________________
ગીતાહન ] પરંતુ તેણે મૂકેલ બ્રહ્મરૂપ એવા વણને બાળવાને સમર્થ ન થયું. [ ૧૭
આ યોગ એટલે જ બુદ્ધિગ અથવા જ્ઞાનયોગ છે ઉપર્યુક્ત વિવેચન ઉપરથી સ્પષ્ટ થાય છે કે આત્માનું પક્ષ જ્ઞાન સારી રીતે થવાની જે યુક્તિ તેને સાંખ્ય તથા તેનું પણ જ્ઞાન પ્રાપ્ત થયા બાદ અપક્ષજ્ઞાન અર્થાત સાક્ષાત્કાર થઈ પૂર્ણ અદ્વૈત ભાવ સિદ્ધ થતાં સુધી સર્વાત્મભાવના નિશ્ચય દ્વારા વૃત્તિઓને રોકવાની જે યુક્તિ અથવા અભ્યાસક્રમ તેને જ શ્રીકૃષ્ણ ભગવાને વેગ એવા શબ્દ વડે સંબંધેલું છે, એ તદ્દન નિર્વિવાદ છે. જ્યાં સુધી પોતાની બુદ્ધિથી પિતાની મેળે જ શુદ્ધ એવા આત્મસ્વરૂપને સાક્ષાત્કાર થાય નહિ, ત્યાં સુધી સાંખ્ય કિંવા વેદાંતાદિ શાસ્ત્રોમાં બતાવેલી યુક્તિઓને આશ્રય લઈ અભ્યાસ કરવો જોઈએ અને તે અદ્વૈતપદમાં પૂર્ણ તન્મયતા થતાં સુધી ચાલુ રાખો પડે છે. આ વેગને બુદ્ધિયોગ, જ્ઞાનાગ કિવા આત્મજ્ઞાન ઇત્યાદિ નામની સંજ્ઞાઓ છે. હવે યોગના સ્પષ્ટ જ્ઞાનને માટે આત્મવિશ્રાંતિરૂપ અભ્યાસના જે પ્રકારે છે, તેને આપણે સંક્ષેપમાં વિચાર કરવો પડશે.
વિવત અને અજાત વેદાંતશાસ્ત્રકાર સ્વગત, સજાતીય અને વિજાતીય ભેદ તથા (૧) વિવર્ત અને (૨) અજાત એ બે યુક્તિોને આશ્રય લઈ સમજાવવાનો પ્રયત્ન કરે છે. વિવર્ત એટલે મૂળ વસ્તુ ઉપર બીજાં નામોને આરોપ થવો અથવા જેવું હોય તેનાથી ઊલટું ભાસવું તે; જેમકે, દેરી ઉપર સર્પનો ભાસ થવો, પાણીને તરંગ કિંવા સુવર્ણને દાગીના કહેવા ઇત્યાદિ વિવર્તે કહેવાય છે; પરંતુ ભાસ થવો શક્ય જ નથી અર્થાત વિવર્તની યુક્તિનું પણ જ્યાં આસ્તત્વ ટકી શકતું નથી, એવી અનિર્વચનીયતા દર્શાવનારી યુક્તિ તે અજાત છે; જેમકે વધ્યાપુત્ર, સસલાનાં શિંગડાં, મૃગજળ વગેરે. આ બેમાં ભેદ એટલે જ કે, વિવર્ત યુકિતના આશ્રય વડે જ્યારે સમજાવવામાં આવે છે ત્યારે જેમ સુવર્ણને દાગીના અથવા પાણીને તરંગ કિવા દોરીને જ સર્પ કહેવામાં આવે છે, તેમ એક આત્મા ઉપર જ અવિદ્યા, માયા, જગત, સંસાર, જીવ ઈત્યાદિ અનેક નામરૂપોના 'ભેદને આરોપ કરવામાં આવેલો છે, એવા પ્રકારની યુક્તિને આશ્રય લેવામાં આવે છે તથા અજાતવાદની યુક્તિઓ દ્વારા સમજાવવામાં આવે છે ત્યારે વંધ્યાને કદી પુત્ર હેત જ નથી, તેમ જ શશશંગનું અસ્તિત્વ પણ કદી હોઈ શકે જ નહિ અથવા સોનામાં દાગીનાનાં રૂપોનું અસ્તિત્વ કદી સંભવતું નથી, તેમ આત્મામાં અવિદ્યા માયા, જીવ, જગત, સંસાર ઇત્યાદિની કદી ઉત્પત્તિ થવી શક્ય નથી, એવા પ્રકારે સમજાવવામાં આવે છે. આટલું સારી રીતે સમજાયા બાદ હવે આપણને આત્મપ્રાપ્તિના અભ્યાસયોગ સંબંધે વિચાર કરે સરળ થશે.
આત્મપદમાં વિશ્રાંતિને અભ્યાસક્રમ એ જ યુગ વેગ અર્થાત આત્મપદમાં વિશ્રાંતિના અભ્યાસક્રમના મુખ્ય બે પ્રકારે છેઃ (૧) આ સર્વ નામ અને જે વડે ભાસતું દશ્ય બિલકુલ છે જ નહિ એટલા માટે “આ નથી, આ નથી” એ પ્રમાણે નિરાસ કરતાં કરતાં છેવટે “હું પણ નથી” એ રીતે હું એવા ભાવને પણ તેના સાક્ષીભાવ સહિત વિલય કરવો, આ એક પ્રકાર છે. આ અભ્યાસક્રમને અજાત યુક્તિના આશ્રયે સમજાવેલા આત્મજ્ઞાનનો અભ્યાસક્રમ જાણો. ઉદાહરણ તરીકે વીંટી, કડુ, બંગડી, કુંડળ વગેરે અલંકાર કિંવા આકારોમાંથી જે સોનું કાઢી લેવામાં આવે તો કહું, કુંડળ ઇત્યાદિ નામ રૂપાદિને વિલય અનાયાસે જ થઈ જાય છે, તે પ્રમાણે આ નામ રૂપાદિ વડે ભાસમાન થતાં દયાદિમાંથી નામ રૂપાદિનો વિલય કરવો અર્થાત જેને જેને મારું એમ કહેવામાં આવે તે સર્વને નિરાસ કરતાં કરતાં અંતે જે શેષ રહેનારો “હું” (વૃક્ષાંક ૩) તેને પણ નિરાસ “હું નથી” એમ કરવો. આ હું નિરાસકેવળ મોઢેથી બોલીને નહિ, પરંતુ સાક્ષીભાવ સહ પ્રત્યક્ષ અનુભવસિંહ કરી અંતે શેષ રહે તે જ નિર્વિકલ્પ અને અનિર્વચનીય એવું પરમ પદ હોઈ તે જ રવતઃસિદ્ધ એવું આત્મપદ કહેવાય. આ સર્વ દશ્ય ત્રિપુટી દ્વારા જ જાણું શકાય છે. (૧) દ્રષ્ટા, (૨) દર્શન, (૩) દસ્થ: (૧) જ્ઞાતા,
હું” (વૃક્ષાંક ૩)ને વિલય થતાં જ તેના સાક્ષીભાવ (વક્ષાંક ર)ને વિલય અનાયાસે જ થઈ જાય છે, તેને માટે જુદે પ્રયત્ન કરવો પડતો નથી.