________________
ગીતાહનJતનિશ્ચિત બ્રહમ હતું એમ ઉમાએ કહ્યું. આ બ્રહ્મના વિજયમાં જ તમે મહિમા પામ્યા છે. [૧૯૭
તો આ કારીગરોને જ ભોગવવાં પડે છે. મહેતાજીનું કાર્ય તે મુનીમની સૂચના પ્રમાણે દાગીના બરાબર થયો કે નહિ તે જોઈ તે તૈયાર થયે તેને બતાવી તેની પસંદગી મેળવવી એજ હેય છે; તેથી તે પણ સુખદુઃખને ભાગીદાર નથી. માલિકની પ્રેરણા પ્રમાણે દાગીનાઓ તૈયાર થયા એટલે તેની આજ્ઞા પ્રમાણે મુનીમ તેને સ્વાધીન કરે છે, એટલે તેને પણ સુખદુઃખ નથી.
સુવર્ણ તથા અલંકા સાથે ઈશ્વરી માયાની સરખામણી આ દાંતમાં જણાવ્યા પ્રમાણે સુવર્ણ એ આત્મા(વૃક્ષાંક ૧) સમજો. તેને તે દાગીના કે તેના માલિક, મુનીમ, મહેતાજી, કારીગરો વગેરે કશાની પડી હતી નથી અને તે દાગીનારૂપ થવાથી તેના સ્વરૂપમાં કાંઈ વિકાર થયો એમ પણ નથી; તેમાં આ માલિક મુનીમાદિ ભાવો સાવ મિથ્યા છે; તેમ આ આત્મા તદ્દન નિર્લેપ અને અસંગ છે. સુવર્ણ માલિક જેટલા સુવર્ણના દાગીના બને તેટલા દરેક આકારોને સાક્ષી હોય છે, તેમ આ ઈશ્વર (વૃક્ષાંક ૨) સર્વના હદયનો અર્થાત તમામ દશ્યાદિનો સાક્ષી અથવા દ્રષ્ટા છે, એમ સમજે. તેની ઈક્ષણ(પ્રેરણા) શક્તિ અનુસાર જેમ મુનીમ મહેતાજીને સુવર્ણ આપી તેની મારફતે કારીગર પાસે અનેક પ્રકારના દાગીનાઓ બનાવરાવી લેવાનું કાર્ય કરે જાય છે, તેમ ઈશ્વરની “હુ' રૂ૫ માયા, પ્રકૃતિ કિંવા નિયતિ શકિત(વૃક્ષાંક ૩) એ મુનીમ છે, એમ સમજે, તેની આજ્ઞા પ્રમાણે જ મહેતાજી અને કારીગરને વર્તવું પડે છે, તેમ આ નિયતિ કિંવા માયા(વૃક્ષાંક ૩)ની આજ્ઞા મુજબ અવ્યકત પ્રકૃતિ(વૃક્ષાક ૪) અર્ધનારીનટેશ્વર(વૃક્ષાંક ૫) તથા મહાપ્રાણવૃક્ષાંક ૬ )ને વર્તવું પડે છે. તેઓ આ નિયતિ સહેજ પણ ઉલ્લંઘન કરી શકતા નથી. જેમ જેટલા સોનાના દાગીને બનાવવા હોય તેટલા સુવર્ણને એક ગોળ તથા તેમાંથી કયા કયા દાગીના બનાવવા તેની તમામ સૂચનાઓ મુનીમ મહેતાજીને આપે છે: આ સુવર્ણનો ગોળે કિંવા લગડી એ આત્માનું અવ્યકત સ્વરૂપ(વૃક્ષાંક ૪) સમજે, તેમાં ભાવિ અનેક બ્રહ્માંડના સમૂહા, તથા તેમાં ચાલનારા તમામ વ્યવહારની નિશ્ચિતતાનું બીજ હોય છે. આ સમગ્ર બ્રહ્માંડ ઉત્પત્તિ પૂર્વે અને વિલય પછી આ અવ્યક્ત તત્વમાં જ રહે છે. જેના પર માલિક તથા મુનીમને પણ વિશ્વાસ છે, તથા જેને દાગીનાનું પણ સંપૂર્ણ જ્ઞાન છે, એવો જે મડેલાજી કો તે ક્રિયાશકિત તથા જ્ઞાનશકિતયુકત એવું અર્ધનારીનટેશ્વર કિવા પ્રકૃતિપુરુષનું ઐક્યરૂપતસ્વવૃક્ષાંક ૫) સમજે અને કારીગરો એટલે મારું મારું કહી મિયા પહંકાર ધારણ કરનાર મહાપ્રાણ કિંવા જીવાત્મા(વૃક્ષાંક ૬) સમજે. આમ મમભાવ ધારણ કરનારા મિથ્યા અભિમાની છો તો અસંખ્ય હોય છે. હવે દાગીના બનાવવા માટેનાં સાધને હથિયારો વગેરે તે મહત્તત્ત્વથી બ્રહ્માંડ(વૃક્ષાંક ૭ થી ૧૪) સુધીના ભાવે સમજવા, તથા દાગીના ઉપર જે વિવિધ પ્રકારની નકશી હેય તે ચિત્રવિચિત્ર ચૌદ લેક વડે વ્યાપેલું એવું સમષ્ટિરૂપ આ ચરાચર સ્થળ બ્રહ્માંડ(વૃક્ષાંક ૧૫ પ થી ૪) સમજવું. દષ્ટાંતે હંમેશાં એકદેશીય હોય છે, તે લક્ષમાં રાખવું. કઈ પૂછે કે, આ દાગીને કોણે બનાવ્યો ? તો તેના ઉત્તરમાં કારીગરે (સોનીએ); તેમ આ સર્વ જગતાદિ અનંત સૃષ્ટિનો કતી કોણ? તે જીવે કિંવા મહાપ્રાણ(વૃક્ષાંક ૬), પ્રકૃતિના અંશ વડે કાર્ય કરવાનું અને સર્વ દો તથા ત્રિપુટીથી ઊપજતાં સુખદુઃખાદિ ભેગવવાનું કામ તેનું જ હોય છે. આ મહાપ્રાણ કિંવા જીવ એ વિરાટ પુરુષ કિવા ઈશ્વર(વૃક્ષાંક ૨)ને સમજવો. વસ્તુતઃ એ ઈશ્વર પોતે જ પ્રકૃતિ અને જીવાદિ રૂપે વાસનાવશાત અનંત સમષ્ટિ અને વ્યષ્ટિ આકારોના સમૂહ વડે સ્થળ અને સૂકમરૂપે ચરાચર દસ્યાદિમાં સર્વત્ર વ્યાપી રહેલો છે. કારીગર સોનીને અંદરખાને જેમ દ્રવ્ય મેળવવાની વાસનાઓ હોય છે તેમ આ જીવાત્મામાં પણ અનેક પ્રકારની ચિત્રવિચિત્ર અનંત વાસનાઓ અંદરખાનેથી ભરેલી હોય છે, તેને પાર નથી; તેથી જ તે પ્રકૃતિપાશમાં બંધાઈ સુખદુઃખ ભોગવ્યા કરે છે. મહેતાજી તે મુનીમ અને સોની એ બેની વચ્ચેને એક દુભાષિયા જે હેય છે, એટલે તેને હર્ષ શેક વગેરેનું કાંઈ પ્રોજન હેતું નથી; તેમ આ અર્ધનારીનટેશ્વર (વૃક્ષાંક ૫)નું સમજવું. હવે મુનીમ એટલે માયા, પ્રકૃતિ અર્થાત “'રૂ૫ આભાસ અથવા સ્કર(વૃક્ષાંક ૩), તે તે આ ત્રિપુટીના સાક્ષીભાવમાં સ્થિત રહી આ સારું છે, આ સારું નથી, આ દુઃખી થયે, આ