________________
૧૭૦] જય વાયુનગુવન વાવેતદિનાનાદિ તિવાતિ તતિ | ન. [સિદ્ધાન્તકાષ્ઠ ભ૦ ગીર અ૦ ૨/૪
સત્તા સામાન્ય સ્થિતિ જાણવી. આ અવરથાને જ પરમાત્મા, પરબ્રહ્મ વે પરમતત્વ કહે છે. તેમાં જ સવો છે અને તે જ સર્વમાં છે, છતાં તેમાં કાંઈ પણ નથી અને તે કરતાં પણ પર છે. આ પ્રમાણે નિઃશેષ અવસ્થામાં સ્થિર રહેલા કૃતકૃત્ય અને જ્ઞાતય ધન્ય જીવન્મુક્ત પુરુષનું વર્ણન કેણ કરી શકે? સંધિ અવસ્થા પણ આને જ કહે છે. તે અનિર્વચનીય પરમપદની વ્યવહારમાં લોકોને સારી રીતે ક૯પ આવી શકે એટલા માટે તેને આત્મા, બ્રહ્મ, અવ્યય, જ્ઞાન, તત, શુદ્ધ વિવા, કેવળ, પરાચિતિ, સવિત, ચિદાકાશ, ચૈતન્ય, સત, ચિત્, આનંદ, પરમેશ્વર ઇત્યાદિ નામાની કલ્પના કરેલી છે. વિશેષ સંજ્ઞાઓ માટે કિરણશ ૩૬ પાન ૯૭ જુઓ),
શ્રેષ્ઠ, મધ્યમ અને કનિષ્ઠ અધિકારી શ્રીકૃષ્ણ ભગવાન કહે છેઃ હે અર્જુને મેં તને અત્યાર સુધી આત્મા એટલે શું? તેનું અર્થાત તારા પિતાના સ્વરૂપનું સાચું જ્ઞાન થાય એવા પ્રકારે સાંખ્ય કિવા વેદાંતનિષ્ઠા કહી. તેને ગ્રહણ કરનારા અધિકારીઓ ઉત્તમ, મધ્યમ અને કનિશ એમ ત્રણ પ્રકારના હોય છે. જે ઉત્તમ અધિકારી હોય છે તે તો ઉપદેશ કરવામાં આવે કે તરત જ આત્મસ્વરૂપને જાણી લે છે. તેમને વિચાર અને ધ્યાન બંને ઉપદેશ સાંભળતાં સાંભળતાં જ થાય છે. એવા ઉત્તમ અધિકારીને આત્મપદની પ્રાપ્તિને માટે કાંઈ પણ સાધન કરવાની જરૂર પડતી નથી, તેમ લેશમાત્ર કષ્ટ પણ થતું નથી. તેઓ ફક્ત વિવેકયુક્ત વિચાર દ્વારા જ સત્ય તત્ત્વને જાણી લે છે અને તરત જ તેવો દઢ નિશ્ચય કરી નિઃશંક બને છે. તેઓ ક્ષણમાત્રમાં જ ધ્યાનમાં નિમગ્ન થઈ આત્મતત્વના સાક્ષાત્કારમાં તમય એટલે એકરૂપ બની જાય છે. આ પ્રમાણે એક વખતે તેણે નિર્વિકલ્પ અવસ્થાનો અનુભવ પ્રાપ્ત કરી લીધે એટલે તેમાંથી તેઓનું ફરીથી ઉત્થાન થવા પામે છે, પછી થોડા વિચાર અને પ્રત્યાહારને અંતે સર્વત્ર પિતાનું જ આત્મસ્વરૂપ વ્યાપેલું છે, એવો તે નિશ્ચય કરે છે. આ મુજબ ક્ષણમાત્રમાં જ સ્વાનુભવ લઈ જ્ઞાતય અને કૃતકૃત્ય બનેલ છવમુક્ત યોગી શુષ્કપર્ણવત રહે છે, અર્થાત સકાં પાંદડાંઓ જેમ વાયુ તેઓને જ્યાં લઈ જાય ત્યાં જાય છે, તેમ જીવન્મુક્ત યોગી દેહ પ્રારબ્ધાનુસાર, વિદેહમુક્તિ થતાં સુધી વ્યવહારમાં રહી સર્વ વિહાર કરે છે. મધ્યમ અધિકારીને ક્રમે શ્રવણ, મનન અને નિદિધ્યાસન એ સાધનો ચાલુ રાખવાં પડે છે, ત્યાર બાદ તેને જ્ઞાન પ્રાપ્ત થાય છે. કનિષ્ઠ અધિકારીને તે અનેક જન્મ પછી જ્યારે સાધન પૂણું દશામાં આવે છે એટલે કે જયારે સાધનાની પૂણતા થાય છે, ત્યારપછી જ્ઞાનનું ફળ મોક્ષ પ્રાપ્ત થાય છે (દત અને પરશુરામ પ્રકરણ ૧૭ તથા ૧૯ જુઓ).
नेहाभिकमनाशऽस्ति प्रत्यवाया न विद्यते । स्वल्पमप्यस्य धर्मस्य श्रायते महतो भयात् ॥ ४० ॥
છે આ અનિર્વચનીય, અદ્વિતીય એવું પરમતત્વ વાસ્તવિક રીતે તે અવર્ણનીય અને અગોચર છે. તે સમજાવવાને માટે તેના ઉપર સત, તત, બ્રહ્મ, આત્મા ઈત્યાદિ મિથ્થા સંજ્ઞાઓને આરેપ કરી શાસે સમજાવે છે. જેમ બાળકની બુદ્ધિ અને સ્વભાવને અનુસરીને તેને શીખવવા માટે કુશળ શિક્ષકે પોતાનું ઉચ્ચ જ્ઞાન એક બાજુ મૂકી બાળક સમજે એવી રીતથી સમજાવવાને માટે પોતાને પણું અજ્ઞાની બનવું પડે છે તેમ શાસ્ત્રોને પણ અગમ્ય, અચર, અનિર્વચનીય એવું પરમતત્વનું જ્ઞાન અજ્ઞાનીઓને સમજાવવાને માટે પોતાના ઉપર પ્રથમ અજ્ઞાનને આપ ગ્રહણ કર પડે છે. વેદાંતીઓના વિવત અને અજાત યુક્તિનાં આ બંને નામો પણ વસ્તુતઃ તે કેવળ તત્વ સમજાવવા પૂરતાં કાલ્પનિક જ છે, વાસ્તવિક રીતે તે પરમપદને માટે સ્વાનુભવસિદ્ધ અનિર્વચનીયતા એ જ એક માર્ગ છે; છતાં વાણીધારા કંઈક અંશે કલ્પના આપી શકાય તેવાં આ મૂળ બે સાધને વ્યવહારમાં લેવાથી મુત્યાદિ વેદાંતશાસ્ત્રકારો આ બે યુક્તિઓના આશ્રય વડે જ આત્મહત્વ સમજાવે છે, તથા કેટલીક શ્રુતિ, સ્મૃતિ તથા ખાસ કરીને દર્શનશાસ્ત્રો, પુરણ ઉપપુરાણ, ઇતિહાસ આદિમાં આ વેદાંત તવ વ્યવહારમાં અજ્ઞાનીઓ સારી રીતે સમજી શકે એટલા માટે તત્તની વિભાગણી દ્વારા પૃથક્કરણ કરી સમજાવવામાં આવેલું છે. આ સર્વને મૂળ ઉદેશ એક જ હોવાને લીધે તેમાં બા સતી યુક્તિઓ ગમે તેવી હોય તો પણ એ સર્વે ની આખરી એક્વાકયતા જ છે, વસ્તુતઃ અજાત, વિવર્તી કિ તત્ત્વનું પૃથક્કરણ ઈત્યાદિ શબ્દો અને તેના અને ત્યાગ કરી જે શેષ રહે તેવી અવસ્થા એ જ ખરું અનિર્વચનીય એવું પરમપદ છે (વધુ માટે શ્રીકૃષ્ણત્મજ વાફસુધા પ્રકારના ૫ દત્તપરશુરામ ખંડ ૧ જુએ ).