________________
૧૯૨ ]
સંતરિવાજાશે બિમાગામ– [ સિદ્ધાન્તકાણડ ભ૦ ગીર અ૦ ૨/હર યા અપ્રીતિ એમ બંને પ્રકારના કંઠોથી જે તદ્દન રહિત બનેલો છે એવાનેજ આત્મારામ પુરુષ સમજવો એવો આત્મવિશ્ય પુરૂષ લોકદષ્ટિએ તે ઇન્દ્રિયો વડે વિષયોને ગ્રહણ કરતે હેય એમ દેખાય છે, છતાં નિત્ય પ્રસન્ન જ રહે છે. અર્થાત ઇંદ્રિયો વડે વિષયોનું સેવન કરવા છતાં પણ તેમાં નહિ લેપાતાં હંમેશને માટે જળકમળવત અલિપ્ત હોવાને લીધે તેનું અંત:કરણ સદાને માટે પ્રસન્ન જ હોય છે. આમ ચિત્ત પ્રસન્ન હોય એટલે તેનાં સર્વ દુઃખ નાશ થાય છે. એવા પ્રસન્ન ચિત્તવાળી બુદ્ધિ તતકાળ સ્થિર થાય છે. ભગવાન કહે છે હે, અર્જુન! તું કદાચ કહેશે કે, જ્ઞાની અને અજ્ઞાની બંનેને વ્યવહાર તે એક સરખેજ જણાય છે. તે તે શંકાના નિવારણ માટે તે બંનેમાં ભેદ છે, તે તને કહેવામાં આવ્યો છે. જ્ઞાની વૃત્તિઓને આત્મસ્વરૂપ બનાવી તેને પોતાને વશ રાખે છે. તેથી વિષયોનું સેવન કરવા છતાં પણ અસંગ અને આનંદમાં રહે છે અને અનાની તો વિષયના પાશમાં ફસાઈ પિતાનો સર્વસ્વ નાશ કરી લે છે, એ વાત હવે તારા લક્ષમાં બરાબર આવી હશે.
नास्ति बुद्धिरयुक्तस्य न चायुक्तस्य भावना । म चाभाषयतः शान्तिरशाम्तस्य कुतः सुखम् ॥ ६६ ॥ इन्द्रियाणां हि धरतां यन्मनोऽनुविधीयते । तदस्य हरति प्रज्ञां घायुनविमिवाम्भसि ॥ ७ ॥ तस्मास्य महाबाहो नगृहीतानि सर्वशः। इन्द्रियाणीन्द्रियार्थेभ्यस्तस्य प्रज्ञा प्रतिष्ठिता ॥ ६८ ॥
અસ્થિર અને સ્થિર બુદ્ધિ ઉપર્યુક્ત રીતિ અનુસાર યુક્તિ વડે ચિત્તને આત્મામાં વશ નહિ રાખનારા એવા અયુક્ત પુરુષને બુદ્ધિને સ્થિર કરવાની ભાવના માંથી ઉદ્દભવે? અને આવા ભાવના રહિત પુરુષને શાંતિ કેવી રીતે મળે? તથા શાંતિ રહિત પુરુષને નસીબે સુખ પણ ક્યાંથી હોય? તાત્પર્ય કે, જ્યાં સુધી ઉપર બતાવી ગયા તે મુજબ બુદ્ધિને આત્મામાં સ્થિર કરવા ૨૫ ગની ભાવના જેઓના અંત:કરણમાં ઉદ્દભવેલી હોતી નથી, તેવા ભાવના રહિત પુરુષને શાંતિ મળી શકતી નથી; તથા અશાંત પુરુષ કદી પણ સુખી થતો નથી. જેમ સમુદ્રના પાણીમાં રહેલી નાવડીને વાયુ જ્યાં ખેંચી જાય છે ત્યાં તે જાય છે એટલે તે જાતે પોતાને રોકવા શક્તિમાન હોતી નથી, તેમ જેનું મન અનુવિધીયતે એટલે આત્મામાં મનને સ્થિર કરવા રૂ૫ ઉપર બતાવેલી વિષિની જેઓને માહિતી હતી નથી; તેવાઓની બુદ્ધિને ઇંદ્રિયો જે જે વિષયો તરફ પ્રવૃત્ત થાય છે તે વિષયો તરફ આમથી તેમ અને તેમથી આમ ભટકાવ્યા જ કરે છે; તેથી હે મહાબાહે! જેમણે સર્વ ઈદ્રિયોને પોતપોતાના વિષયોમાં પ્રવૃત્ત થતાં રોકેલી છે, એટલે કે ઇદ્રિને પોતપોતાના વિષય ગ્રહણ કરવાની અંતઃકરણમાં સૂતિ ઉત્પન્ન થાય કે તેમ થતાંની સાથે તરત તે આત્મસ્વરૂપ જ છે એમ સમજીને તેને આત્મસ્વરૂપમાં જ રોકી રાખે છે અને અંતઃકરણમાં એક આત્મા વગર બીજા કોઈ સંકલ્પની ફુરણા કદી ઉઠવા જ દેતા નથી, તેમની બુદ્ધિ સ્થિર છે, એમ સમજવું.
या निशा सर्वभूतानां तस्यां जागति सयमी । શશ શાન શનિ કુ નિશા વણો શું છે ?