________________
ગીતાદહન ] વાયુ પૂર્ણ વેગે આત્માએ મૂકેલા એ 1ણની પાસે ગયે ને સર્વશક્તિ અજમાવી જોઈ. [૧૮૩
કર્મ કરવાને, ફળને તથા તેના હેતુને અધિકાર છે? જગતમાં થતાં તમામ કર્મો કર્તા, કરણ અને કર્મ જ્ઞાતા, જ્ઞાન અને સેય; દ્રષ્ટા, દર્શન ને દશ્ય; પ્રમાતા, પ્રમાણ અને પ્રમેય ઇત્યાદિ ત્રિપુટીઓ દ્વારા થતાં રહે છે. તે સર્વ મિથા એવી માયા અથવા પ્રકૃતિનું કાર્ય ઈ તે કાર્ય સર્વ, રજ અને તમ એ ત્રણે ગુણોને આધારે થતું રહે છે. મિથ્યા એવી માયાના આધારે સત્ત્વાદિ ગુણે દ્વારા થનારાં ઉત્પત્તિ, સ્થિતિ અને લયરૂપ આ સર્વ કાર્ય કર્તા તો છે એટલે મહાપ્રાણુ કહેવાય છે(ક્ષાંક ૬ જુઓ); એટલે જેમ વ્યવહારમાં કાર્ય કરવાનું કામ નોકરનું હોઈ તે કાર્યનું ફળ એટલે કે જે તે સારું થાય તો બક્ષિસ અને નઠારું થાય તે શિક્ષા ભોગવવાની જવાબદારી તેના ઉપર દેખરેખ રાખનાર મુનીમને શિરે હોય છે, તેમ ભગવાને અત્રે તને કિંવા તારે કર્મ કરવાને જ અધિકાર છે, એમ જે કહ્યું છે તેમાં હું (વૃક્ષાંક ૩) અને “મમ” એટલે મારું એમ કહેનાર છ (વૃક્ષાંક ૬)એ પ્રમાણે બે ભાવોનું પૃથક્કરણ કરીને સમજાવ્યું છે. તેનો ઉદ્દેશ વ્યવહારમાં મજૂરને કામ કહેતી વખતે એમ કહેવામાં આવે છે કે, તારે તો કામ કરીને ચાલ્યા જવાનું છે, પરંતુ તેનું ફળ તો મારે ભોગવવું પડશે, તેવી યુક્તિથી અત્રે શ્રીકૃષ્ણ ભગવાને કહ્યું છે કે, કર્મ કરવાનો અધિકાર તને કિંવા તારે એટલે “મમ”(મારુ) એ ભાવને છે, અહમ (હું) એ ભાવને નથી. આ “મમ” ભાવ એ જ છવામા કિંવા મહાપ્રાણ (વૃક્ષાંક ૬) હેઈ તે ઉપર કહેલા નેકરના દષ્ટાંતની જેમ કર્મને અધિકારી છે. આ જીવાત્મારૂપ નેકરે કરેલા કર્મ ઉપરથી સારું યા નરસું જે જે કાંઈ ફળ ઉત્પન્ન થવા પામે તેની જવાબદારી તે “હું”રૂપ મુનીમ (વૃક્ષાંક ૩)ને શિરે છે. જેમ મુનીમને નોકર પાસે કર્મ કરાવવાને માટે શેઠ તરફની પ્રેરણા જ હેતુ કિંવા કારણભૂત હોય છે, તેની પ્રેરણા (g) વગર મુનીમ સ્વતંત્ર રીતે કાંઈ પણ કરવા શકિતમાન હોતું નથી, તેમ આ “હુ' (વૃક્ષાંક ૩)રૂપ સ્કુરણ, માયા અથવા નિયતિ; તેને પ્રેરક શુદ્ધ “હું”(વૃક્ષાંક ૨) રૂ૫ ઈશ્વર, પુરુષ, સાક્ષી કિવા દ્રષ્ટાના હેતુ અથવા પ્રેરણું વગર કિંચિત્માત્ર પણ કાંઈ કરી શકવાને શકિતમાન હોતો નથી. આમ અત્યાર સુધી તો તને ઈશ્વરની સત્તા વડે નિયત થયેલી નિયતિક્રમની નિશ્ચિતતા સંબંધમાં કહ્યું, પરંતુ વાસ્તવિક રીતે તું તે તતરૂપ (વૃક્ષાંક ૧) છે કે જ્યાં આ હેતુ કિંવા પ્રેરણા કરનાર ઈશ્વર (વૃક્ષાંક ૨) તથા ફળને અધિકારી એવો પ્રતિબિંબત્મક “હું” કે જેને માયા, પ્રકૃતિ કિવા નિયતિ કહે છે તે (વૃક્ષાંક ૩) તથા આ પ્રતિબિંબાત્મક “હું” (રક્ષાંક ૩)ની દેખરેખ નીચે કર્મ કરનારે કે જેને “તને” એવી સંજ્ઞા વડે વ્યવહારમાં સંબોધવામાં આવે, તે મમ (મા) એવી ભાવનાવાળા જીવાત્મા (પક્ષાંક ૬) વગેરે નથી. ટૂંકમાં તું તો આ અહમ અને મમ ભાવનું જ્યાં અસ્તિત્વ જ નથી એવો અનિર્વચનીય આત્મા છે(વૃક્ષાંક ૧ જુઓ). આથી “તારા” એટલ તે કર્મ કરવાનો અધિકાર છે ફળને નહિ, કેમકે તે અધિકાર તે “આમ” હું(વૃક્ષાંક ૩)ને છે કદાચ તું કહેશે કે, જ્યારે આમ છે તે પછી હું કર્મફળના હેતુરૂપ હઈશ. તે તેમ પણ નથી. કેમકે આ સર્વના હેતુ એટલે પ્રેરણા કિવા સાક્ષીરૂપ તે ઈશ્વર (રક્ષાંક ૨) છે. પરંતુ તું તે જ્યાં આ “હું” “તું” અર્થાત મારે અને તારે એ બે ભાવો તથા તેને હેતુ કિવા પ્રેરણાત્મક ઈશ્વર પણ જ્યાં નથી એવો અનિર્વચનીય આત્મા છે (ક્ષાંક ૧ જુએ). કદાચ તું એમ કહેશે કે, જે આમ જ હોય તો પછી મારે કર્મ કરવાપણું રહેતું જ નથી, તે આમ કર્મ નહિ કરવારૂપ મોહ પણ તને મા થાઓ, કારણ કે હું કર્મ કરીશ અથવા કરું છું એમ કહેવું એ જેમ આસક્તિ કહેવાય તેમ હું કર્મ નહિ કરું એ પણ આસક્તિ જ છે, તેથી તે મોહ કહેવાય. કરવું અને નહિ કરવું એમ બંને પ્રકારના મેહનું અવલંબન કરી કાર્ય કરવાનું કામ તો જીવાત્મા કે જેને મહાપ્રાણુ અથવા સૂવાત્મા (વૃક્ષાંક ૬) કહે છે તેનું છે; પણ તું તો જ્યાં આ કર્મ કરનાર જીવાત્મા (વૃક્ષાંક ૬) ફળનો અધિકારી “હું” (વક્ષાંક ૩) તથા આ “હું” એવો હેતુ ધારણ કરનારા તેને પ્રેરક શુદ્ધ “હું” અથવા ઈશ્વર (વૃક્ષાંક ૨) ઇત્યાદિને લવલેશ પણ નથી એવો તદ્દન અનિર્વચનીય આત્મા (વૃક્ષાંક ૧) છે. આ પ્રમાણે આત્મરૂપ નિષ્ઠામાં સ્થિરતા થવી તેનું નામ જ સમત્વયોગ કહેવાય છે, આની વધુ સ્પષ્ટતાને માટે વિસ્તારથી કહું છું તે સાંભળ.