________________
ગીતાદેહન] આ બ્રહ્મ મત રહિત તેમ મતવાળું છે, તેમાં છે ને નથી એવા મત અને જાણવાપણું છે નહિ;[ ૧૩૩
સંજય કહે છેઃ હે ધૃતરાષ્ટ્ર! નિદ્રારૂપી આળસને જીતનારા અને કહ્યું કે, હે હકીકેશ! હે ગોવિંદ! આ પ્રમાણે મારી સ્થિતિ થયેલી હોવાથી “હું યુદ્ધ નહિ કરું,” એમ કહી તેણે મૌન ધારણ કર્યું.x
મેહ નિવૃત્તિને ઉપાય સંજય આગળ કહે છેઃ હે રાજા ધૃતરાષ્ટ્ર આ પ્રમાણે બંને સૈન્યની વચ્ચે શોક વડે અત્યંત વ્યાકુળ બની ખિન્ન થઈ બેઠેલા અર્જુન તરફ જોઈ ભગવાને મનમાં વિચાર કર્યો કે, આ અર્જુન અજ્ઞાનને લીધે મેહરૂપી ચક્કરમાં પૂરેપૂરે ફસાઈ ગયો છે. પ્રારબ્ધ એટલે પૂર્વને પ્રાર્તન કર્મવશાત પૂર્વ કર્મનાં ફળ, સુખ, દુ:ખ તથા મેહ એમ ત્રણે પ્રકારે અનુભવમાં આવે એવો જે નિયતિનો નિયમ છે, તે નિયમાનુસાર અર્જુનને આ મોહ ઉત્પન્ન થયેલ છે, વાસ્તવિક રીતે તે આ તેને થોડા સમય પૂરતો સ્મશાન વૈરાગ્ય છે; છતાં તેને યોગ્ય ઉપયોગ કરી લેવો જોઈએ. અરે ! જગતમાં અછત અને સિંહ તુલ્ય પરાક્રમી એવો આ હો એકાએક ગર્વહીન બની મોહવશ થઈ નાનાં બાળકની પેઠે દન કરે છે. આ મોહને પ્રતાપ કેવી વિચિત્ર છે તે જુઓ! મોહ અજ્ઞાનને લીધે થાય છે. પિતાના સ્વરૂપનું વિસ્મરણું થવું એ જ અજ્ઞાન કહેવાય છે. અજ્ઞાનની નિવૃત્તિને માટે આત્મજ્ઞાન સિવાય બીજું એક પણ સાધન નથી. વળી ખાસ કરી આયુષ્યમાં આવી સારી તકે કિવા સારા મોકાઓ કવચિત જ આવે છે. આ સમય સંધિને છે. આત્મજ્ઞાનના બોધને માટે પણ આ કાળ ઘણે સારો હોઈ અનફળ છે. વળી શ્રદ્ધાયુકત અંતઃકરણથી તે મારે શરણે આવ્યો છે. જ્યાં સુધી મ અને અકાર્યને હું જાણું છું, શાસ્ત્ર અશાસ્ત્રના વિવેકને સમજું છું; એ મુજબની ખોટી પંડિતાઈનું મિથ્યા અભિમાન ઘર કરીને બેઠેલું હોય છે દુન્યવી જગતના ભોગોમાં આસક્તિ હોય; જગતમાં ચાલી રહેલી પ્રવૃત્તિઓ કરવાની અભિલાષા હોય; કૈલોક્યમાંના વિષયો મેળવવાની ઇચ્છા હોય; પુત્ર, વિત્ત કે લેકવણા તેમજ ઐહિક અને પારલૌકિક લાભ મેળવવાની મનીષા હોય; અંતઃકરણમાં યત્કિંચિત પણ મલિનતા હોય; સારાસાર વિવેક કરવાની બુદ્ધિ ન હોય; સંપૂર્ણ શ્રદ્ધા નહિ હોય તેમ જ બ્રહ્મનિષ્ઠ સદ્ગપ્રત્યે સંપૂર્ણ નિષ્ઠા, સમર્પણની ભાવના, વિશુદ્ધ પ્રેમ અને સંપૂર્ણ શરણાગતિને ભાવ જાગૃત થવા પામ્યો નહિ હોય, ત્યાં સુધી અપાયેલો આત્મજ્ઞાનનો ઉપદેશ પથ્થર પર પાણીની જેમ વ્યર્થ નીવડે છે; એવો શાસ્ત્રસિદ્ધાંત છે. અત્યાર સુધી અર્જાનમાં મિથ્થા દરભિમાન હતું. જેથી તે બ્રહ્મવિદ્યાને લાયક ન હતો, એટલે નાનપણથી હું તેની પાસે ને પાસે હાઈ મારો તેના પ્રતિ અત્યંત પ્રેમ હોવા છતાં પણ તેને આત્મજ્ઞાન ઉપદેશવાને અવસર મને સાંપડ્યો નહતો પરંતુ આજે તે સુઅવસર અનાયાસે જ પ્રાપ્ત થયો છે. આ કાર્ય કરવું કે ન કરવું ? એ બંને બાબતનો નિર્ણય કરવાને માટે તેની બુદ્ધિ સંપૂર્ણ બહેર મારી ગઈ છે. તે કાર્યને નિર્ણય કરવા તદન અસમર્થ અને મૂઢ બની ગયો છે. તેમાંથી પંડિતાઈનું ખોટું અભિમાન સમૂળ નષ્ટ થવા પામ્યું છે. કૃપણુતારૂપી દોષને લીધે તે સાવ રાંક કે દીન જેવો બની ગયો છે. વળી સમગ્ર પૃથ્વીનું તો શું પરંતુ આખા શૈલેયનું રાજ્ય મળે તે પણ તેને મેહ વડે ઉત્પન્ન થયેલા આ શોકનું નિરસન થાય એ શક્ય લાગતું નથી. એટલે આને સમગ્ર ગ્રેજ્યના ઐશ્વર્ય પ્રત્યે તીવ્રતર વૈરાગ્ય ઉત્પન્ન થયેલો છે. સિવાય તેને મારા પ્રતિ સંપૂર્ણ શ્રદ્ધા ઉપજી છે. મારા સિવાય લોક્યમાં પણ આ શોકનું નિવારણ કરી શકે એવો કાઈ જોવામાં આવતો નથી, એમ કહી આપ્ત સમજી સર્વભાવે મારે શરણે આવ્યો છે. તેણે મારી સંપૂર્ણ શરણાગતિ સ્વીકારી છે. આ મુજબ તે બ્રહ્મ વા આત્મપ્રાપ્તિને સંપૂર્ણ અધિકારી બન્યો છે, એટલે આને હવે
* અત્રે કેટલાકને શંકા થવા સંભવ છે કે, યુદ્ધની અણી ઉપર અર્જુનને આ મેહ થયું હતું તે યુદ્ધ સ્થગિત . રહ્યું હતું કે કેમતે માટે ધર્મયુદ્ધ સંબંધે શાસ્ત્રમાં એવો નિયમ છે કેઃ (૧) નશાના ઘેનમાં પડેલો, (૨) અસાવા, (૩) વાયુ કિંવા ભૂતપ્રેતની બાધાવાળે, (૪) સૂતેલ, (૫) બાળક, (૬) સ્ત્રી, (૭) જડ એટલે ભૂખ, (૮) શરણે આવેલ, (૯) રથ વગરને રથી તેમ જ (૧૦) જે ભયભીત થયેલ હોય એવા શત્રની સામે યુદ્ધધર્મ જાણનારાઓ કદી પણ યુદ્ધ કરતા નથી, તેમ જ (૧૧) આયુધ વગરના યોદ્દા ઉપર ધર્મ યુદ્ધમાં પ્રહાર કરતા નથી, એ યુદ્ધશાસ્ત્રનો નિયમ હોવાથી અને પુનઃ શસ્ત્રસજજ થઈ યુદ્ધ માટે સામે ઊભે થયો ત્યાં સુધી યુદ્ધ સ્થગિત હતું એમ સિદ્ધ થાય છે, કેમકે આ ધર્મયુદ્ધ હતું.