________________
૧૫૬ ] કવિ ગહનનીયત્ર નારા વા નનનિ ને [ સિદ્ધાન્તકા ભ૦ ગીઅ૦ રોક
કરે છે, તેમાં કાંઈ પણ અઘટિતપણું આવતું જ નથી. પ્રકૃતિ એ પણ માયાનું બીજું નામ છે. ઉદેશ એ કે માયા વા પ્રકૃતિ એટલે જે કદી કાંઈ છે જ નહિ એવો અર્થ છે. જેમ એક ગૃહસ્થને ૨૦ હજાર, શૂન્ય છે, શિન્ય રૂપિયા આપ્યા અને તે મળવાથી તે મોટો ધનાઢ્ય બન્યો વગેરે કહીં ગમે તેટલું વર્ણન કરવામાં આવે તે તેનો શો અર્થ? અર્થાત “એકડા વિનાનાં મીંડાં ખોટા” એવી જે કહેવત છે તે પ્રમાણે માયા એટલે અન્ય. પછી આ શૂન્યરૂ૫ પાયા ઉપર ગમે તેવી ઈમારતો ઊભી કરવામાં આવે તો તેને શું અર્થ ? ટૂંકમાં આકાશમાં અદ્ધર મોટું નગર બાંધવાનો ઇરાદો રાખનાર શેખચલ્લીમાં અને શૂન્યરૂ૫ પાયાનો એટલે કે માયાને રવીકાર કરી વર્ણન કરનારમાં શો ભેદ ? અને એ રીતે ગમે તેટલી વાત કરે તે પણ તેમાં શી અઘટિતતા હોય? જેમ ઝાંઝવાનાં જળને સ્વીકાર કર્યા પછી તેના પરિણામનો વિવાદ કરવા બેસનારે કઈ કહે કે, તે તો એક હાથ ઊંડાં હતાં, તે બીજા કેટલાક કહે કે ના, ના, તે તે કેડ જેટલાં ઊંડાં હતાં તે કેટલાક કહેશે તે તે વિશ વાંસ ઊંડાં હતાં, એમ ગમે તેટલા વાદ કરવામાં આવે તોપણ મૂળ તો મૃગજળ કિંવા ઝાંઝવાનાં પાણી જ ને? તે પ્રમાણે માયાનો સ્વીકાર કરી માયામાં તને જેટલાં કહીએ તેટલાં તે સિદ્ધ થાય, કેમકે મિથ્યા પદાર્થ જેમાં અને જેવી રીતે ઘટાવીએ તેમાં ઘટી શકે એવો નિયમ છે.
જડ તત્ત્વોની સંખ્યાના ભેદનું કારણ તું કહે છે તેવી રીતે તે નથી, પણ હું કહું છું એવી રીતનું તે છે' આ રીતે મૂળ અનિર્વચનીય એવા પરમતત્વ માટે પંડિત વાદવિવાદો કરે છે ખરા, પરંતુ વાસ્તવિક તે તે સૌ સૌના સ્વભાવરૂપે પ્રકૃતિ - (પરિણામ)ને પામેલા માયા અથવા પ્રકૃતિના સવાદિ ગુગે જ વાદવિવાદોમાં કારણ હેઈતે ગુણોના ક્ષેભને લીધે જ વાદ કરનારાઓના વિષયરૂપ એવો આ મિથ્યા પ્રપંચ ઊભો થયેલો છે, તે સર્વ વસ્તુતઃ માયાવી છે. આ મિથ્યા પ્રપંચ જ્યારે અમદમાદિ દ્વારા ટળી જાય છે, ત્યારે તેની પાછળ વિવાદ પણ શાંત થઈ જાય છે. હે ઉદ્ધવ ! તનો એકબીજામાં અંતર્ભાવ થઈ જતો હોવાથી કહેનારની જેવી ઈચ્છા અને સમજાવવાની શકિત હોય તે પ્રમાણે તેની ન્યૂનાધિક સંખ્યા થઈ શકે છે, પરંતુ માટીમાં જેમ ધટાદિકને અંતર્ભાવ થઈ જાય છે, તેમાં એક કારણરૂ૫ તવમાં તેના કાર્યરૂપ બીજા તને અંતર્ભાવ થઈ જાય છે અને જેમ ઘરમાં માટીનો સમાવેશ થઈ જાય છે, તેમ આ કાર્યરૂપ તત્તમાં તેના કારણરૂપ તત્ત્વનો સમાવેશ અનાયાસે જ થઈ જાય છે. આ પ્રમાણે યુકિતઓ બંધ બેસતી આવતી હોવાથી તેના કાર્યકારણુપણ વિષે અને ન્યૂનાધિક સંખ્યાઓ સંબંધી વાદવિવાદ કરનારાઓમાં તેમની ઈચ્છા પ્રમાણે જે તે પ્રવર્તે છે અને તે મુજબ તે સિદ્ધતા મેળવે છે, આથી અમારી દષ્ટિએ સઘળું ઘટિત જ છે; આ રીતે જડ તત્તવોની સંખ્યાનો ભેદ થવા વિષે કારણ કહ્યું, હવે શાસ્ત્રમાં જીવ અને ઈશ્વર કે જે વાસ્તવિક ચૈતન્યસ્વરૂપ જ છે, તેનો ભેદ અને અભેદ માની તેની ગણના કરવામાં આવેલી છે તે કહું છું:
પ્રકૃતિનાં તની ભિન્ન ભિન્ન સંખ્યા જીવ કે જે અનાદિ અવિદ્યાથી યુકત છે, તેને સ્વસ્વરૂપનું જ્ઞાન પિતાથી જ થવું સંભવતું નથી, એટલા માટે તેને જ્ઞાન આપનાર સર્વજ્ઞ ઈશ્વર તેથી કંઈ જુદો હોવો જોઈએ એમ માનીને જેઓ જીવ અને ઈશ્વરને જુદા જુદા ગણે છે, તેઓના મત પ્રમાણે ચોવીશ જડ તો તથા જીવ અને ઈશ્વર મળી ૨૬ છવીસ તો થાય છે. જીવ અને ઈશ્વર અને ચૈતન્ય રૂ૫ હેઈ ભિન્ન નથી એમ માનનારાઓના મતાનુસાર પચીશ
૧ (૧) આકાશ, (૨) વાયુ, (૩) તેજ (વહિ), (૪) જળ, (૫) પૃથવી એ પાંચ મહાભૂત, (૧) શબ્દ, (૨) સ્પર્શ, (૩) રૂ૫, (૪) રસ, (૫), ગંધ, એ પાંચ સૂરમ તન્માત્રાઓ. (૧) નાક, (૨) ત્વચા, (૩) નેત્ર, (૪) જિહુવા અથવા રસના અને (૫) કાન એ પાંચ જ્ઞાનેંદ્રિય, (૧) વાણી, (૨) બે હાથ, (૩) બે પગ, (૪) શિન, (૫) ગુદા એ પાંચ કમે કિયે મળી દશ વાદ્ર; (૧) અહંકાર, (૨) ચિત્ત, (૩) બુદ્ધિ, (૫) મન એ ચાર મળી કુલ ચોવીશ તત્ત્વ કપિલ મહર્ષિએ પિતાના સાંખ્ય વર્ણનમાં બતાવેલાં છે, વળી અંત:કરણ કિંવા કાળ નામનું પચ્ચીસમું તત્વ પણ ગાંગેલું છે. પરંતુ અત્રે ઉપરનાં ચોવીસ તત્ત્વો અને જીવ તથા ઈશ્વર મળી કુલ છવ્વીશ કહેવાયેલાં છે.
(૨) ઉપરનાં ચોવીશ સાંખ્ય તત્ત્વો તથા છવઈશ્વર અભિન્ન મળી એક એમ ૨૫ તત્વો થાય છે,