________________
ગીતાદહન ] વાયુ બ્રહ્મ પાસે ગયે. તેને જોઈ અહપ બનેલું બાહ્ય બાવ્યું કે, “તુ કેણ છે?” [૧૭૭
અર્જુનને આત્મધર્મ ઉપરાંત વ્યાવહારિક ધર્મે કેમ સમજાવ્યા? સંસારમાં ચાર પ્રકારના પુરુષે હોય છેઃ (૧) જ્ઞાની (૨) અજ્ઞાની (૩) મૂઢ અને (૪) મુમુક્ષુ. (૧) જ્ઞાનીઃ જે સંશય અને વિપર્યયથી રહિત અર્થાત નિઃશંક હોય છે તે જ્ઞાની કહેવાય છે. (૨) અજ્ઞાનીઃ દેરી ઉપર સર્પનો ભાસ થવા વગેરેરૂપી અસંભાવનાદિ દોષોથી જે યુક્ત હેર વિપરીત જ્ઞાનવાળો હેય તે અજ્ઞાની, એવા અજ્ઞાનીના ચિત્તમાં સ્વર્ગાદિક ફળની અનેક આકાંક્ષાઓ પણ હોય છે. (૩) મૂઢ : મૂઢ બુદ્ધિવાળાએ મહાપુરુષનું અને તેમના બેધનું સેવન કરી પણ કરતા નથી; પણ વિઝામાંના કીડાઓની જેમ પિતાના કુળ, જાતિ તથા ધનાદિકના અભિમાનમાં જ રચ્યાપચ્યા રહે છે. અર્જુનની સ્થિતિ ઉપર જણાવેલા ત્રણે પ્રકારે પિકી એક પ્રકારની ન હતી. તે તો શ્રીકૃષ્ણ ભગવાનને સંપૂર્ણ રીતે શરણે આવેલો હતો. (૪) મુમુક્ષુઃ સંસારબંધનમાંથી ટી સાચા ય માર્ગની ઇચ્છા ધરાવનારે તે મુમુક્ષ. અર્જુન મુમુક્ષુ તે હતો. પરંતુ તે કેવળ મેક્ષ કેવી રીતે થશે એવી ભાવનાથી શ્રીકૃષ્ણ ભગવાનને શરણે આવેલો ન ડિતો, પણ મોહને વશ થયેલો અને જે વડે પિતાનું કલ્યાણ થાય એવા માગતી ઈચ્છા રાખનારો હતો, જે તે કેવળ મોક્ષની ઈચ્છા ધરાવીને જ ભગવાનને શરણે ગયો હોત તે પછી તેને કેવળ એક આત્મધર્મનું જ જ્ઞાન આપવામાં આવ્યું હત, પરંતુ અત્રે પરિસ્થિતિ જુદી હતી. અર્જુનને થયેલા મેહનું નિવારણ થવાને માટે આત્મજ્ઞાન વગર બીજે કોઈ ઉપાય જ ન હતો. તે બુદ્ધિશાળી તે હતા, પરંતુ મેહને લીધે તેની બુદ્ધિ પર આવેલા મેલનું આચ્છાદન દર કરી તેને કલ્યાણનો માર્ગ બતાવવા અર્થે શ્રીકૃષ્ણુ ભગવાનને આત્મજ્ઞાન આપવાની ફરજ પડી હતી; તેથી આત્મધર્મને પ્રધાન રાખીને વચ્ચે વચ્ચે વ્યવહારધર્મનું પણ તેની શંકા અનુસાર સાંખ્યયુકિત વડે નિવારણ કરેલું છે. અષ્ટાવક્રગીતા જેવાથી જણાશે કે, શ્રી જનકરાજા કેવળ મોક્ષની ઈચ્છાથી જ અષ્ટાવક્રની પાસે ગયા હતા. તેથી છવ, ગુણ કે માયા, અવિદ્યા વગેરે કોઈ શાસ્ત્ર બાબતને અથવા વ્યવહારધર્મને કિંચિત્માત્ર પણ એમાં વિચાર નહિ કરતાં તેઓએ કેવળ વેદાંતના નિયમ પ્રમાણે શિખર૩૫ એવા અતિ ઉચ્ચ તત્ત્વજ્ઞાનને જ બંધ કરેલ છે, પરંતુ અર્જુન તેવા પ્રકારને એટલે જેને કેવળ મેક્ષની જ ઈરછા છે, એ તીવ્ર મુમુક્ષુ ન હતો તેને તે મેહ થયેલ હતો. તેના નિવારણ માટે આત્મજ્ઞાનરૂપી અમૃત પાવાની તેને ફરજ પડી. વળી તે મૂઢ પણ ન હતો, કેમકે તે મૂઢ ત તે આત્મજ્ઞાન સમજવાને લાયક પણ ન ગણાત, આથી તેવા મૂઢોને માટે તે ચિત્તશુદ્ધિ થતાં સુધી જપ, તપ, ધ્યાન, ધારણ વગેરે તથા નવધાભક્તિમાં જણાવેલા પ્રકારો પિકી છે પણ માર્ગનું નિષ્કામ રીતે અવલંબન કરવાનું જણાવી ચિત્તશુદ્ધિ થતાં સુધી આત્મજ્ઞાનના ઉપદેશ માટે રાહ જોવી પડે; પરંતુ અજુન તો સાધનસંપન્ન એટલે જેની સાધના પૂર્ણ થઈ સંપૂર્ણતઃ ચિત્તશુદ્ધિ થયેલી છે, તે અપક્ષ જ્ઞાનની લાયકાત ધરાવતે મુમુક્ષુ હત; સિવાય તે બુદ્ધિમાન પણ હતો. સામાન્યતઃ એવો નિયમ છે કે, જે જિજ્ઞાસુ પુરુષ બુદ્ધિમાન હેય, વિચારમાં પણ અતિ કુશળ હેય અને સંપૂર્ણ ભાવે શરણે આવેલ હેય તેને આત્મપ્રાપ્તિને માટે બુદ્ધિગ કરવો સહેલ હોય છે. તાત્પર્ય એ કે, ભગવાનને અર્જુન પ્રતિ આત્મજ્ઞાન આપવાની ફરજ પડી હતી. સિવાય અર્જુન બુદ્ધિશાળી અને સાધનસંપન્ન તો હતો જ. નિષ્કામ કર્મો દ્વારા ચિત્તશુદ્ધિ થઈને જેઓની બુદ્ધિ આત્મજ્ઞાન પ્રાપ્ત કરવાને માટે લાયક બનેલી હોય એટલે જેઓને આત્મજ્ઞાન પ્રાપ્ત થવાને માટે કઈ કર્મો કિવા સાધન કરવાની અપેક્ષા રહેતી નથી તેવા સાધનસંપને જ જ્ઞાનને માટે લાયક કહેવાય છે. અર્જુને તેવા પ્રકારે સાધનસંપન્ન તો હતા જ, તેને ફક્ત આત્મજ્ઞાનપ્રાપ્તિ માટે કઈ યોગ્ય અવસરની જ આવશ્યકતા હતી, તે આ યોગ્ય અવસર અનાયસે પ્રાપ્ત થયો હતો. દરેક કાર્ય કાળ ઉપર વધુ અવલંબન રાખે છે. અનમાં જ્યાં સુધી ક્ષાત્રતેજનો અહંકાર હતું, ત્યાં સુધી આત્મજ્ઞાન પચાવવાની લાયકાત ન હતી. તે અહંકારનો આ સમયે બિલકુલ વિલય થઈ તે પોતે તદ્દન નિરહંકારી બની ગયો હતો. આ આવેલી સંધિનો યોગ્ય ઉપયોગ કરીને શ્રીકૃષ્ણ ભગવાને તેને આત્મજ્ઞાન આપી કૃતાર્થ કર્યો છે. તાત્પર્ય, આ કટોકટીના પ્રસંગ ઉપર તેને બુદ્ધિયોગના અભ્યાસ વગર બીજી યુક્તિઓને આશ્રય કરવો ૫ણું શક્ય ન હતો, તેથી શ્રીકૃષ્ણ ભગવાન આ બુદ્ધિગના માગને આશ્રય લઈ અજુન પ્રતિ અને બોધ કરી રહ્યા છે,