________________
૧૭૨ ]
નિરખ્યાવરમગોડસતિ– [ સિદ્ધાન્તકાષ્ઠ ભ૦ મીટ અ ૨/૪૦ પ્રવૃત્ત કરે, એ આ આત્મનિષ્ઠાની અભ્યાસક્રષ્ટિએ કદાચ સદેષ ગણાત, પરંતુ હવે તું યુદ્ધમાં આવી ચૂક્યો છે અને ત્યાંથી હવે હું આ કર્મ નહિ કરું એવા મોહને લીધે તું નાસવા માગે છે, તે તારું એ કાર્ય આ પ્રસંગને માટે અને આ વખત પૂરતું અયોગ્ય છે. એટલું જ નહિ પણ હવે હું યુદ્ધ નહિ કરું એવા પ્રકારે કર્મ નહિ કરવારૂપ મોહ તને થયેલો છે તે આત્મતત્વની દષ્ટિએ પણ વિપરીત છે. આ રીતે બુદ્ધિની સમતા ગુમાવવાથી આત્મદષ્ટિએ તારું પતન થશે, એટલું જ નહિ પરંતુ વ્યવહાર દષ્ટિએ પણ ક્ષાત્રધર્મને માટે નિયત થયેલું ધમ યુદ્ધ નહિ કરવાથી ઐહિક અને પારલૌકિક એમ બંને પ્રકારના પ્રયથી રહિત થઈ આ પાર પણ નહિ અને પેલે પાર પણ નહિ એમ તારી વચમાં અર્ધદગ્ધ જેવી એટલે ત્રિશંકુવત અદ્ધર જ સ્થિતિ થશે. માટે હવે આ સમયને માટે તે તારે યુદ્ધ કરવું જ જોઈએ, એમ વખતોવખત જણાવવામાં આવ્યું છે, પણ સિદ્ધાંત સમજાવતી વખતે તે સત્યતત્ત્વનું સંપૂર્ણ જ્ઞાન જ આપવું જોઈએ, એ નિયમ છે. ભગવાનના આવા ઊલટા સુધારા કથન ઉપરથી જ અર્જુનને શંકા થયેલી છે, જે તેણે આગળ ત્રીજા અધ્યાયના આરંભમાં પ્રકટ કરેલી છે કે, જે આપના કહેવા પ્રમાણે યુદ્ધ નહિ કરવાથી પણ ચાલે એમ છે. તે પછી મને આ ઘેર યુદ્ધમાં શા માટે નાખે છે? તેના ઉત્તરમાં ભગવાને કહ્યું કે એ વાત તો ખરી છે, પરંતુ તારે માટે તો આ વખતે આ યુદ્ધ કરવું એ જ હું એક જોઉં છું અને મારો મત “તારે આ યુદ્ધ કરવું” એ છે, અર્થાત અત્રે સિદ્ધાંતમાં બતાવેલા બંને પ્રકારે પૈકી તારે આ યુદ્ધ કરવું જોઈએ, એ પોતાને મત જણાવ્યો છે. કારણ કે, સિદ્ધાંત તે સત્ય, સર્વપક્ષી અને સંપૂર્ણ રીતે જ બતાવવો પડે છે, પરંતુ હું શું કરું એમ જ્યારે અર્જુને તેમને પૂછયું તેના ઉત્તરમાં મારી આજ્ઞા છે કિં. મારો મત છે કે તું આ યુદ્ધ કર, એવું વારંવાર શ્રીકૃષ્ણ ભગવાને કહેલું છે.
સિદ્ધાંત અને મતની ભિન્નતા વિચાર કરીને જે કે, જેમ વ્યવહારમાં ભાઈભાંડુઓમાં વડીલેની મિલકતની વહેંચણી સંબંધે, આપસઆપસમાં ઝઘડો થતો હોય તે પ્રસંગે જે કઈ હિતેચ્છની સલાહ લેવામાં આવે તો તે કહેશે કે, જો કે તમે બંને સરખા હિસ્સેદાર છે એવો કાયદાને સિદ્ધાંત છે, પરંતુ મારી સલાહ (મત) એવી છે કે તમારે કેર્ટ દરબારમાં જઈ હેરાનગતિ ભોગવવા કરતાં ગમે તે ભોગે ઘેર બેઠાં જ પતાવટ કરી લેવી. આમાં કાયદાને સિદ્ધાંત તથા પોતાનો મત એમ બંને બાબતે જેમ જુદી જુદી છે, તેમ શ્રીકૃષ્ણ ભગવાને અદ્વૈત એવા આત્મસ્વરૂપમાં સ્થિત થઈ કર્મ કરવાં કિવા નહિ કરવાં એ બંને પ્રકારની ભાવનાને ત્યાગ કરે એ બુદ્ધિનિશ્ચય અર્થાત અભ્યાસક્રમને સિદ્ધાંત બતાવ્યું અને જો હું હવે કર્મ નહિ કરું એવું કહે છે એમ પણ સૂચવ્યું કે, નહિ કરવારૂપ મેહ પણ તને આ દષ્ટિએ બાધક જ થશે. સિદ્ધાંત સર્વસામાન્ય હેય છે, પણ મત તે વ્યક્તિગત હેઈ દેશકાળાદિ પર આધાર રાખે છે. દુર્યોધનને સમજાવવાના પાંડવોને દરેક પ્રયત્ન નિષ્ફળ ગયો. નિયમ પ્રમાણે અધું રાજ્ય તે શું પણ એક ગામ, અરે ! એક તસુ જેટલી જમીન આપવા પણ તેણે ના પાડી. રાજ્યમાં પડી વચનની કીમત નહિ રાખનારા અધમ રાજાને દંડ દેવા સિવાય બીજો કોઈ ઉપાય જ્યારે રહ્યો નહિ, ત્યારે જ આ ધર્મયુદ્ધનો પ્રસંગે ઉપસ્થિત થયે, કેમકે મદોન્મત્ત રાજાઓને મદ ઉતારવો. જ જોઈએ, એવો શાસ્ત્રનિયમ છે. આ રીતે ધર્મયુદ્ધ હેવાથી વ્યાવહારિક દષ્ટિએ પણ તે ઐહિક અને પારલૌકિક કલ્યાણદાયક છે. તેમ જ સર્વત્ર આત્મદષ્ટિ રાખીને યુદ્ધ કરવાથી તે બંધનકારક થરો નહિ. એ મુજબ વ્યવહાર તથા પરમાર્થના સિદ્ધાંતો તથા પોતાનો મત એમ સર્વ રીતે બોધ કરી અર્જુનનો મોહ નષ્ટ કરવા માટે ભગવાને પ્રયત્ન કર્યો છે. હવે અત્રે એવા પ્રશ્નો ઉપસ્થિત થવા સંભવ છે કે, જે ભગવાનનો ઉદ્દેશ અર્જુનને આત્મજ્ઞાન આપવું એ જ એક હોય તે તેમાં વ્યાવહારિક દૃષ્ટિએ યુદ્ધ કરવું યોગ્ય છે કે નહિ ઇત્યાદિ બાબતોનો વિચાર શા માટે કહ્યો? આત્મધર્મ જાણ્યા પછી આવી વ્યવહાર દષ્ટિ તો ગૌણ છે. કારણ, આત્મધર્મમાં સર્વધર્મને સમાવેશ થઈ જાય છે. બીજી બાબત એ કે, તેને જપ, તપ, ધ્યાન, ધારણાદિ સાધને નહિ બતાવતાં એકદમ આત્મજ્ઞાન આપવાની શરૂઆત કેમ કરી ?