________________
૧૮૪] તન શાકાતું–-
[ સિદ્ધાન્તકાડ ભ૦ ગી- અ. ૧/૪ કર્મનો અધિકારી જીવાત્મા છે તું કદાચ કહેશે કે, તમોએ આત્મા(વૃક્ષાંક ૧), ઈશ્વર(વૃક્ષાંક ૨), ફુરણ કિવા પ્રતિબિંબરૂપ હું (વૃક્ષાંક ૩) તથા કર્મને અધિકારી જીવાત્મા (વૃક્ષાંક ૬) છે એમ કહ્યું, તે પછી અવ્યકત પ્રકૃતિ (વૃક્ષાંક ૪) તથા અર્ધનારીનટેશ્વર (વૃક્ષાંક ૫)નું શું ? તે સંબંધે કહું છું તે સાંભળ, જેમ ઝાડ રોપવાનું હોય તે માળીને પ્રથમ બીજની જરૂર હોય છે અને પછી તે કઈ જગ્યાએ રોપવું તે નક્કી કરે છે એટલે ઝાડ પ્રથમ સૂક્ષ્મ રૂપે બીજમાં રહેલું હોય છે અને તેને જમીનમાં રોપી પાણી સિંચન કરવાથી અંકુર, થડ, શાખા વગેરે વિસ્તાર થવા પામે છે, તેમ અવ્યક્ત (વૃક્ષાંક ૪)માં જે પ્રકૃતિ અને પુસ્થાંશ સંમિશ્ર રહેલા છે તે પૈકી પુરુષાંશ થતપ્રગટ થાય છે ત્યારે તે જીવાત્મા મહાપ્રાણ કહેવાય છે અને ત્રણ ગુણ તથા સર્વ શકિતયુક્ત જે પ્રકૃતિ અંશ હોય છે તે મમભાવ યા શક્તિરૂપ કહેવાય છે. આ જીવાભા યા મહાપ્રાણ જ્ઞાનશક્તિયુક્ત હોઈ કાર્યને કર્તા બની પ્રકૃતિ અંશમાંથી ક્રિયાશક્તિરૂપે કાર્ય કરાવી લે છે. અને તેથી આ મારું કાર્ય છે એવા ભાવને ધારણ કરે છે. આ રીતે અવ્યક્ત (વૃક્ષાંક ૪)માંથી જ્ઞાનઅંશ પ્રગટ થવાથી તે જીવાત્મા (વૃક્ષાંક ૬)પે બને છે તથા પ્રકૃતિરૂ૫ અંશ ક્રિયાશક્તિરૂપે પ્રગટે છે તે મમભાવ (મારું મારું કહેવાય છે તે ભાવ) કહેવાય છે. આ ક્રિયાશકિતનો અંશ મમભાવ વા શક્તિ એટલે બીજ અને જ્ઞાનશક્તિનો અંશ જીવાત્મા (વૃક્ષાંક ૬)એ માળી સમજે તથા બીજ એ અવ્યકત (વૃક્ષાંક ૪) સમજે. દરેક સ્થૂળ, સૂમ કાર્ય ઉત્પત્તિ પૂર્વે આ અવ્યકત પ્રકૃતિ (વૃક્ષાંક ૪)માંજ હોય છે, જુઓ કે સુષુપ્તિમાં મનને પણ આચ્છાદન શુગથી વિલય થયો હોય એમ * ભાસે છે, તે વખતે બધા કયાં જાય છે? પથારીમાં હોય છે એમ જે કહેવામાં આવે તો “હું પથારીમાં હતો”
એમ તો જાગ્રત થયા પછી જ કહેવામાં આવે છે. સુપ્તિ વખતે તે કાંઈ સ્થળ કિંવા કાળનું પણ ભાન હેતું નથી. આ ઉપરથી એમ નિશ્ચિત થાય છે કે, એવું એક સ્થાન છે કે જ્યાં કાળ અને દેશાદિનું અસ્તિત્વ જ નથી, તેવું સ્થાન તે જ આ અવ્યક્ત સમજે. ભવિષ્યમાં જે જે કાંઈ થવાનું છે, તે સર્વે આ અવ્યકતમાં જ સ્થિત હોય છે. આ અવ્યક્ત યથાકાળે જ્યારે પ્રથમ સૂક્ષ્મ અને પછી ધૂળ સ્વરૂપે પ્રકટ થવાનો યોગ આવે છે, તે પૂર્વેની એટલે કે અવ્યકતમાંથી યકત થવા વરચેની જે સંધિની સ્થિતિ તે જ અર્ધનારીનટેશ્વર (વૃક્ષાંક ૫) સમજે તથા વાસનાવશાત સ્થળ, સૂમ ઇત્યાદિ તમામ કાર્યોનો કર્તા તે જીવાત્મા કહેવાય છે (વૃક્ષાંક ૬ જુઓ). તે જ ઉત્પત્તિ, સ્થિતિ અને લયના કારણરૂપ એવા મહત્તત્ત્વને અંગીકાર કરી આ વિશાળ એવા અનંત સમષ્ટિ અને વ્યષ્ટિકાર્યવાળા આ ચિદાભાસને પ્રકટ કરે છે (વૃક્ષાંક ૭થી૧૫ ૨ જુઓ), તથા તેને લય ક્રમે સર્વને કારણરૂપ અવ્યક્ત (વૃક્ષાંક ૪)માં થતો રહે છે. આ અવ્યક્ત(વૃક્ષાંક ૪)નું મૂળ અનિર્વચનીય એવા ચિદાકાશ કિવા આત્મા (વૃક્ષાંક ૧)માં “હું” (અહમ) એવો થયેલ પ્રથમ આભાસ છે, (વૃક્ષાંક ૩). આ જ અવ્યક્તનું આદિકારણ અથવા આત્મામાં થયેલું “હું” ૨૫ મિથ્યા પ્રતિબિંબ કિવા પુરણ(વૃક્ષાંક ૩) છે. તે જ મૂળ અવિદ્યા, માયા કિવા પ્રકૃતિ કહેવાય છે, “ઘોર દુરથા” એકજ હું અનેક રૂપે થાઉં. આ કૃતિવાકય અનુસારનો જે “હું” તે આ જ છે. આ જ “હું” સર્વ પ્રાણીમાત્રના હદયમાંથી
, “હું” એવા સ્કરણને પામે છે એટલે દરેક મનુષ્ય પોતાને માટે “હું” તથા બીજાને માટે “તું” કિંવા તમે એમ કહે છે, તેમાં “હું” કહેનારો “હુ” તે આ (વૃક્ષાંક ૩) જ છે.
જીવ, માયા અને ઈશ્વરનાં કાર્યો હવે જીવાત્મા અહકાર ધારણ કરી પ્રકૃતિ કિંવા માયા (વૃક્ષાંક ૩)ના ગુણેના થયેલા મિશ્રણને આધારે જ કર્મ કરવાનું કાર્ય કરે છે, જે છ (વૃક્ષાંક ૬)માં બતાવેલ છે. તે જ મહત્તત્વ (વૃક્ષાંક ૭) ને અંગીકાર કરીને ઉત્પત્તિ, સ્થિતિ અને છેવટે લયનું કાર્ય કરે છે. આ સર્વ જગતાદિને જ્યારે લય થાય છે ત્યારે તે સર્વ “હું”(વૃક્ષાંક ૩) ૨૫ માયાની જે અવ્યક્ત પ્રકૃતિ (વૃક્ષાંક ૪) ગણાય છે તેમાં રહે છે અર્થાત આ સર્વ ચિદાભાસ ઉત્પત્તિ પૂર્વ અને વિલય થયા બાદ આજ અવ્યક્ત સ્વરૂપ (ક્ષાંક ૪) માં સ્થિત હોય છે તેથી આને મહાતમ અથવા સુષુપ્તિ પણ કહે છે. આ રીતે બીજા રૂપે રહેલા સમસ્ત મિથ્યા