________________
ગીતાહન] અગ્નિએ તે વણને બાળવા પોતાની સર્વ શક્તિ અજમાવી જોઈ [૧૬૫ આવે છતાં અજ્ઞાનને લીધે માહિતીના અભાવે તે સર્વ વ્યર્થ જ ગણાશે; માટે પ્રથમ તે આત્માનું પક્ષ જ્ઞાન પ્રાપ્ત કરી લેવું જોઈએ એટલું જ નહિ પણ તે જ્ઞાન અપૌરુષેય એવા સયુક્તિક શાસ્ત્રના આધારવાળું અને ગુરુપ્રતીતિના મેળ સાથેનું હોવું જોઈએ કે જેથી આત્મપ્રતીતિને માટે સુગમતા થાય. આ પ્રકારે આત્માનું બુદ્ધિગમ્ય અર્થાત પરોક્ષ જ્ઞાન કરી આપનાર તત્ત્વ એ જ સાંખ્ય હેઈ તે તત્ત્વ સમજાવનારાં શાસ્ત્રો એ સાંખ્યશાસ્ત્ર છે અને તે સમજાવનારા અપરોક્ષાનુભવી તત્વને સાંખ્યાચાર્યો કહે છે.
પ્રથમ પક્ષ જ્ઞાન પ્રાપ્ત કરવું શ્રીકૃષ્ણ ભગવાને અર્જુનને પ્રથમ બુદ્ધિગમ્ય એટલે બુદ્ધિને કબૂલ કરવું પડે એવું આત્મજ્ઞાન સાંખ્ય માર્ગના આશ્રમે સયક્તિક શાસ્ત્રો દ્વારા સમજાવ્યું તથા પિતાના અનુભવના મેળ સાથે તે સ્થાન જ મારુ સાચું સ્વરૂપ છે, એ પ્રમાણે નિશ્ચય કરવા જણાવ્યું. હવે આત્મપ્રતીતિ એટલે પ્રત્યક્ષ સાક્ષાતકાર થવાને માટે જે સાધન વા માર્ગ કે જેને શાસ્ત્રકારે વેગ કહે છે, તેનું સ્પષ્ટીકરણ હવે શ્રીકૃષ્ણ ભગવાન નીચે પ્રમાણે કરે છે?
ગ શ્રીકૃષ્ણ ભગવાન કહે છે: હે પાર્થ ! અત્યાર સુધી તને સાંનિષ્ઠા એટલે આત્માનું જ્ઞાન કરાવી આપનાર જ્ઞાનનિષ્ઠા કિંવા સાંખ્ય યુક્તિ કહી. શ્રેષ્ઠ અધિકારી ગણાતા તીવ્ર બુદ્ધિમાને તે આ સાંનિષ્ઠા વા જ્ઞાનનિષ્ઠાને ઉપદેશ સાંભળતી વખતે જ તેને મનની અંદર વિચાર કરીને નિદિધ્યાસન પણ તરત જ કરે છે અને તત્કાળ નિશ્ચય કરી લઈ કૃતાર્થ બની જાય છે. પરંતુ તેવા તીવ્ર બુદ્ધિમાને એટલે જનકાદિક જેવા શ્રેષ્ઠ અધિકારીઓ તે કવચિત જ જોવામાં આવે છે; પણ બીજાઓને તો અપરોક્ષ અનુભવ થતાં સુધી અભ્યાસ કરવો પડે છે. આ અભ્યાસક્રમને જ યોગ કહેવામાં આવે છે; માટે હવે તને આત્મસ્વરૂપની પ્રાપ્તિને માટે અભ્યાસ કરવા ગ્ય એવો સાંખ્ય, સંખ્ય, જ્ઞાન કિંવા બુદ્ધિગ કહું છું, તે સાંભળ. જેને આશ્રય કરવાથી કર્મો કરતાં છતાં પણ તેનાં બંધનો તને સ્પર્શ કરી શકશે નહિ. આ શ્લોકમાંને યોગ શબ્દને માટે પણ વિદ્વાનોમાં પુષ્કળ ઊહાપોહ મચેલો જોવામાં આવે છે, તે સંબંધમાં શ્રીકૃષ્ણ ભગવાને ઉદ્ધવગીતામાં કહેલી ગની વ્યાખ્યા આ પ્રમાણેની છેઃ
યોગ એટલે શું? ભગવાન શ્રીકૃષ્ણ કહે છેઃ હે ઉદ્ધવ! આ સઘળે સંસાર તે કેવળ અજ્ઞાનની ભ્રાંતિ ને મેહ વડે ભાસનારો હેઈ પિતાના મનની એક કલ્પનારૂપ જ છે, તેથી આત્મસ્વરૂપ એ જે હું તેમાં બુદ્ધિને યુક્ત કરીને તે સર્વથા મનને નિગ્રહ કર. આ રીતે નિરંતર મનને નિગ્રહ કરતાં રહેવું, એ જ યોગનું વાસ્તવિક સ્વરૂપ હોઈ તે વડે જ સુખદુઃખાદિ સર્વે કોનો નાશ થઈ મારા પરમ અદ્વૈત એવા આત્મસ્વરૂપની પ્રાપ્તિ થાય છે (ભા૦ સ્ક0 ૧૧ અ. ૨૮, ૧૨ થી ૨૬). ઉદ્દેશ એ કે, આત્મા અદ્વૈત છે, એવું જ્ઞાન સાંખ્ય વા વેદાંત પરિભાષાને આધારે પ્રાપ્ત કરી લીધા બાદ બેપણામાંથી એકપણુરૂપ થવું એવી જે અભ્યાસની યુક્તિ તેનું નામ જ યોગ. એટલે હું, તું, તે, આ ઇત્યાદિ ચરાચર દશ્યમાં સર્વત્ર એક આત્મા જ છે, તેનાથી અન્ય કાંઈ છે જ નહિ. એ પ્રમાણેની કિંવા જેના જે ઉપાસ્ય દેવતા હોય તે ઉપાસ્ય દેવની જ સર્વત્ર અનન્ય અદ્વૈત) ભાવ વડે ઉપાસક ભાવના કરે, એટલે જેમાં દૈત બિલકુલ નથી એવું આ સર્વે કેવળ એક અદ્વૈતરૂપ જ છે. એવા પ્રકારનું જ્ઞાન પ્રાપ્ત થયું તે સાંખ્ય તથા તે જ્ઞાનના આધારે એટલે તેવા પ્રકારનું જ્ઞાન પ્રાપ્ત થવા છતાં | પણ તેવા પ્રકારનો પ્રત્યક્ષ અનુભવ થઈ એજ્ય પ્રાપ્ત થાય ત્યાં સુધીને માટે જે અભ્યાસક્રમ તે યોગ, અર્થાત .| પરોક્ષ જ્ઞાન થયા બાદ અપરોક્ષ જ્ઞાન એટલે આત્મસાક્ષાત્કાર સિદ્ધ થતાં સુધીનો જે અભ્યાસક્રમ તે જ વેગ કહેવાય છે. પરમાત્માપ્રાપ્તિને માટે થતા અનેક નિષ્કામ પ્રયત્નો જેવા કે, શ્રવણું કર્તાનાદિ નવધા ભકિત, જ્ઞાન. અષ્ટાંગયોગ, અનેક પ્રકારની તપશ્ચર્યાઓ, યજ્ઞયાગાદિ ક્રિયાઓ, જપ, તપ, ધ્યાન ધારણું ઇત્યાદિ સર્વને સમાવેશ આ યોગ શબ્દમાં થઈ જાય છે; પછી તે અભ્યાસ સગુણ સમજીને કરવામાં આવે કે નિર્ગુણ સમજીને કરવામાં આવે, તે સર્વને યોગ એવા એક જ શબ્દમાં સમાવેશ થઈ જાય છે, પરંતુ આ પ્રમાણે થતું દરેક |