________________
૧૮૨]
સહુવા ઝવેન–
[ સિદ્ધાન્તકારડ ભ૦ ગીવ અ૦ ૨/૪૭
પ્રીતિ પણ ન થાઓ. શ્રીભગવાનનું આ કથન અત્યંત વિચારણીય છે, કારણ પ્રથમ તે તું કર્મ કરવા પૂરતો જ અધિકારી છે, પરંતુ ફળને અધિકારી નથી, એટલું જ નહિ પરંતુ તે અમુક કર્મ કરવાથી અમુક ફળ મળશે એવા હેતુવાળ પણ નથી, તેમ તારામાં હું કર્મ નહિ કરું એવી બુદ્ધિ પણ ન હેવી જોઈએ એમ કહે છે. આને શું અર્થ? આ વિધાનો (કથનો) ઉપર ઉપરથી જોનારાઓ માટે તે વિરોધી હોય તેમ જણાય છે. વિચાર કરે છે, વ્યવહારમાં કીટ, પતંગ, પશુ, પક્ષી કિવા ઇતર કઈ પણ પ્રાણી કર્મ કરવા પહેલાં કર્મને હેતુ પણ મનમાં નહિ રાખે એમ બનવું તે અશકય છે. દરેક પ્રાણી કર્મ કરવા પૂર્વે જ પ્રથમ તે કર્મ કરવાથી ફળપ્રાપ્તિ શી થશે, એવો વિચાર કરે છે. આ પ્રમાણે મનમાં કર્મ કરવાને હેતુ ઉત્પન્ન થતાં જ તે કર્મ કરવાથી શું ફળ મળશે, એને પ્રથમ સૂમ રીતે વિચાર કરે છે. ત્યાર પછી તે કર્મ કરવાને માટે પ્રેરાય છે; એટલે કાર્ય કરવાની શરૂઆત કરે છે અને પ્રાપ્ત થનારું સાસં નરસું ફળ તે કર્માની પૂર્ણતા થયા પછી જ મેળવી શકે છે; એટલે વ્યવહારમાં કઈ પણ કાર્ય થતાં પૂર્વે તેને હેતુ, પછી તે કરવાથી થતી ફળપ્રાપ્તિને વિચાર, બાદ કર્મ અને ત્યાર પછી તેનું ફળ, એ પ્રમાણે પ્રત્યેક પ્રાણીમાત્રના કર્મને ક્રમ વ્યવહારમાં પ્રત્યક્ષ અનુભવમાં આવે છે, છતાં શ્રીકૃષ્ણ ભગવાન આ વ્યવહારના અનુભવથી વિપરીત કથન અત્રે કેમ કહી રહ્યા છે? તેનું કારણ શું હશે ? એવી શંકા થવાનો સંભવ છે. કર્મફળની વાત તો છોડી દો, પરંતુ જગતમાં કોઈ પણ જીવ, જંતુ, કીટ, પતંગાદિ પ્રાણીઓમાં પણ એવું જોવામાં આવતું નથી કે, હેતુ વિના કદી કર્મની શરૂઆત થાય. મીઠાઈ પડી હોય તો જ કીડીઓ અને માખીઓ વગર બોલાવ્યું આવે અને ન હોય ત્યારે આવતી નથી, એટલે તેમાં મીઠાઈ ખાવાની તેમની ઇચ્છા (હેતુ) સ્પષ્ટ તરી આવે છે. આમ તદ્દન સ્પષ્ટ છે. તે પછી સ્વાર્થી અને અજ્ઞાની મનુષ્યો વગર સમજ્ય વ્યવહારમાં આ કલેકને આધાર લઈ નિષ્કામ કર્મ કરે, એમ કહી લોકોમાં પોતાનો અડ્ડો જમાવે છે, તેવાઓ પોતે પિતાના આયુષ્યમાં એક પણ કર્મ મનમાં સંકલ્પ કિવા હેતુ રાખ્યા સિવાય કર્યું છે, એમ બતાવી શકશે ખરા કે? ઉદ્દેશ છે કે, પ્રત્યેક કાર્ય પછી તે વ્યાવહારિક રવરૂપનું હો કે છતર કઈ પ્રકારનું છે, પણ તેના મૂળમાં અંતઃકરણમાં સૂક્ષમ રીતે તે કર્મ કરવાનો પ્રેરણાત્મક હેતુ તથા ફળની આકાંક્ષા તે હેય છે જ. આવી રીતે તદ્દન ખુલ્લેખુલ્લું અને સ્પષ્ટ હોવા છતાં જેનો વ્યવહારદષ્ટિમાં કદી પણ અનુભવ આવી શકતો નથી, એવું તત્ત્વ સમજાવવાને શ્રીકૃષ્ણ ભગવાને શા માટે પ્રયત્ન કર્યો હશે? નિરર્થક કર્મ તો કઈ મૂઢ પણ કદી કરતા નથી, તે પછી પૂર્ણ અવતારી એવા શ્રીકૃષ્ણ ભગવાન તો તેવી વાણુ કેવી રીતે કહે? તેમનું આ કથન વ્યવહાર દૃષ્ટિએ બંધ બેસતું એટલે અનુભવમાં આવી શકે તેવું દેખાતું નથી. વળી જેનો કદી પણ વ્યવહારમાં અનુભવ આવી ન શકે એવું જો કોઈ કથન હોય તો તે તદ્દન નિરુપયોગી હોઈ તેવું કહેનારો મૂઢ જ ગણાય; પરંતુ પરમ પૂજ્ય વંદનીય એવા શ્રીકૃષ્ણ ભગવાનને માટે તે તેવી શંકા લાવવી શક્ય નથી. આ બાબતને સૂમ વિચાર કરતાં જણાશે કે, તેમના આ કથનમાં કાંઈ ખાસ ગૂઢ રહસ્ય છે, એટલું જ નહિ પરંતુ આ કથનને ઉપયોગ વ્યવહારમાં અનેક પ્રકારના વિષયમાં ફસાયેલા મૂઢ કરી રહ્યા છે તેવો નથી, પરંતુ તે તે અર્જુનને ઉપર જે આત્મનિષ્ઠામાં સ્થિર થવા જણાવ્યું છે, તેવા પ્રકારની આત્મનિષ્ઠામાં સ્થિર થયેલા અર્થાત જીવન્મુક્ત પુરુષને જ લાગુ પડી શકે તેવો છે. સારાંશ, ભગવાને ગીતામાં કહેલા આ શ્લેકને અર્થ ઉપર કહ્યા મુજબ જેઓ આત્મનિષ્ઠા એટલે અનુભવસિદ્ધ સાક્ષાત્કાર થયેલા હોતા નથી તેવાઓને માટે કદી પણ લાગુ પડી શકે તેવો નથી. કારણ કે, આ વિષયોથી ભરેલા વ્યવહારમાં તે હેત વગર કર્મ કદી પણ શકય નથી, એટલે જેઓ સાક્ષાત્કાર કરી આત્મનિષ્ઠ થયેલા ન હોય એવા લોકે કહે કે અમે અહેતુક કિવા કર્મફળની અપેક્ષાથી રહિત થયેલા છીએ. તો તેવામાં કેવળ મિથ્યાચાર અથવા દાંભિકતા સિવાય બીજું કાંઈ પણ નથી એમ સમજવું.
જ્યારે આત્મનિષ્ઠામાં સ્થિર થયેલા એટલે પરમપદમાં વિશ્રાંત થયેલા યોગીને માટે કર્મ, તેને હેતુ, તેનું ફળ. ઇત્યાદિ પ્રકારનું કાંઈ હોતું જ નથી. તે કેવી રીતે શક્ય છે તે સંબંધે આપણે હવે સંક્ષેપમાં વિચાર કરીશું. તે વિચાર કરતાં વૃક્ષ સના કેટલાક વૃક્ષાંકે (૧ થી ૬ સુધી)ની સમજ સારી રીતે હોવી જોઈએ (વૃક્ષ જ માટે કિરણાંશ ૩૬ પાન ૯૭ થી ૧૦૦ જુઓ).