________________
તા થઇ રહ્યું
[ સિદ્ધાન્તકારડ ભ૦ ગીe અe ૨/૩
કર્મ સકામ હોય તો તે નિરર્થક જ છે, કેમકે તે પરમાત્માના સાચા સ્વરૂ૫ની પ્રાપ્તિ કરાવી આપતું નથી. નિષ્કામ કર્મમાં પણ જ્યાં સુધી પરમ એવા આત્માનું સંપૂર્ણતઃ પરોક્ષ જ્ઞાન પ્રાપ્ત થાય ત્યાં સુધીને માટે થતાં તમામ કર્મો કેવળ ચિત્તશુદ્ધિમાં જ અંતર્ગત થાય છે અને ચિત્તશુદ્ધિ થતાં જ આત્મા એટલે શું તેનું સાચું રહસ્ય સમજી શકાય એવી બુદ્ધિની નિર્મળતા પ્રાપ્ત થાય છે તથા સાંખ્ય કિંવા વેદાંતીઓએ બતાવેલા શાસ્ત્રમાર્ગે આત્મસ્વરૂપનું જ્ઞાન થયા પછી એટલે આત્માનું પરોક્ષ જ્ઞાન પ્રાપ્ત થયા બાદ અપરોક્ષ જ્ઞાન પ્રાપ્ત થતાં સધીનો જે અભ્યાસક્રમ તેને જ વેગ એવી સંજ્ઞાથી કહેવામાં આવે છે. આ યોગની વ્યાખ્યાની વધુ સ્પષ્ટતા નીચેના શાસ્ત્રીય વિવેચન પરથી થઈ શકશે.
સંસારપાશમાંથી છૂટવાની યુક્તિ તે યોગ શ્રી વસિષ્ઠજી કહે છે: હે વત્સ! સંસારપાશમાંથી છૂટવાની યુકિત તે “ગ” એ શબ્દથી ઓળખાય છે. ચિત્તની વૃત્તિઓને રોકવી એટલે ચિત્તમાં જે જે વૃત્તિઓ ઊઠે તે તમામને આ સર્વ આત્મસ્વરૂપ છે એવા પ્રકારના નિઃશંક જ્ઞાન વડે રોકવાનો અભ્યાસ કરવો એ જ યોગ કહેવાય છે. યોગના મુખ્યત્વે બે પ્રકારો છે. એક આત્મજ્ઞાનરૂપ અને બીજો પ્રાણુનિરોધરૂપ. ૫ડેલા પ્રકારમાં સાંખ્ય કિંવા વેદાંતશાસ્ત્રોમાં બતાવેલી તત્ત્વજ્ઞાન સમજાવવાની યુકિત દ્વારા આત્માનું પરોક્ષજ્ઞાન પ્રાપ્ત કરી લીધા બાદ અંતઃકરણમાંથી વૃત્તિનું ઉત્થાન જ થવા નહિ દેવું જોઈએ, અને જે થાય તો દરેક ઉત્થાન સમયે આ સર્વ આત્મસ્વરૂપ જ છે, એવા પ્રકારે તેને નિરોધ કરવાનો હોય છે અને બીજા પ્રકારમાં પ્રાણનો નિરોધ કરવાનો હોય છે. શ્રીરામ પૂછે છે કે આ બે પ્રકારોમાં સુલભ અને જેમાં કષ્ટ ન પડે એવો કયો પ્રકાર છે કે જે જાણવાથી અભ્યાસ કરનારને વિક્ષેપ નડે નહિ?
ગ શબ્દ અષ્ટાંગયોગમાં વધુ રૂઢ છે શ્રાવસિંહજી કહે છેજો કે આ બંને પ્રકારે યોગ એ શબ્દથી કહેવાય છે તે પણ યોગ એ શબ્દ પ્રાણવિરોધરૂપમાં વ્યવહારમાં અત્યંત રૂઢ થયેલો છે. આત્મજ્ઞાનરૂપ બુદ્ધિ અને પ્રાણને રોકવો એ બંને ઉપસંસારમુકિતના કામમાં સમાન હોઈ એક જ પ્રકારનુ ફળ આપનારા છે. કેઈને પ્રાણનો નિરે અશક્ય લાગે છે, તે કોઈને આત્મજ્ઞાનરૂપ બુદ્ધિયોગ કરવો અશક્ય લાગે છે. હે રામચંદ્રજી! મને તો આત્મજ્ઞાનરૂપ બુદ્ધિયોગ વધારે સરળ લાગે છે. જે પુરા વિચાર કરવામાં કુશળ ન હોય તેને જ આત્મજ્ઞાન અથવા બુદ્ધિગ અશક્ય લાગે છે. જ્ઞાન અને અજ્ઞાનના સ્વરૂપનું વિવેચન કરવામાં શક્તિ ન હોય તો જ સત્ય અને
ગ્ય એવા વિચાર પણ ધ્યાનમાં આવતા નથી, પરંતુ બુદ્ધિશાળી અને પ્રમાણમાં કુશળતા ધરાવનારા પુરુષને આત્મવિચારમાં અકુશળપણું સ્વપ્નમાંએ કદી સંભવતું નથી. અજ્ઞાન સર્વદા સાક્ષીથી જ પ્રસિદ્ધ થનાર હેવાને લીધે બીજાના આધારે પ્રકાશે છે અને જ્ઞાન તો સ્વયંપ્રકાશ જ છે. માટે જ્ઞાન અને અજ્ઞાનમાં ઘણું અંતર હોવાથી તે બંનેને વિચાર વડે નિર્ણય કરી શકાય છે, તેથી જ જેટલું આત્મજ્ઞાન (બુદ્ધિયોગ) મેળવવું સહેલું છે, તેટલો પ્રાણુનરોધરૂપ અષ્ટાંગયોગ સહેલો નથી. આ અષ્ટાંગયોગ કરવામાં ચંદ્ર તથા હદય વગેરે ધારણાના પ્રદેશમાં ચિત્તની એકાગ્રતા કરવાની તથા આસન, યોગ્ય સ્થળ, કાળ વગેરેની જરૂર હોવાથી તે સારી રીતે સાધી શકવાને મુશ્કેલ હોય છે. બુદ્ધિયોગ (જ્ઞાનયોગ) સારી રીતે સધાય છે અને અષ્ટાંગયોગ સધાતો નથી એવી ચિંતા કરવાનું કારણ નથી અને તેવું કહેવાનો મારો આશય પણ નથી, કેમકે ઉદ્યોગમાં મંડ્યા રહેનાર ધીર પુસને માટે જ્ઞાન કિંવા અષ્ટાંગ યોગ એ બન્નેમાં કશું અશક્ય લાગતું નથી. હે રામ ! શાસ્ત્રોમાં જ્ઞાન અને અષ્ટાંગયોગ એ બંને પ્રકારો કહેલા છે, તે પૈકી મેં તમારી પાસે અત્યાર સુધી દાનોનું જ વર્ણન કર્યું છે કે જે કાન કેવળ વિચાર માત્રથી જ સાધ્ય હોવાને લીધે સ્વતસિહ હાઈ પાસે ને પાસે જ છે અને તે સત્ય સ્વરૂપ હોવાને લીધે અતિ નિમ ળ છે (યો નિ પૂ. સ. ૧૩ આત્મજ્ઞાન કિંવા જ્ઞાનયોગના અભ્યાસ માટે આ ૫ડેલાંના સર્ગ ૧૧-૧૨ જુઓ).. જ ગીતાકારે યોગ શબ્દ આ અર્થે ચાલે છે. જ્ઞાન, આત્મજ્ઞાન વા બુદ્ધિાગ એ તેનાં પર્યાય નામો છે.