________________
૧૪૨ ] મનુ મૂર્ત વિનિય : પ્રેગ્યાહ્મામૃતા મવત્તિ ન. [ સિદ્ધાન્તકારડ ભ૦ ગીવ અ૦ ર/૩૬
મેલમાંથી થતી જા કિંવા રોષ વડે થતાં માંકડ, ચાંચડ તેમ જ તેઓની વિઝામાંથી થતા કીડાઓ પણ તેમના દેહની સાથે નિકટને સંબંધ ધરાવનારા અને તેઓના દેહ વડે જ ઉત્પન્ન થયેલા હોય છે, તો પછી તેઓ પણ તારા બાંધવો કિવા કુટુંબીઓ જ ગણાશે ખરા કે નહિ? તે બધાંને નિત્ય નાશ થતો રહે છે, તે પછી આ બધાં માટે તારે હમેશાં જ શેક કર્યા કરવો જોઈએ એમ જ થયું ને ?
દેહના સર્વાશને નાશ કદી પણ થતો નથી માટે છે અન! પ્રથમ તો એ વિચાર કર કે તું પોતે કોણ છે? અને આ બધા નષ્ટ થશે એમ સમજીને જેઓને તું શોક કરે છે તેઓ પણ વસ્તુતઃ કેણું છે? તું પોતે દેહ જ છે કે તે કરતાં કોઈ જુદો જ છે? દેડ એ તે એક પરમાણુને પૂજ (સમુદાય) છે. એ સમુદાયનો નાશ કિવા તેના અંશ પ્રત્યંશનો નાશ થાય તેને નાશ કહેવામાં આવે તો પછી આ રીતે દેહના અંશ પ્રત્યેશને નાશ તો દરેક ક્ષણે ક્ષણે થયા જ કરે છે, આ ધારગે તે તારે હમેશને માટે અને અખંડ રડતાં જ રહેવું જોઈએ. જે દેહના સર્વોશના નાશને નાશ કહેવામાં આવે અને તેનો શોક કરવો એમ જે તું કહેશે તે દેહના સર્વી શો નાશ તો કદાપિ થતો નથી. પરંતુ માત્ર હંમેશાં રૂપાંતર જ થયા કરે છે. તે નિયમાનુસાર આ સર્વે તારાં સંબંધીજનોનાં શરીરના અંશે પૃથ્વી આદિ મહાભૂતમાં મળી જઈ તે તે રૂ૫માં પરિણમશે, અગર પૃથ્વી આદિને પણ નાશ થાય છે, એમ કહેવામાં આવે તે પણ છેવટે ચિદાકાશ તે અવિનાશી હોઈ તે તો રહેવાનું જ, પરંતુ તે બધું જવા દે.
પ્રથમ વિચાર કર કે, તું કાંઈ દેહ નથી, પણ દેહી છે; કારણ કે તું જેમ આ મારું વસ્ત્ર છે એમ કહે છે, તે જ પ્રમાણે તારા શરીરને આ મારો દેહ છે એમ કહે છે, તે પછી તું દેહ જ કેવી રીતે હોય, તે કહે વારુ ! વાસ્તવિક રીતે તો તું દેહ અને દેહથી પણ તદ્દન જુદો જ કેાઈ છે. આમ છે તે પછી બીજાના હિની સાથે તારે શો સંબંધ? જેમ તારા ભાઈના વસ્ત્રાદિની સાથે તારો તલભાર પણ સંબંધ હેતે નથી, તેમ તેમના દેહની સાથે પણ તારો યત્કિંચિત સંબંધ નથી. આ રીતે જેમ વસ્ત્ર તેમ દેહ. આ મુજબની પરિસ્થિતિ છે, તો પછી આવી મિથ્યા બાબતને માટે શક કરે એ તને શેભે છે ખરું કે ! તેને તું સારી રીતે વિચાર કરી છે. ઉપર જણાવ્યું છે તેમ ઘરનો નાશ થવા છતાં પણ તેમાંના આકાશનો નાશ કદાપિ થતો નથી. તે મુજબ દેહમાં દેહી રૂપે રહેનારા કિવા રડે છે એમ ભાસનારા, પરંતુ વસ્તુતઃ તે સર્વથી તદ્દન અલિપ્ત એવા આ સત અથવા આત્માને નાશ, દેહને નાશ થવા છતાં પણ કદાપિ થતો નથી, માટે આ ન્યાયાનુસાર કાઈ પણ ભૂત કિવા પ્રાણી માત્રને માટે શાક કરવા એ નિરર્થક છે. તસ્માત અન બધું ઉત્પત્તિ, સ્થિતિ અને લય પામનારું જે જે કાંઈ તને ભાયમાન થાય છે તે વસ્તુ તેવું નથી, પરંતુ અવિનાશી એવું આત્મસ્વરૂપ છે, એમ જાણી શોક રહિત થા.
स्वधर्ममपि चाक्ष्य न विकम्पितुमर्हसि । धाद्धि युद्धाच्छ्योऽन्यत्क्षत्रियस्य न विद्यते ॥ ३१ ॥ यदृच्छ्या चोपपन्नं स्वर्गद्वारमपावृतम् । सुखिनः क्षत्रियाः पार्थ लभन्ते युद्धमीदृशम् ।। ३२ ॥ अथ चेत्त्वमिम धर्म्य सङ्घामं न करिष्यसि ।। ततः स्वधर्म कीर्ति च हित्वा पापमवाप्स्यसि ॥ ३ ॥