________________
૧૬૪ ]
તદુપટૅચાર સવૈન– [ સિદ્ધાન્તકા ભ૦ ગીવ અ૦ ૨૩૯ હું સ્વયંપ્રકાશ, ચેતન અને વ્યાપક એવો આત્મસ્વરૂપ જ છું, એવા જ નિશ્ચયથી નિરંતર અભ્યાસ કર્યો કર. તું મમતા અને અહંકાર વિનાના હેઈ અતિ બુદ્ધિશાળી છે. માટે શાંત, સર્વ પદાર્થોમાં વ્યાપી રહેલ અને જ્ઞાનસ્વરૂપ એવા બ્રહ્મ કિવા આત્મરૂપ થા. આદિ અંતથી રહિત અને સ્વયંપ્રકાશ એવું જે પરમપદ છે, તે તે પોતે જ છે, તું સર્વત્ર વ્યાપક એકરૂપ અને શુદ્ધ બોધમય છે. બ્રહ્મ, આત્મા, તુરીય, અવિદ્યા તથા પ્રકૃતિ ઇત્યાદિ શબ્દથી જે કાંઈ કહેવાય છે, તે સર્વ અભિન્ન એવા સતસ્વરૂપ જ છે. જેમ સેંકડો ઘડામાં માટી એક છે. તેમ આ અનંત પદાર્થોમાં બ્રહ્મ જ એક છે. ઘડો જેમ માટીથી ભિન્ન નથી, તેમ જગત આત્માથી જુદુ નથી. ઘડે જેમ માટીમય છે, તેમ મા સધળું દશ્યજાળ પણ આત્મસ્વરૂપ જ છે. જેમ પાણીની ઘૂમરી કિવા ચકરી થાય છે, તેમ આત્માને વિવર્ત થવો તે જ જગત શબ્દથી કહેવાય છે, એટલા માટે જે કાંઈ છે તે સર્વ આત્મા છે. જેમ ચલન અને પવન એ બંને નામથી જુદા છે પણ સત્તાથી જુદા નથી, તેમ આત્મા અને અવિદ્યા એવો ભેદ કેવળ નામમાત્ર જ છે પણ વાસ્તવિક નથી. દૈત અસત છે, તે બ્રાંતિથી જ ગ્રહણ કરવામાં આવ્યું છે, તે અજ્ઞાન વડે જ ઉત્પન્ન થયું છે અને બેધથી નષ્ટ થાય છે. મારે તને ત્યજી દે, કેમ કે હવે તું પ્રબોધને પ્રાપ્ત થયેલો છે, જેથી દૈતરૂપી મિયા ભમ તારામાં કયાંથી હોય? તું આત્મભાવનારૂપ વિનવથી નિર્ભયસ્વરૂપ બની જા. દુઃખ તો ત્રણે કાળમાં નથી જ. એ મારે છેલ્લામાં છેલે ઉપદેશ છે (જુઓ યે નિટ પૂ૦ ૦ ૪૯ ).
સાંખ્યશાસ્ત્ર વડે આત્માનું થતું પક્ષ જ્ઞાન ઉપરના વિવેચનથી સારી રીતે જાણી શકાશે કે, આત્મસ્વરૂપનું જ્ઞાન થાય ત્યાં સુધીને માટે અનેક . પ્રકારની યુક્તિઓને આશ્રય લઈ તે સમજાવવાને માટે પ્રયત્ન કરવામાં આવે છે, તેમાં સાંખ્યનિષ્ઠાને માર્ગ મુખ્ય હેઈ આત્માનું પરક્ષ જ્ઞાન કરી આપનારી તે બુદ્ધિગમ્ય એવી આયુક્તિ છે. તે દ્વારા પ્રથમ આત્મવરૂપનું પક્ષ જ્ઞાન કરી લેવું પડે છે કે જેથી આત્માનો સાક્ષાત્કાર એટલે અનુભવસિદ્ધ અપક્ષ નાન પ્રાપ્ત થવાને માટે સરળતા થાય. જેમ વ્યવહારમાં કોઈ અજ્ઞાનીને તારે અમુક ઠેકાણે જવાનું છે એમ કહેવામાં આવે, એટલે તેને પોતાને પ્રથમ કયાં જવાનું છે તેનું જ્ઞાન થાય છે, તેવું જ્ઞાન થવાથી કયારે જવું તેને તે નિશ્ચય કરે છે અને નિશ્ચય કર્યા બાદ કયે રસ્તે જવું, કયાં સાધન વડે જવું, સાથે શું શું રાખવું વગેરે બાબતેનો વિચાર કરી, જવાને માટે નીકળે છે; પણ જે જવાનું સ્થાન પૂર્વ તરફ હોય અને જનારને તે થળનું ચોકકસ જ્ઞાન ન હોય તથા જે તે પશ્ચિમ તરફ છે એમ પિતે મનમાં માની લઈને તે દિશાએ જ ચાલ્યા કરે તથા તેમ કરવાથી ગમે તેટલો થાકી જાય તે પણ તે ઇષ્ટ સ્થળે પોંચી શકતા નથી. પણ જ્યારે તે સ્થાનનો કેઈ ભોમી ને આ રસ્તો ભૂલભરેલો અથવા ઊલટો છે, માટે સીવે રસ્તે સામે જ ચાલ્યા જાઓ, એમ બતાવે છે ત્યારે તે આડે રસ્તે ચડેલો માણસ કાળાંતરે પણ પોતાના સ્થાન પ્રતિ પડે તે પ્રમાણે આત્મા એ શું છે? તેનું જ્યાં સુધી પક્ષ કિંવા બુદ્ધિગમ્ય જ્ઞાન સમ્યફ પ્રકારે પ્રાપ્ત થાય નહિ, ત્યાં સુધી તે ની પ્રાપ્તિ માટે થનારા સર્વ પ્રયત્નો નિરર્થક ગણાય. વ્યવહારમાં પણ જુઓ કે, કોઈ વસ્તુનું પ્રથમ જ્ઞાન પ્રાપ્ત કરી લેવું પડે છે અને જ્યાં સુધી તેનું જ્ઞાન હેતું નથી, ત્યાં સુધી તે વસ્તુ પાસે હેવા છતાં પણ નિરર્થક હેાય છે. ગુપ્ત ધન ગમે તેટલું ઘરમાં દાટેલું હોય પરંતુ ત્યાં સુધી તેનું જ્ઞાન હોતું નથી ત્યાં સુધી તે ભિક્ષા માગ્યા વગર શો ઉપાય? અર્થાત્ વ્યવહારમાં પણ પ્રથમ જ્ઞાન જ પ્રધાન છે, તે નિર્વિવાદ છે. તે પ્રમાણે આમ પાસે હોય કે દૂર છે તેનું નિશ્ચિત જ્ઞાન જ્યાં સુધી પ્રાપ્ત થતું નથી, ત્યાં સુધી કે કહે કે હું તેને માટે પ્રયત્ન કરું છું તે તે હાસ્યાસ્પદ ગણાશે. આથી આત્મસ્વરૂપનું પ્રથમ તો બુદ્ધિગમ્ય એવું પક્ષ જ્ઞાન પ્રાપ્ત કરી લેવું જોઈએ અને તે જ્ઞાન પણ કિંચિત્માત્ર સંદેડ વગરનું અને સત્ય એવું જ હોવું જોઈએ. જો તેમાં કિંચિત્માત્ર પણ દોય ને સંશય રહેવા પામ્યું હશે તો તે સર્વ નિરર્થક જ નીવડશે અને પૂર્વને બદલે પશ્ચિમમાં જનારાની સ્થિતિ થાય તે પ્રમાણે થશે, માટે આત્માને પરોક્ષ જ્ઞાન પણ નિઃશંક સત્ય અને યુક્તિઃ એવું લેવું જોઈએ. નવા પ્રકારનું જ્ઞાન જ્યાં સુધી હેતું નથી ત્યાં સુધીને માટે ગમે તેટલું ઊલટું જવામાં આવે છે તે સર્વ નિરર્થક છે, એટલું જ નહિ પરંતુ કદાચ છ સ્થળે પણ પહોંચવામાં