________________
૧૭૮ ]
બધી ક્ષમા વીર્વે ચીઠું પૃથિવ્યાબિતિ જેન. [ સિદ્ધાન્તકાડ ભ૦ ગી- અ. ર૪૫
તે લોકની પ્રાપ્તિ અવશ્ય થાય છે, પરંતુ પ્રાપ્ત થનારાં તે લકે તો આદિસંતવાળા, પરિણામે દુઃખથી ભરેલા, તુરછ આનંદવાળા અને અંતે શોક વડે વ્યાપ્ત હોય છે; માટે નિત્યપ્રતિ એક આત્મામાં જ બુદ્ધિને સ્થિર રાખવી એ યોગ જ સર્વોત્તમ છે. તૃષ્ણાઓથી રહિત પુરુષને આત્મસ્વરૂપ એવા મારા પરમાનંદ સ્વરૂપના સ્કરણથી જે સુખ પ્રાપ્ત થાય છે, તે સુખ વિષયમાં લાગી રહેલાઓને કયાંથી મળે? આ રીતે બુદ્ધિમાં જુદા જુદા ભેદ પડવાનું કારણ મનુષ્યની વાસનાઓ છે, નહિ કે વેદ એ શાસ્ત્રને નિશ્ચય છે.
વેદમાં કામ્ય કર્મો અને આત્મજ્ઞાન વેદશાઅને સિદ્ધાંત તે કેવળ આત્મસ્વરૂપનું જ્ઞાન કરાવી આપવું એ જ એક છે, જે ઉપરના વિવેચન વડે જણાશે, પરંતુ તે સિદ્ધાંત સમજવાની લાયકાત ધરાવનારા વ્યવહારમાં સામાન્યતઃ કવચિત જ મળી આવે છે. બાકી ઘણા ખરા તો વિષયના સેવનમાં જ રચ્યાપઓ ડાય છે. જેમ અજ્ઞાની બાળકને દવા પાવી હોય તે સાકરનો ગાંગડો અગર પંડાની લાલચ આપવામાં આવે છે, તેમ તેવા મૂઢ અને અજ્ઞાનીઓની આત્મજ્ઞાનમાં પ્રવૃત્તિ થવાને માટે વેદાદિ શાસ્ત્રોએ પણ અમુક કરવાથી અમુક ફળ મળશે ઈત્યાદિ કામ્ય કર્મોની વ્યવસ્થા કહેલી છે. જીવને સ્વાભાવિક રીતે જ વિચિત્ર પ્રકારની ઇચ્છાઓ(વાસનાઓ) હેાય છે. તેઓનું હિત શાના વડે થશે, તેને વિચાર કરીને વેદમાં જુદાં જુદાં ફળ આપનારાં કાર્યો કર્મોની યોજના કરવામાં આવેલી છે. તે પ્રમાણે દરેક જીવ સારાં અગર નરસાં કાંઈ ને કાંઈ કર્મો સ્વભાવ પ્રમાણે કર્યા જ કરે છે, તે પિકી કેટલાંક પરિપકવ કર્મોનાં ફળ તેને મળતાં રહે છે. આમ થતાં થતાં જીવને પશુ, પક્ષી, વૃક્ષ, પાષાણાદિ અનેક યોનિઓની પ્રાપ્તિ થતી રહે છે. આમ અનેક યોનિમાં કરતાં કરતાં તેને જ્યારે મનુષ્યજન્મ પ્રાપ્ત થાય છે, ત્યારે વાસનાઓને વશ થઈ તે કામ્ય કર્મો કરવા તરફ જ દોરાય છે. પછી તે કામના સફળ થવાની ઇરછાએ તે તેવા પ્રકારનાં જ એટલે કામ્ય કર્મો થકી ફળની પ્રાપ્તિ થઈ શકે એવા પ્રકારનાં વેદાદિ શાસ્ત્રોમાંના ભાગનું જ અવલોકન કરે છે અને ફળની ઈચ્છાએ તે તે કર્મો કરવા તરફ તે પ્રવૃત્ત થાય છે. એમાં જ્યારે કવચિત કોઈ સુમ દોષને લીધે તે ફળપ્રાપ્તિને ખુએ છે ત્યારે તેને સખ્ત આઘાત થાય છે, એ આધાત થયા પછી શું કરવું એ સમજવાને માટે તે કોઈ સપુષોનો સમાગમ કરે છે, તે વખતે સમયાનુસાર પરમેશ્વરનું માહાત્મ્ય સાંભળ્યાથી પૂર્વપુણ્ય ઉદય પામી તેને પરમેશ્વરને પ્રસાદ પ્રાપ્ત થાય છે, બાદ મોક્ષ મેળવવા તરફ તેની પ્રવૃત્તિ થાય છે તથા પરમેશ્વરની કૃપાથી વિષયો તરફ વૈરાગ્ય ઊપજી તે પદ પ્રાપ્ત થવાને માટે તેને ઉત્કંઠા થાય છે અને તે સાથે જ શ્રદ્ધાનો ઉદય થાય છે, તેમ જ શ્રદ્ધા ઉત્પન્ન થતાં આગળ ઉપર સમય આવતાં સ ગુરુનો મેળાપ થાય છે, બાદ તેમના ઉપદેશથી અદ્વૈત એવા પરમ પદનું જ્ઞાન પ્રાપ્ત થાય છે. આ જ્ઞાન પરોક્ષ હોય છે એટલે કે તે અત એવું આત્મપદ અમુક પ્રકારનું છે, એટલી જ ભાવના તેને તે વખતે ઉત્પન્ન થાય છે. પછી સાધકને તે અદ્વૈત એવા આત્મપદનો સમ્યફ એટલે સારાસાર અને સમભાવનાયુક્ત એવો અંતરંગમાં વિચાર કરવો પડે છે.
જ્ઞાન તે પિતે સ્વત:સિદ્ધ જ છે જ્ઞાન પતે તે કેવળ અધિáન એવું ચિત્માત્રરૂપ જ છે, તે ભાવને કદી પણ પ્રાપ્ત થતું નથી, પરંતુ કેવળ અવિનાશી એવા પોતાના સ્વરૂપે અર્થાત જ્ઞાનભાવમાં જ રહે છે. તે જ્ઞાન વા આત્મતત્વ મન, વાણી, બુદ્ધિ વગેરેથી અગોચર છે, એ જે અંતઃકરણમાં બોધ થવો તેને સમ્યક જ્ઞાત યા સારાસારયુક્ત સમભાવને વિચાર કહે છે. તે વિચાર વડે ક્રમે ક્રમે તેની ઉપપત્તિ એટલે સંગતિ કિવા અનુસંધાન જણાય છે તથા છેવટે તેની તમામ શંકાઓ નષ્ટ થાય છે, ત્યારબાદ આ નિશ્ચિત થયેલા સ્વસ્વરૂપભૂત અતિતત્વને દઢ નિશ્ચય વડે તેને અહોનિશ નિદિધ્યાસ કરવો પડે છે. આ પ્રકારના નિદિધ્યાસને જ બુદ્ધિયોગને અભ્યાસક્રમ એમ શ્રીકૃષ્ણ ભગવાને ઉપર કહેલું છે. દીર્ઘ પ્રયાસ અને દઢ નિશ્ચયથી ચિત્તને તદાકાર કર્યા બાદ એટલે મનને એક વખત નિરોધ કરી તેને નિર્વિકલ્પતા પ્રાપ્ત થયા પછી તે આત્મતત્વ (પરમપદ) “હું જ છું” એવા પ્રકારના