________________
ગીતાહન ] એ સુવર્ણકાંતિ વા ચૈતનથી પ્રકાશિત ને બહુ શોભાવાળાં મા(અપરાકૃતિ)ને જોઈ. [ ૧૩૫ પિકી શાસ્ત્રમાં જ્ઞાનનિષ્ઠાવાને માટે જ્ઞાનમાર્ગ તથા કર્મનિષ્ઠાવાનોને માટે કર્મમાર્ગ કહેવામાં આવે છે (અધ્યાય ૪–૫ જુઓ).
આ સર્વ દયાદિ મિથ્યા હોઈ કેવળ નિસંગ, નિરાકાર, નિર્વિકલ્પ, નિરામય એવો એક આત્મા જ સત્ય છે, માટે પોતાહ તમામ દશ્યને નિરાસ કરી જે શેષ રહે તે જ આત્મા કિવા તત છે (જુઓ વૃક્ષો ૧). આ આત્માને પરોક્ષજ્ઞાન થયા બાદ અપરોક્ષાનભવના અભ્યાસને માટે સાંખ્યનિષ્ઠાની જ નીચે પ્રમાણે બે યુક્તિઓ છેઃ (૧) સર્વ દશ્યદિને વિલય કરતાં કરતાં પોતાને પણ ભૂલી જવું એવો નિશેષ યાને સંન્યાસને જે અભ્યાસક્રમ છે તે જ્ઞાનયોગ છે, આને બુદ્ધિયોગ એટલે તત્ત્વજ્ઞાનીઓના અભ્યાસની યુકિત ૫ણુ કહે છે, તેમાં કાયમને માટે સ્થિરતા થવી તે જ્ઞાનનિષા કહેવાય છે, (૨) બીજી કમળતા અભ્યાસની યુક્તિ કહેલી છે, તેમાં શરીર, વાણી તથા મન ઈત્યાદિ વડે જે જે કાંઈ કર્મ થાય છે તે તમામ આત્મરૂપ જ છે અને તે કરનારે પોતે પણ આત્મરૂપ જ છે, ચરાચર દશ્ય પણ આત્મરૂપ જ છે; એ પ્રમાણે નિશ્ચયાત્મક સમજીને સર્વાત્મભાવને યાને કર્મયોગને અભ્યાસ કરવો પડે છે એટલે સર્વ કર્મો કરવા છતાં ૫ણુ તે તમામ આત્મરૂપ છે એ રીતના નિશ્ચય વડે આત્મામાંથી બુદ્ધિને જરા પણ ચલાયમાન ન થવા દેવી તે કમ યોગ કહેવાય તથા તેમાં જ કાયમને માટે સ્થિતિ થવી તે કર્મનિકા કહેવાય છે. કઈ પણ સંકલ્પવિકલ્પાદિનો ચિત્તમાં ઉદ્દભવ જ થવા નહિ દેતાં બુદ્ધિને તદ્દન અસંગ રાખવી એટલે અંતઃકરણમાં વૃત્તિનું ઉત્થાન થતાં આત્મામાં કદી પણ વૃત્તિનું ઉત્થાન થવું શક્ય જ નથી, હું તો આ સર્વથી તદ્દન ભિન્ન છું, એમ નિશ્ચયપૂર્વક સમજીને તેને તુરત દાબી દેવી અર્થાત્ આત્મા સિવાય બીજી તમામ વૃત્તિનો ત્યાગ કરવો; એટલે કે અંતઃકરણમાં સંકલ્પનું સ્કુરણ જ થવા નહિ પામે એવા પ્રકારનો જે અભ્યાસક્રમ તે જ્ઞાનયોગ છે, તથા અંતઃકરણમાંથી જે જે સંક૬૫નું ઉત્થાન થાય કે તરત જ તે આત્મરૂપ છે, એવા પ્રકાર પ્રવૃત્તિ વડે તેને દાબી દેવારૂપ અભ્યાસક્રમ તે કર્મયોગ સમજે. અને આ જ્ઞાન વા કર્મની અભ્યાસક્તિને ધ્યેયરૂપ માની તેમાં હંમેશને માટે સ્થિત થવું તેને જ નિષ્ઠા સમજવી. આ બંને અભ્યાસ યુક્તિઓ કિવા નિષ્ઠાઓ સંખ્ય કિવા સાંખ્યતત્વનીજ છે જે મેં તને પ્રથમ (અધ્યાય ૨ માં) કહેલી છે. રમાત્મસ્વરૂપની પ્રાપ્તિને માટે તત્ત્વજ્ઞાનીઓની કર્મ અને જ્ઞાન એવી આ બે જ યુક્તિઓ (નિષ્ઠાઓ) છે, જે તને વખતેવખત જણાવેલું જ છે. આ રીતે સ્વસ્વરૂપ પ્રાપ્તિના જે મુખ્ય બે સિદ્ધાંત છે તે પૈકી ગમે તે એકનું અવલંબન થાય તો પણ પુરુષ કૃતાર્થ બને છે એ વાત ખરી, પરંતુ તે જે મને પૂછ્યું હતું કે, મારે માટે આ વખતે શું કરવું કલ્યાણકારી છે? તેના જવાબ તરીકે સર્વ આત્મસ્વરૂપ છે એમ સમજીને યુદ્ધ કરવું એ જ તારે આ વખતેને માટે વધુ હિતકારી છે એમ મેં આત્મદષ્ટિ, શાસ્ત્ર, વ્યવહાર તથા નીતિધર્મ ઇત્યાદિને વિચાર કરીને તને વખતે વખત જણાવેલું છે. તે પ્રસંગચિત હેઈ કેવળ તારા વ્યકિતત્વ પૂરતું જ છે, એટલે તે જે ફક્ત મોહ નષ્ટ થવાના ઉપાયો જ જાણવાનું પૂછયું હોત તે આ બે નિષ્ઠાઓનું જ તારી આગળ સિદ્ધાંતરૂપે પ્રતિપાદન કરતું, પરંતુ તેં તો મોહ નષ્ટ થવા ઉપરાંત સાથે સાથે મારે આ સમયે શું કરવું જોઈએ, મારું કલ્યાણ શામાં છે વગેરે પ્રશ્નો પૂછેલા છે (જીએ અધ્યાય ૨ શ્લોક ૪ થી ૮), તેના ઉત્તરમાં તારે આ સમયે યુદ્ધ કરવું જોઈએ, એમ મેં' વખતે વખત જણાવેલું છે, કેમકે જિજ્ઞાસુને ખોટે ભાગે દેરવો એ મહાન બાત કરનારું છે, તેનું હવે સ્પષ્ટીકરણ કરું છું તે તે એકાગ્ર ચિત્ત વડે સાંભળ.
મોહવશ થયેલા બે પ્રકારના દુરાગ્રહીઓ સામાન્યતઃ વ્યવહારમાં અજ્ઞાનને લીવે મોહવશ થયેલા એવા બે પ્રકારના દુરાગ્રહીઓ જોવામાં આવે છે, અર્થાત વ્યવહારમાં તમામ લોકોમાં બે પ્રકારની નિષ્ઠાવાળાઓ મળી આવે છેઃ (૧) કર્મ કરવારૂપ અને (૨) કર્મ નહિ કરવારૂપ. એટલે કે આ લોકમાં બે પ્રકારના દુરાગ્રહીઓ જ જોવામાં આવે છે; (૫) કર્મ કરવામાં દુરાગ્રહ રાખનારા તથા (૨) કર્મ નહિ કરવામાં રામ રાખવાવાળા. આ બંને પ્રકારની નિષ્ઠા વાસ્તવિક રીતે તે મોહને લીધે જ થતી હોવાથી તે બાધક છે. એટલું તે શું પરંતુ મારામાં અમુક છે અને અમુક