________________
૧૪૪] દ્રશ્ન ટુ હેવે વિવિ તત્ત્વ દ ગ્રશ્નો વિશે લેવા અમીયત છે [ સિદ્ધાન્તકાષ્ઠ ભ૦ ગીવ અટ ર/૩૮ આ માટે ધર્મિક પ્રસંગ આવતા કે ભાગી ગયે? વગેરે નહિ બલવાનાં કટુવચને બેલી સર્વત્ર તારા સામર્થ્યની નિંદા કરતા રહેશે. વ્યવહારમાં આ કરતાં વધુ દુઃખદાયક એવું બીજું શું?
हतो वा प्राप्स्यसि स्वर्ग जित्वा वा भोक्ष्यसे महीम् । तस्मादुत्तिष्ठ कौन्तेय युद्धाय कृतनिश्चयः ॥ ३७ ॥ सुखदुःखे समे कृत्वा लाभालाभौ जयाजयौ । ततो युद्धाय युज्यस्व नैवं पापमवाप्स्यसि ॥ ३८ ॥
વ્યવહાર દષ્ટિએ ઉચિત શું ? હે કય! આમ આત્મ અને વ્યવહાર બંને ધર્મો મેં તને સમજાવ્યા. તેને વિચાર કર અને નિશ્ચય કરી યુદ્ધ કરવાને માટે ઊઠ. કારણ કે જે કદી આ ધર્મયુદ્ધમાં તું હણાઈશ તો સ્વર્ગ પ્રાપ્ત થશે અને છતીશ તે પૃથ્વીનું નિકંટક રાજ્ય ભોગવીશ, માટે યુદ્ધ કર. સિવાય સત્ય એવા આત્મધર્મમાં બતાવ્યા પ્રમાણે એટલે કે આ સર્વ આત્મસ્વરૂપ જ છે, એવી દઢ ભાવના રાખીને સુખદુઃખ, લાભહાનિ, જયપરાજયાદિને સરખાં ગણીને જો તું યુદ્ધ કરીશ તો તને કિંચિત્માત્ર પણ પાપનું લેપન થશે નહિ, અને પ્રથમ કહેવામાં આવ્યું છે તે પ્રમાણે કરવામાં તને છહ અને પરલોક એમ બંને તરફથી તે લાભદાયક છે, એટલું જ નહિ પણ વ્યવહાર અને પરમાર્થ દષ્ટિનો વિચાર કરતાં પણ તેમ કરવું યોગ્ય જ છે. કારણ વ્યવહાર દષ્ટિથી પણ જે આ ધર્મયુદ્ધમાં તારું મૃત્યુ થશે તો તને સ્વર્ગપ્રાપ્તિ થશે અને છતીશ તે પૃથ્વીનું રાજ્ય ભાગવીશ; પે સ્પષ્ટ છે. આમ બંને બાજુએથી તારું શ્રેય અર્થાત કલ્યાણ જ છે. વળી આત્મદષ્ટિને આશ્રય લઈ યુદ્ધ કરીશ તો તેથી તને તારા કર્મો કરવા છતાં પણ જળકમળવત તેને બિલકુલ સ્પર્શ થશે નહિ. આ પ્રમાણે બંને દષ્ટિએ આ યુદ્ધ તને કલ્યાણકારી જ થશે, એમ નિશ્ચિત સમજ. એટલે હવે તને આ બધા ગુરુ, આચાર્યો, પિતા, પિતામહાદિકે તથા બાંધવાદિ સંબંધીજનને મારવાથી અમારું કલ્યાણ કેવી રીતે થશે? એવી જે શંકા મોહને લીધે ઉપજેલી છે તે તદ્દન નિરર્થક છે. આ યુદ્ધ જે અધર્મયુદ્ધ હેત તો તારી શકાઓ યોગ્ય ગણાત, પરંતુ આ તો ધર્મયુદ્ધ છે એટલે તારી બધી શંકાઓ નિરર્થક જ બને છે; માટે આત્મદષ્ટિને પ્રધાન રાખી સુખદુઃખ, લાભાલાભ, જયપરાજય ઇત્યાદિને સરખાં માની સત્ય એવા આત્મસ્વરૂપનો આશ્રય કરી જીવન્મુક્ત અવસ્થામાં સ્થિત થઈ જે યુદ્ધમાં જોડાઈશ તો આ યુદ્ધ કરવા છતાં પણ તું પાપને પામીશ નહિ હવે આને ધર્મયુદ્ધ કેમ કહે છે તેને વિચાર કરવો રહ્યો.
આ યુદ્ધ રાજલોભને માટે હતું? આ યુદ્ધ એ કાંઈ કેવળ રાજલભને ખાતર ન હતું, તેથી તે ધર્મયુદ્ધ કહેવાય છે. કારણ કે, એક તે રાજા દુર્યોધને પાંડવોનું રાજ્ય કાંઈ યુદ્ધ કરીને છલું ન હતું, પરંતુ ઘુતમાં છળકપટ તથા યુક્તિપ્રયુકિતથી અમુક અમુક વચનોની શરતોથી પડાવી લીધું હતું. આ સંબંધે ભાગવતમાં આ પ્રમાણેનું પ્રમાણ છે:
શદેવજી પરિક્ષિતને કહે છે કે, હે રાજા ! અધમેં કરીને નાશ પામેલી વિવેકબુદ્ધિવાળા તથા દુષ્ટ પુત્રોનું પોષણ કરનારા એવા ધૃતરાષ્ટ્ર રાજાએ પિતા વગરના પાંડવોને લાક્ષાગૃહમાં બાળ્યા, તેમ જ પિતાની આંખમાંથી પડતાં આંસુ વડે રુદન કરતી પિતાના પુત્રતુલ્ય એવા યુધિષ્ઠિર રાજાની સ્ત્રી દ્રોપદીના સભાની વચ્ચે કેશ ખેંચવારૂપ પોતાના પુત્ર દુર્યોધનનું નિંદિત કામ ધૃતરાષ્ટ્ર જાણ્યા છતાં પણ વાર્યું નહોતું, વળી દુર્યોધને વૃતમાં (જગટામાં) અધર્મ વડે જીતેલા રાજ્યમાં, સત્યના આશ્રયે રહેલા સજજન એવા યુધિષ્ઠિરે ઠરાવ પ્રમાણે વનમાંથી આવીને ભાગ માગ્યો તોપણ આપે નહિ, એટલું જ નહિ પણ યુધિષ્ઠિરે મોકલેલા જગદગુરુ
A
:
: