________________
ગીતાદહન ] તેથીજ આ અન્યાદિ ત્રણે દેવતાઓ બીજા દેવતાને માટે અત્યંત પૂજ્ય યા શ્રેષ્ઠ થયા. [ ૨૦૪ તેથી તેવા આત્મારામ પુરુષે સદાચાર અનુસાર એટલે સ્વાભાવિક રીતે જ શુષ્કપર્ણવત ક્રિયાઓ કરવી પણ મન, બુદ્ધિ આદિ જ્ઞાનેન્દ્રિયો વડે વિષયાદિનું ચિંતન કરીને હર્ષ શોકાદિ વિકારવાળા થઈને કદી પણ રહેવું નહિ. બ્રહ્માથી માંડીને સર્વ ઉત્તમ ચિત્તવાળા જીવન્મુક્ત પુરુષો પણ નિયત થયેલી આ અવસ્થામાં જ સ્થિત રહે છે, કેમકે નિયતિ કિવા દૈવનો એવો જ નિશ્ચય છે. અજ્ઞાની છે અને જ્ઞાની મહાત્માઓ તથા જે જે કાંઈ આ દશ્યવર્ગ રૂપે રહેલું ભાણે છે, તે સર્વ જેમ નદી, નાળાં વગેરેનું જળ હંમેશ સમુદ્રમાં જ જઈને મળે છે, તેમ નિયતિએ નિશ્ચિત કરેલા નિયમ અર્થાત દેવ તરફ જ વળે છે; તેની પ્રવૃત્તિ આ નિયતિ નિયમાનુસાર જ થાય છે, માટે જ્ઞાની પુરુષો પણ મન, બુદ્ધિ આદિને સમાન રાખી, એટલે (આત્મનિષ્ઠામાં સ્થિત રાખી) પિતાને દેહ હોય ત્યાં સુધી ચાલુ રહેનાર પ્રારબ્ધજન્ય અર્થાત પાછલાં પક્વ કર્મોનું ફલ ભોગવવાને માટે જ કર્મોકિયોનો વ્યવહાર ચાલુ રાખે છે; આ રીતે તેઓ પ્રારબ્ધજન્ય કર્મ સંપૂર્ણ થતાં સુધી વ્યવહારમાં રહી પોતાનો સમય જીવન્મુક્ત દશામાં વ્યતીત કરે જાય છે.
પ્રારબ્ધને ઓળંગી શકાય કે? અજ્ઞાની પુરુષો પ્રારબ્ધ પ્રમાણે દશા આવી પડતાં હદયમાં ખેદને પામે છે, તેથી તેમના ઉપર જે સુખદુઃખ • આવી પડે તે વડે તેઓ આકુળવ્યાકુળ બની જાય છે, તથા અંદરખાને તો અનેક વિષયવાસનાઓને હદયમાં ધરે છે; આથી તે હજારો દેહ ધારણ કરવામાં કારણભૂત બને છે. આમ અનંત પ્રકારની વિષયવાસનાવશાત તેનું પ્રારબ્ધ પણ તરેહતરેહનું બદલાયા જ કરે છે. અમુક પ્રાણીએ અમુક જન્મમાં, અમુક પ્રકારે સુખમાં રહેવું અને અમુક પ્રકારે દુઃખની દશામાં રહેવું, એવું જે કાંઈ જીવોએ પિતાનાં કર્માનુસાર પિતપોતાના લલાટમાં લખાયેલું હોય છે, તે ઘોરણે નિયત થયેલી પ્રારબ્ધની નિશ્ચિતતા અનુસાર જ તેને વ્યવહાર કરવો પડે છે; એટલે અજ્ઞાની છે કે જ્ઞાની છે તે બંને પૈકી કઈ પણ શરીર હોય ત્યાં સુધીને માટે પ્રારબ્ધને ઓળંગી શકાતું નથી (શ્રી યો નિ પૂ. સ. ૧૦૪, ૦ ૩૯ થી ૪૯).
આ સર્વ પ્રકૃતિઅર્થ કે પુરુષાર્થ ? અત્રે એવી શંકા થવા સંભવ છે કે, “એ પ્રમાણે જે નિયતિતંત્ર બધું નિશ્ચિત જ હેય તે પછી શાસ્ત્રમાં પુરુષાર્થ કરવાનું કહેવામાં આવેલું છે, તેની સિદ્ધિ થતી નથી; એટલું જ નહિ, પણ પછી આત્મજ્ઞાનરૂપ પુરુષાર્થને માટે પણ પ્રયત્ન કરવાની જરૂર રહેશે નહિ તે પણ પ્રારબ્ધવશાત થશે?” એવી શંકા કઈ કરે તે તે નિરર્થક છે. કેમકે વ્યવહાર દૃષ્ટિથી વિચાર કરીશું તે પણ જણાશે કે, વ્યવહારમાં કોઈ આપણને મળે તે તેને “તમારી પ્રકૃતિ સારી છે?” એ પ્રશ્ન પૂછવામાં આવે છે, તમારે “પુરુષ સારે છે?” એવું કદી કેઈને પૂછવામાં આવતું નથી, તે આને શું સમજવું? પ્રકૃતિ કે પુરૂષ ? જે વ્યવહારમાં પણ આને પ્રકૃતિ એમ કહેવામાં આવે છે તે પછી પ્રકૃતિ દ્વારા થનારાં તમામ કર્મો પ્રકૃતિઅર્થ ગણાય, તેને પુરુષાર્થ કહેવું એ શું ન્યાયી ગણાશે? આ રીતે ન્યાયદષ્ટિએ વિચાર કરવાથી પણ એ નિશ્ચિત થાય છે કે, પ્રકૃતિ દ્વારા થનાર તમામ વ્યવહાર પ્રકૃતિ અર્થે જ થયેલો ગણાય અને પુરુષ તે પ્રકૃતિથી પર એવો કોઈ જુદો જ હોવો જોઈએ, એમ સિદ્ધ થાય છે. હવે આ પુરુષ કેશુ? તેને વિચાર કરવો પડશે. વાસ્તવિક રીતે આ પ્રકૃતિ પણ જેના આશ્રયે અને સત્તા વંડ રહેલી છે તે જ પુરુષ છે, એમ વિચારને અંતે જણાઈ આવશે, આ પુરુષની પ્રાપ્તિને માટે જે પ્રયત્ન એ જ પુરુષાર્થ ગણાય. તે પુરુષ સ્વતંત્ર, અસંગ તથા સર્વ સત્તા અને સાક્ષીના પણ અધિષ્ઠાનરૂપ હેઈ આ પ્રકૃતિનું અસ્તિત્વ પણ તેની સત્તા વડે જ ભાસે છે. એ રીતે પુરુષની સત્તા વડે જ ભાસતી આ પ્રકૃતિ પોતાના નિયંતા પુરુષને મર્યાદામાં કેવી રીતે લઈ શકે? અથત સચિત, પ્રારબ્ધ અને ક્રિયામણુ એ ત્રણે તે પ્રકૃતિના ધર્મો હેઈ જે પોતાને હું એટલે પુરુષ, ચેતન્ય, પ્રકૃતિથી પશુ પર એ અસંગ આત્મા છે, આત્મસ્વરૂપ એવા મારામાં પ્રકૃતિનું અસ્તિત્વ કદાપિ હેઈ શકે જ નહિ એમ
૧ સંચિત, પ્રારબ્ધ અને ક્રિયમાણ સંબંધે સ્પષ્ટતા માટે શ્રી કૃષ્ણાત્મજ વસુધા પ્રકાશન ૪, મહાકાલપક્ષ વક ભાગ ૧, હિમાંશ ! એ