયત્ન કરવાનું છોડી દે તેવાઓને કદી પણ આભપ્રાપ્તિ થતી જ નથી, અથવા આત્મપ્રાપ્તિને માટે કદી પ્રયત્નો આરંભ જ જેણે કર્યો નથી તેવા મૂઢના નસીબમાં પણ તે સંભવતી નથી, તેમ કર્મોનો આરંભ જ નહિ કરે તેટલા ઉપરથી કાંઈ તે નિષ્ક્રિય ભાવને પ્રાપ્ત થઈ શકતો નથી, પરંતુ ઉપર બતાવેલી કર્મયોગનિષ્ઠાનુસાર કર્મ કરતી વખતે તે તમામ આત્મસ્વરૂપ છે, એમ નિશ્રમપૂર્વક સમજીને અર્થાત તેવા પ્રકારની કેવળ એક આત્મદષ્ટિમાં જ રિત થઈને જે કર્મો થાય છે. તે તમામ કર્મો વાસ્તવિક નિષ્ક્રિય રૂ૫ ગણાય છે. આ રીતે કર્મ કરવા છતાં તેમાં લિપ્ત નહિ થવાની જે કુશળતા અથવા યુતિ તેને જ કર્મ યોગ કહે છે અને તે પુરુષ જ ખરી નિષ્કર્માતા પ્રાપ્ત કરી શકે છે.
સાચી સિદ્ધિ પ્રાપ્ત થવાની યુક્તિ નિસંગ આત્મસ્વરૂપમાં કર્તા, કરણ અને કર્મ તથા તેના સાક્ષીભાવને સંભવ કદીપણ હોઈ શકે જ નહિ, એવા પ્રકારના નિશ્ચયથી કર્મને આરંભ થવા અગાઉ આત્મામાં કર્મની ઉત્પત્તિ થવી કદાપિ શક્ય નથી એ રીતે અથવા તે વૃત્તિનું ઉત્થાન થતાંની સાથે જ તે આત્મરૂપ છે એમ સમજીને તેને તતકાળ દાબી દેવી. આ બે પૈકી અંતઃકરણમાંથી જે જે વૃત્તિનું ઉત્થાન થાય એટલે તુરત તે આત્મરૂપ છે એવા પ્રકારની જે યુક્તિ તે કર્મસંન્યાસ કહેવાય, કેમકે આમાં પ્રથમતઃ વૃત્તિનું ઉત્થાન જ થવારૂપ કર્મ થયું અને પછી તે આત્મસ્વરૂપ છે એ રીતે તેને સંન્યાસ થયો; તેથી તે કર્મ સંન્યાસ કહેવાયો. તેવો કર્મસંન્યાસ જ ખરી નકમ્ય સિદ્ધિ પ્રાપ્ત કરાવી આપે છે અને અંતઃકરણમાં વૃત્તિનું ઉત્થાન જ થવા નહિ દેવું, એવી સાવચેતી રખાવતારી યુક્તિ તે સાંખ્યયોગ, બુદ્ધિયોગ, જ્ઞાનયોગ કિવા જ્ઞાનસંન્યાસ કહેવાય છે કારણકે, આમાં આત્મા તદ્દન અસંગ છે, તેમાં હું, તું, તે, આ વગેરે ભાવની ઉત્પત્તિ થવી કદી પણ શક્ય નથી, એવા પ્રકારની જ્ઞાનની પ્રથમ જરૂર હોય છે આથી તે જ્ઞાનયોગ કહેવાય, તથા અંતઃકરણમાં વૃત્તિનું ઉત્થાન થયા બાદ આ સર્વ આત્મસ્વરૂપ જ છે, એવા પ્રકારે તેને દાબી દેવારૂપ જે યુક્તિ તે કર્મવેગ કહેવાયો. કેમકે તેમાં જેમ દાગીના સુવર્ણરૂપ જ છે, એમ જાણવાની આવશ્યક્તા હોય છે તેમ વૃત્તિનું ઉત્થાન થયું કે તે આત્મસ્વરૂ૫ છે, એ પ્રમાણે સમજવાની જરૂર હોય છે. આ મુજબ તત્ત્વજ્ઞાનીઓએ આ બે પ્રકારની નિષ્ઠા, શ્રદ્ધા કિવા અભ્યાસની યુક્તિઓ કહેલી છે, તે બંનેનો સંખ્ય કિવા બુદ્ધિગમાં સમાવેશ થઈ જાય છે. તેનું અવલંબન કરવાથી ખરી નૈષ્કસ્પેસિદ્ધિ પ્રાપ્ત થઈ શકે છે, સંક્ષેપમાં એટલું જ કે, આ સર્વ કર્મો આત્મસ્વરૂપ જ છે, એવી દષ્ટિને આશ્રય કરી અભ્યાસ કરવો તે કર્મયોગ તથા આત્મામાં કર્મ, તેનો કરનાર તથા તેને સાક્ષી વગેરે ભાવો કદી ઉત્પન્ન જ II થયા નથી, માટે આ દશ્ય આદિ જે જે કાંઈ ભાસે છે; તે સર્વથી ભિન્ન એ આત્મા છે, તે તો તદ્દન નિસંગ હોઈ તેમાં કદી કાંઈ પણ સંભવતું જ નથી, એવા પ્રકારની જે અભ્યાસયુક્ત તે જ્ઞાનયોગ કહેવાય. પરમ શ્રેય એટલે જેની પ્રાપિત થવાથી ફરી વાર પુનઃ કદી દુઃખ પ્રાપ્ત થતું નથી, તે સ્થિતિની પ્રાપ્તિ કરાવી આપનારા સાંખ્યયોગના આ જ મુખ્ય બે માર્ગો છે.
न हि कश्चित्क्षणमपि जातु तिष्ठत्वकर्म कृत् ।। કર્થ વા ને લગતીને વા.
તમામ જીવોનાં કર્મો પ્રકૃતિએ જ નિશ્ચિત કરેલાં હોય છે હે અજુન ! વ્યવહારમાં સર્વત્ર નજર કરીને જે કે કોઈ પણ પુરુષ એક ક્ષણ માટે પણ કામ કર્યા સિવાય કદી રહી શકે છે ખરે છે? જાણે કિવા અપણે તે કોઈને કાંઈ કર્મ કર્યા જ કરે છે. અરે ! જે કે ઘોર નિદ્રામાં પડેલો પુરુષ પણ અજાણપણે આમથી તેમ આટે છે. તેમ જે કાંઈ કરતું નથી એવું