________________
૨૦૪ ] અચાન્વેષાજ્યપાત્રતે નવા વસે– [ સિદ્ધાન્તકારડ ભ૦ ગીર અ૦૩/૯ સમજે છે, તે જ આ પ્રકૃતિની પરવશતામાંથી છૂટી શકે છે; પરંતુ જે હું શરીર છું એવું અભિમાન રાખે છે, તેઓ આ પ્રકૃતિની પરવશતામાં સપડાયેલા વાસનાત્મક દીન અને પામર એવા અજ્ઞાની છવો , એમ જાણવું.
कर्मेन्द्रियाणि सश्यम्य य आस्ते मनसा स्मरन् । इन्द्रियान्विमात्मा मिथ्याचारः स उच्यते ॥ ६ ॥ यस्त्विन्द्रियाणि मनसा नियम्यारभतेऽर्जुन । कर्मेन्द्रियैः कर्मयोगमसक्तः स विशिष्यते ॥ ७ ॥
- મિથ્યાચારી અને અત્યાચારીમાં ભેદ શ્રીભગવાન કહે છેઃ હે અર્જુન ! આ નિયતિની પરવશતારૂપ બેડીમાંથી છૂટવાને માટે આ લોકમાં (૧) જ્ઞાનયોગ અને (૨) કર્મયોગ રૂ૫ બે નિષ્ઠાઓ ઉપર કહેલી છે. તેનું અંતઃકરણમાં અવલંબન નહિ કરતાં જેઓ કેવળ બાદ ઇકિય અર્થાત કમેકિનો સંયમ કરી અમો સંયમી છીએ એમ બતાવે છે અને મનમાં તે અનેકવિધ વિષયોનું ચિંતન કર્યા કરે છે, તેવો મૂઢ પુસ્થ મિથ્યાચારી, દાંભિક અથવા ઢેગી કહેવાય છે; કારણ કે, સ્થળ દ્વાર: થતાં કર્મો તે નિયતિતંત્રના આધારે થતાં રહે છે, તેમાં કિંચિત્માત્ર પણ કરકાર થઈ શકતો નથી, જે ઉપર જણાવેલું જ છે; છતાં ઉપરથી બાહ્ય ઇંદ્રિયાને વશ રાખવાને ડાળ કરનારા અને મનમાં અનેકવિધ વિષયોનું ચિંતન કરનારા બયાનીએ તે કેવળ દાંભિક જ ગણાય; પરંતુ હે અર્જુન! જે મન વડે સર્વ ઇકિયેનું આકલન એટલે નિયમન કરે છે, જેને ઈદ્રિયોના વિષયો પ્રત્યે કિચિન્માત્ર પણ આસક્તિ હોતી નથી, એવો પુરુષ કમેં કિયો દ્વારા કર્મો કરે છતાં પણ તે ઉપર કહેલા કેવળ કમેંદ્રિોનું નિયમન કરનારાઓ કરતાં અત્યંત શ્રેષ્ઠ છે. ઉદેશ એ કે, જે પુ મનમાં ઇંદ્રિયોના અનેકવિધ વિષયોનું ચિંતન કર્યા કરે છે અને બહારથી તે લેકામાં જાણે મોટે સંયમી ન હોય તેવો ડોળ બતાવવાને કર્મેન્દ્રિયોને વશ રાખવાને દાવો કરે છે, તેવા બગભગતમાં તે મિથ્યાચાર એટલે દંભ વિના બીજું કાંઈ પણ નથી; પરંતુ જે મન વડે સર્વ ઇકિયાને વશ રાખી તેમને પોતપોતાના વિષયોથી નિવૃત્ત કરે છે એટલે કે અંતઃકરણમાં ઈદ્રિના શબ્દાદિ તન્માત્રાઓ રૂ૫ સૂકમ વિષયોનું ઉત્થાન થતાં જ આ સર્વ આત્મસ્વરૂપ છે, એમ કહી તેને તરત દાબી દે અથવા અંતઃકરણમાંથી વિષયનું ઉત્થાન જ થવા નહિ પામે એ રીતની સાવચેતી રાખે છે, તે પુરુષ જ ખરો સંયમી કહેવાય છે. તેવા પ્રકારે સંયમ કરનાર અને ઇન્દ્રિયોના વિષયોમાં કિંચિત્માત્ર પણ આસક્ત નહિ થનારો પુરુષ કર્મયોગી સમજ. મનમાં સંકલ્પ ઊઠતાંની સાથે તે તરત આત્મસ્વરૂપ છે, એવું નિશ્ચયપૂર્વક જાણ ઉપર જણાવ્યા મુજબના આ સર્વાત્મભાવરૂપ કર્મયોગને આશ્રય કરી કમેંદ્રિય વડે કર્મનો આરંભ ભલે કરે તો પણ અતિશ્રેષ્ઠ છે, એમાં જરા પણ શંકા નથી. શ્રીભગવાને અત્રે કર્મયોગ કેને કહેવો તે વ્યાખ્યાની સ્પષ્ટતા કરેલી છે. મનમાં સંકલ્પ ઊઠતાં જ તે આત્મસ્વરૂપ છે એવી રીતે દરેક ઈદ્રિયોને પોતપોતાના વિષયોમાંથી પરાભુખ કરનાર અને જે ઈદ્રિયોના વિષમાં લેશ માત્ર પણ કદી આસક્ત થતો નથી એવો સંયમી એટલે જીવન્મુક્ત પુરુષ જ કર્મયોગને આશ્રયી કહેવાય છે. તાત્પર્ય, કર્મયોગમાં બુદ્ધિને કેવળ એક આત્મામાં જ સ્થિર રાખવી, આત્મામાંથી જરા પણ ઢળવા દેવી નહિ, એટલી દક્ષતા રાખ્યા પછી ગમે તેટલાં કર્મોને આરંભ કરવામાં આવે તોપણ હરકત આવતી નથી કેમકે આ પ્રમાણે જે કર્મો કરે છે તે જીવન્મુક્ત હોવાથી કર્મો કરવા છતાં પણ અસંગ જ ગણાય છે.
૧ આય એવી માયાશક્તિ કિવા પ્રકૃતિ એટલે અધટિત બાબત કરી બતાવનારી જે માયા નામની શક્તિ, તેનું સ્વરૂપ એ છે કે, ચિકરસ એવા આત્મસ્વરૂપને કારણે અનેક વિચિત્ર માસેથી ભાસમાન થવું. આ રીતે માયા વડે ગમે તેટલા ભસે થવા છતાં પણ આત્મા તે કદી ચલાયમાન થતા જ નથી. પ્રકૃતિ, નિયતિ પણ વિવર્તરૂપે પર્યાયે તેની જ એક સંશા છે. ઈશ્વરીશક્તિ પણ તે જ કહેવાય છે (લક્ષાંક જુઓ ).