________________
૧૯૮ ] ના પ્રતિ હોવાર ૪ો વા કિ મીતિ– [ સિદ્ધાન્તકાડ ભ૦ મી. અત્રે ૩/૫ કહે છે તે પણ વાસ્તવિક રીતે તે કાંઈને કાંઈ કર્મ કર્યા જ કરે છે; કર્મો શરીર, વાણી અને મને એમ ત્રણ પ્રકારથી થાય છે. વાસ્તવિક રીતે તે કઈ શારીરિક કર્મ કર્યા વગર રહી શકતો નથી, પ્રકૃતિને તે સ્વભાવ જ છે. કદાચ કોઈ કહે કે, હું કાંઈ કરતો નથી પણ પડી રહ્યો છું, તે આમ પડી રહેવું, નિદ્રા લેવી એ પણુ વસ્તુતઃ તે કર્મ જ છે. તે છતાં શારીરિક કર્મ કરતો ન હોય તે વાચિક કર્મ કરે છે તથા વાચિક કર્મ પણ કરતા નથી, એમ કહે તે માનસિક કર્મ તે કર્યા જ કરે છે, એ તો દરેકના અનુભવની વાત છે; કારણ કે પ્રકૃતિના પાશમાં પરતંત્ર બનેલા અને તેના જ ત્રણ ગુણની મર્યાદામાં સપડાયેલા એવા આ બધા અજ્ઞાની છો પાસે આ પ્રકૃતિ પરાણે નિત્યપ્રતિ કાંઈને કાંઈ કર્મ કરાવ્યે જ જાય છે.
પ્રકૃતિના નિયત કાર્યોમાં કદી ફેરફાર થતો નથી શ્રીભગવાન અત્રે પ્રારબ્ધવાદ વા નિયતિની નિશ્ચિતતા બતાવે છે. તેમને કહેવાનો ઉદ્દેશ એ છે કે, પ્રત્યેક પ્રાણી પિતે હું અમુક કર્મ કરું છું અથવા નથી કરતો, અમુક કરીશ કે નહિ કરું, હું કરું છું તે જ કર્મ થાય છે ઇત્યાદિ જે જે કાંઈ સમજે છે, તેમની તેવી માન્યતા ભૂલભરેલી હોય છે; કારણ કે પ્રાણી માત્રને માટે કયારે, કયાં, અને કયું કર્મ કરવું તે સંબંધમાં નિયતિ એટલે ત્રણ ગુણવાળી પ્રકૃતિ, માયા કિવા ઈશ્વરની ઈચ્છાશક્તિ (વૃક્ષાંક ૩) એ ઈશ્વર(વૃક્ષાંક ૨)ની પ્રેરણાનુસાર પ્રથમથી જ નિર્ણય કરી રાખેલ હોય છે, તેમાં કોઈ કદી કિંચિત્માત્ર પણ ફેરફાર કરી શકતો નથી. કર્મ કરવાં કે નહિ કરવા અથવા તો તે કયાં કયાં અને કેવી રીતે કરવાં વગેરે બાબતે અર્થાત કાળ, દેશ અને ક્રિયાની મર્યાદાઓ પ્રત્યેક પ્રાણને માટે નિયતિએ પ્રથમથી જ નિશ્ચિત કરાવેલી હેય છે, તેમાં કિંચિત્માત્ર પણ ફેરફાર કરવા કોઈ સમર્થ નથી. આ નિયતિ, પ્રકૃતિ કિવા ઈશ્વરને માયાશક્તિ (રક્ષાંક ૩) એ જ પોતે હિરણ્યગર્ભ (વૃક્ષાંક ૧૨)રૂપે અને પછી સમષ્ટિ અભિમાની બ્રહ્મદેવ (રક્ષાંક ૧૩) બલી પોતાના સંકલ્પ અનુસાર આ વિરાટ (ક્ષાંક ૧૪ તથા ૧૫ g) એવું સમષ્ટિરૂપ બ્રહ્માંડ ઉત્પન્ન કરેલું છે. તેમાં ઋષિ, મનુ, ઇંદ્ર, આદિ દિફપાળ તથા દેવ, અસુર, નાગ, મનુષ્ય ઈત્યાદિ અસંખ્ય પ્રાણીઓના જે સમૂહે ઉત્પન્ન થયેલા છે, તે સર્વ આ નિયતિના નિયત કરેલા નિયમાનુસાર પોતપોતાનું કરેલું કાર્ય બિનચુક કર્યું જાય છે, આમાં કંઈપણ છવો વ્યવહાર દષ્ટિએ થનારા આ પ્રકૃતિના નિયત કાર્યોમાં કિંચિત્માત્ર પણ ફેરફાર કરવા શક્તિમાન હતા નથી, કેમકે તે સર્વે નિયતિપાશમાં પરતંત્ર છે. આના વધુ સ્પષ્ટીકરણ માટે દેહાંત સાથે સમજાવવામાં આવે તે તેથી વધુ પ્રકાશ પડશે.
નિયતિની સ્પષ્ટતાને માટે સુવર્ણનું દષ્ટાંત ઉદાહરણને માટે સુવર્ણ લે અને તેના દાગીના બનાવવાના છે એમ સમજે; આમાં (૧) સુવર્ણ, (૨) દાગીના માલિક, (૩) માલિકની ઇચ્છાશક્તિ પ્રમાણે દાગીનાનું કામ નિયત કરીને તે પ્રમાણે કરાવી લેનારો તથા તે બરાબર થાય છે કે નાહ તે ઉપર દેખરેખ રાખનારો એવો એક વિશ્વાસુ મુનીમ, (૪) જેટલા સુવર્ણના દાગીના બનાવવાના હોય તે સુવર્ણની એક લગડી (ગાળ), (૫) દાગીને બરાબર બનાવે એટલા માટે કારીગર પર દેખરેખ રાખનારો માલિક તથા તેના મુનીમનો વિશ્વાસુ મહેતાજી કે જેને સુવર્ણ અને દાગીનાઓની પણ માહિતી હોય તે, (૬) કારીગર તેમ જ, (૭) કારીગરોએ બનાવેલા ભિન્ન ભિન્ન લાગીનાઓ અને, (૮) તે ઉપરની વિવિધ નાશી વગેરે કાર્યો, આ પ્રમાણેની વ્યવસ્થાની જરૂર હોય છે. હવે દાગીના બરાબર થયા કે નહિ તે માતાજી મારફત મુનીમ તપાસે છે અને બરાબર નથી, આ બરાબર છે વગેરે માલિકની ઈચ્છાનુસાર શન પસંદ કરવાનું કાર્ય તે પોતે જ કરે છે. તેની આજ્ઞાનુસાર મહેતાજી દાગીના બનાવવાનું તથા તેડવાનું વગેરે તમામ કાર્ય કારીગરોની પાસે કરાવે છે, પરંતુ તેથી, ઉત્પન્ન થતું સુખદુઃખ ભોગવવાનું કામ તે કારીગરોનું જ હોય છે. માતાજીનું કાર્ય સેનું આપ્યું તે પ્રમાણે બરાબર પાછું આવ્યું કે નહિ તેની ખાત્રી કરી લેવી અને દાગીને તૈયાર થઈ ૫સંદગી થતાં સધીની તમામ માહિતિ મુનીમને પૂરી પાડવી એટલું જ હોય છે, તથા કહે કે આ સાર નથી તે તેની આજ્ઞાનુસાર કારીગર પાસે તે ફરીથી તૈયાર કરાવે છે. કારીગરને તે તેડીને ફરીથી બનાવ પડે છે. આમ સુખદુઃખ