________________
ગીતાહન ] અમિ બ્રહ્મની પાસે ગયે. તેને જોઈને અહ૫ બનેલું બધાવ્યું કે, “તું કોણ છે ?" [ ૧૫૫ સમજાવવાને શાસ્ત્રકારોએ પ્રયત્ન કરેલ છે; પરંતુ આ પ્રમાણે યુક્તિઓને આશ્રય કરવાને માટે વ્યવહારમાં મુખ્ય સાધન તે એક અપૌરુષેય એવા વેદને જ માન્ય કરવું પડે છે, એટલે કે ગમે તે યુક્તિને આશ્રય કરવામાં આવે તે પણ જે તે વેદમાં બતાવૈલાં મહાવાકયોના સિદ્ધાંતોથી વિરુદ્ધ હોય તે તે અયોગ્ય અને અશાસ્ત્રીય ગણાય. આથી અર્થ પણ શાસ્ત્રને અનુસરીને જ લેવો જોઈએ. તેમ તડેં પણ શાસ્ત્રને અનુસરતા હેવા જોઈએ અર્થાત કેવા પ્રકારના તર્ક અથવા યુક્તિઓને આશ્રય લેવો તે બાબતમાં પણ વેદને જ પ્રમાણુ રાખવા પડે છે (કેન નં. ૧, ૪; નં. ૨, ૨-૩; મુંડ. 4. નં. ૨, ૩-૪, બ્રહ, અ. ૨ બ્રા. ૧, ૧). આથી દરેક શાસ્ત્ર તથા શાસ્ત્રકારો વેદના જ મહત્ત્વનું વર્ણન કરે છે. આ ગીતામાં પણ ભગવાને સ્થળે સ્થળે વેદનું મહત્ત્વ વર્ણવેલું છે, એટલું જ નહિ પણ ભાગવત પુરાણમાં પણ સર્વત્ર વેદની જ મહત્તા ગાયેલી છે. તેમાં મુખ્યત્વે અંધ ૧૧ તથા ૧૨માં તે ઘણે સ્થળે વેદની મહત્તાનાં વિસ્તૃત વર્ણીને આવેલાં છે. હવે વેદનો ઉદ્દેશ પ્રવૃત્તિ માર્ગનો છે કે નિવૃત્તિ માર્ગને, તે સંબંધમાં થોડો વિચાર કરે પડશે. આ બાબતમાં શ્રીકૃષ્ણ ભગવાને ઉદ્ધવગીતા (શ્રી ભાઇ &૦ ૧૧ અ. રર)માં જે નિર્ણય કહ્યો છે તે જે અત્રે આપવામાં આવે તે અયોગ્ય ગણાશે નહિ, એટલું જ નહિ પરંતુ તેની સંખ્યા તેમ પ્રકૃતિપુના વિવેક સંબંધમાં પણ તે વડે વધુ સ્પષ્ટતા થશે.
વેદનું તાત્પર્ય શ્રીભગવાન કહે છે કે હે ઉદ્ધવ! વેદના તાત્પર્યને મારા વિના બીજે કઈ જાણતો નથી, માટે એ વેદનું તાત્પર્ય હું જ કહું છું તે સાંભળ! યજ્ઞનું રૂપ આપીને વેદ આત્મસ્વરૂપ એવા મારું જ વિધાન કરે છે, તે તે દેવતાઓનું રૂપ આપીને મને જ જણાવે છે તથા અનુવાદ કરીને મારા જ વિવરૂપ આકાશાદિ દસ્ય પ્રપંચને નિષધ કરે છે. સઘળા વેદનો અર્થ એટલો જ છે કે, તે અધિરૂપે આત્મસ્વરૂપ એવા મને શષ રાખતાં પ્રથમ માયાનો અંગીકાર કરે છે, તથા અંતે તે ભેદનો નિષેધ કરી એટલે અિક્ષભાવ બતાવી નેતિ, નેતિ' એમ કહી અનિર્વચનીય બની પોતાનો વ્યાપાર બંધ કરે છે. જેમ દરેક ઝાડના અંકુરમાં જે રસ હોય તે જ રસ અંકરના વિસ્તારરૂપ અનેક શાખાઓમાં પણ હેય છે, તેમ હદયમાં રહેલા સૂકમ કારે અર્થાત તત (વૃક્ષાંક ૧)ને જે અર્થ તે જ વેદોને છે. *
શું વેદ નિવૃત્તિપ્રધાન છે? ઉદ્ધવજી પૂછે છેઃ હે ભગવન! આપે આગલા વિવેચનોમાં વેદ પ્રવૃતિ ઉપર નથી પણ નિવૃત્તિ ઉપર છે, એ સંબંધે નિર્ણય કહ્યો પરંતુ તે પક્ષનો સ્વીકાર કરતાં પણ તેના પેટામાં ઘણું વાંધા છે. કેટલાક વિદ્વાનો તત્વની સંખ્યાની ગણતરીમાં વાદવિવાદો કરે છે, તે કેટલાકે બાહ્ય પદાર્થોના સત્ય અને મિથ્યાપણું વિષે વાદવિવાદે કરે છે અને કેટલાકે તે વળી આત્માના એકપણું અને અનેકપણ વિષે વિવાદે કરે છે. તે એ વિવાદોમાં અમારે સાચું શું સમજવું? હે પ્રભુ! અજ્ઞાનીઓને સમજાવવાને માટે ઋષિઓએ શાસ્ત્રમાં કેટલાં તરોની સંખ્યા કહેલી છે ? આપે ભાગવત (સ્કંધ ૧૧ અધ્યાય ૧૯)માં ૯+૧૧+૫ અને ૩ મળી કુલ ૨૮ અઠ્ઠાવીસ તો છે, એમ કહ્યું; કેટલાક છત્રીસ, કેટલાક પચ્ચીશ, કેટલાક સાત, કેટલાક નવ, કેટલાક છે, કેટલાક ચાર, કેટલાક અગિયાર, કેટલાક સત્તર, કેટલાક સરળ અને કેટલાક તે તેર તરવા છે એમ કહે છે. તે આમ જુદા જુદા અનેક ભેદો કહેવાનું શું પ્રયોજન છે? તે જાણવાની મારી ઇચ્છા છે.
માયાને અંગીકાર કરી થતાં વર્ણનની સ્થિતિ ભગવાન શ્રીકૃષ્ણ કહે છે: બ્રહ્મવિ ઋષિઓએ તેના સંબંધમાં જે અનેક વાત કહેલી છે, તે સર્વ તો કેવળ ભક્તિરૂપ છે. મૃગજળનો અંગીકાર કર્યા પછી તેના થતાં ગમે તેટલાં વર્ણનોની જેમ પ્રથમ એક વખતે મારી માયાતો સ્વીકાર કર્યા પછી જે વિવાદો કરી પોતપોતાના સિદ્ધાંતો પ્રતિપાદન કરવાનો પ્રયત્ન
' + અને મારું કિંવા મને ઈત્યાદિ શબ્દોથી ભગવાન પોતાને માટે જે સંબોધન કરે છે તે બ્રહ્મ, તત, આત્મા (વણાંક ૧) ઇત્યાદિ સલાએ દર્શક છે, એમ સમજવું.