________________
૨૦૨]
તસ્મા જો તેવા વાતાવ– (સિદ્ધાન્તકા ભ૦ ગીર અક ૩/૫ તેમજ પંચમહાભૂતો ક્યાંથી આવ્યાં તેને માટે શું સાધન હતું અર્થાત તે સર્વરૂપે તે આ સ્વપ્ન દેખનાર વ્યક્તિને પોતાના આત્માના અધિષ્ઠાન વડે ઈશ્વરીય સત્તાથી પ્રેરિત એવું સ્વમાન્ય જ અનંત આકારે ભાસે છે, એટલે આ સ્વમથી જેનાર મનુષ્યને તો તે કેવળ પિતાના સંકલ્પબળ વડે જ ભાસે છે, તેથી તે તેને બ્રહ્મદેવ થયો. એમ સમજે. તે પ્રમાણે જ બ્રહ્મદેવને પણ ચૌદ લોકથી ભરપૂર એવું આ બ્રહ્માંડ નિર્માણ કરવાને માટે ઇતર કોઈપણ સાધનની અપેક્ષા હોતી નથી. તે તે કેવળ પોતાના સંકલ્પબળ વડે જ આ સર્વ નિર્માણ કરે છે. સ્વમમાં દેખાતા કેઈ પણ મનુષ્ય અથવા દેવ પિતાની સ્થિતિમાં યત્કિંચિત ફેરફાર કરવાને શક્તિમાન હતા નથી, કેમકે તેઓ તે સ્વમ જોનાર જીવાત્માના સંકલ્પને અધીન હોય છે. તેઓ સ્વતંત્ર હોતા નથી; તે પ્રમાણે આ બ્રહ્માંડ મધ્યેના તમામ જીવો આ નિયતિની સત્તાને અધીન હોવાથી અરીસામાંનાં પ્રતિબિંબોની જેમ પરતંત્ર હોય છે. અરીસાની સામે જેવું બિંબ હોય તેવું જ તેનું અંદર પ્રતિબિંબ પડે છે. કોઈને મેં ઉપર ડાઘ હોય અને જે તે અરીસામાં જોશે તે તેના પ્રતિબિંબમાં પણ મોઢા પર ડાઘ જ દેખાશે, કારણ કે, તે પ્રતિબિંબ પોતે પોતાના મોઢા ઉપરના ડાઘાઓ ભૂંસી નાંખવાને માટે અસમર્થ છે. જે બિંબ તે ડાઘાઓ ભૂંસી નાંખે તો પ્રતિબિંબ પણ તેમ કરે; તે મુજબ આ સર્વ અજ્ઞાનીઓ પ્રકૃતિને વશ થયેલા એવા પરતંત્ર છો છે. તે તો બિચારા આ પ્રકતિ, માયા અથવા નિયતિની સત્તાથી પરવશ બનેલા હોઈ તેની ઇરછા પ્રમાણે જ નિયત કર્મ કરવાવાળા અને તદન પરાધીન હોવાથી આ પ્રકૃતિ તેઓની પાસે ત્રણ ગુના આશ્રય વડે નિત્ય કાંઈને કાંઈ કર્મો કરાવ્યા જ કરે છે. આ સંબંધમાં નિશ્ચિતતાને માટે નીચેનું શાસ્ત્રકથન આપવું ઉચિત લાગે છે.
કેવળ કવિને નિગ્રહ એ સાચે ત્યાગ નથી. જ્યાં સુધી દેહ રહે ત્યાં સુધી સમાન ચિત્ત રાખી જે કર્મેન્દ્રિય વડે યોગ્ય વ્યવહાર કરતા નથી તે તત્વજ્ઞ નથી પણ દંભી કિવા શઠ છે. જેઓ તને નહિ જાણવાથી અજ્ઞાનમાં જ ડૂબેલા રહે છે, તેઓ જ પિતાની આ બાળબુદ્ધિ એટલે અજ્ઞાનને લીધે દેહ વડે સ્વાભાવિક રીતે જ ગ્રહણ કરાયેલી અવસ્થાઓ થકી નાસવા માંડે છે અર્થાત કર્મેન્દ્રિયોના સ્વભાવસિદ્ધ કર્મોનો ત્યાગ કરવાની ઇચ્છા સેવે છે, પરંતુ જ્યાં સુધી તલ હેય ત્યાં સુધી તેમાં તેલ હોય છે, તેમ જ્યાં સુધી દેહ હોય ત્યાં સુધી પ્રારબ્ધવશાત એટલે નિયતિના સંકલ્પ ડિવા ઇરછા મુજબ કાંઈને કાંઈ કર્મો તો તે કર્યા જ કરે છે. આ રીતે જે મનુષ્ય આ દેહ સંબંધી દશા અર્થાત નિયતિના નિયમ પ્રમાણે ઇન્દ્રિયોનાં ઠરેલાં સ્વભાવજન્ય કર્મો કરતો નથી એમ કહેવા માગે તો તે વાત આકાશને તલવાર વડે કાપી નાંખવાની જેમ તદ્દન અશક્ય છે. વાસ્તવિક દેહદશાઓ સંબંધી સર્વોત્તમ ત્યાગ તો તે જ છે કે, યોગ એટલે ચિત્તમાં સંકલ્પ ઊડતાં જ તેને આ સર્વ આત્મસ્વરૂપ છે એવા પ્રકારે તરત દાબી દેવા અંતઃકરણમાં વિષયોનું સ્કુરણ જ થવા નહિ દેવું. આ પ્રકારના વેગને લીધે ચિત્તની જે સમાનતા
અથવા નિઃસંગતા થવી એ જ સાચો ત્યાગ છે; બાકી કેવળ કર્મેન્દ્રિય તરફ ચિત સ્થિર રાખી એટલે કમેં કિયેને જ હઠ વડે રોકી રાખવી અને મનમાં તે અનેક વિષયનું સમરણ કરતાં રહેવું એ દેહદશા સંબંધી ત્યાગને સાચા ઉપાય નથી.
દેહ હોય ત્યાં સુધી જ્ઞાનીઓ પણ પ્રારબ્ધ ભેગવે છે. જ્ઞાની પુરુષે પણ અંતઃકરણમાંથી સમતાને ત્યાગ થવા નહિ દેતાં એટલે અંતરમાં વિષયોની વૃત્તિઓનું ઉત્થાન થવા નહિ દેતાં અસંગ અથવા અનાસક્ત થઈ પિતાને દેહ રહે ત્યાં સુધીને માટે આ દેહ સંબંધી દશા એટલે પ્રારબ્ધવશાત નિયતિથી નિશ્ચિત થયેલાં કર્મોકિયોનાં સ્વભાવજન્ય કર્મોનો વ્યવહાર સદાચારને અનુસરીને કરતાં રહેવું; એટલે તેની વ્યવહાર દષ્ટિએ જોવામાં આવતી કાયિક, વાચિક અને માનસિક આદિ સર્વ ક્રિયાઓ ગુણયુક્ત નહિ પણ સક્પા જ હોય છે. કેમકે તે ગુણેથી પર અર્થાત તદ્રુપ (આત્મરૂપ) બનેલ હોવાથી તેની વ્યવહારદષ્ટિમાં દેખવામાં આવતી સઘળી ક્રિયાઓ પણ વાસ્તવિક સક્પ જ હેય છે. તેવા બ્રહ્મનિષ્ઠ મહાપુરુષને આચાર સ્વતસિદ્ધ અને સ્વાભાવિક થતું હોવાથી તેને શાસ્ત્રકારો સદાચાર કહે છે.