________________
ગીતાદેહન ] તે એટલે હું પે પ્રકટેલ બ્રહ્મ તારામાં કેવું શું સામર્થ્ય છે તે કહે, એમ તેને પૂછયું. [ ૧૫૯ તામસ એવા ત્રણ ભેદે છે; વિકારિકમાંથી ઈદ્રિના દશ દેવતા અને મન (વૃક્ષાંક ૧૧) ઉત્પન્ન થયાં. તેજસમાંથી ગોલક સહિત દશ ઈદ્રિયો અને બુદ્ધિ (વૃક્ષાંક ૧૦) ઉત્પન્ન થઈ તામસમાંથી શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ, એ પાંચ તન્માત્રાઓ તથા ચિત્ત (વૃક્ષાંક ૯), ઉત્પન્ન થયાં. એ અહંકાર ચિરાભાસ વડે વ્યાપ્ત હેવાને લીધે જડ અને ચૈતન્યની ગાંઠ વા સાંધારૂપ કહેવાય છે. અહંકારમાંથી ઉત્પન્ન થનારા દેવતાઓ અને મનને સ્વભાવ પ્રકાશ છે, માટે તેઓને વૈકારિક એટલે સાત્વિક અહંકારનાં કાર્યો ગણેલાં છે. ઈદ્રિયોનો સ્વભાવ પ્રકૃતિ છે, માટે તેઓને તૈજસ એટલે રાજસ અહંકારનાં કાર્યો ગણેલાં છે, પંચભૂતાનો સ્વભાવ આવરણનો છે, માટે તન્માત્રાઓ સહ તેમને તામસ અહંકારના કાર્યમાં ગણવામાં આવેલાં છે. આત્મસ્વરૂપ એવા મારી પ્રેરણાથી સઘળા પદાર્થોએ મળી પિતામાં શક્તિ આવવાથી “હું” કે જે સર્વને અંતર્યામી (વૃક્ષાંક ૨) છું, તેના સ્થાનપ સૂક્ષ્મ એવા અંડને ઉત્પન્ન કર્યો (વૃક્ષાંક ૧૪) પાણીમાં રહેલા અંડમાં લીલાથી નારાયણ રૂપ ધરીને “હું” વિષ્ણુ (વૃક્ષાંક ૧૧) રૂપે રહ્યો. મારી નાભિ (વક્ષાંક ૧૨)માં સર્વ લોકેાના કારણરૂપ કમળ ઉત્પન્ન થયું તે હિરણ્યગર્ભ કહેવાય છે. કમળમાં બ્રહ્મા (ક્ષાંક ૧૩ ) ઉત્પન્ન થયા. રજોગુણવાળા અને જગતના કારણરૂપે તે બ્રહ્માએ મારી અનુગ્રહથી તપ કરીને લોકપાળ સહિત ભૂલોક, ભુવેર્લોક અને સ્વર્લોક એમ ત્રણ લોકોને સર્યા. સ્વર્લોક દેવતાઓનું સ્થાનક થયું, ભુવાઁક ભૂતાદિનું સ્થાનક થયું, શ્ર્લોક મનુષ્યાદિનું સ્થાન થયું અને જ્ઞાની લોકોનું સ્થાન તે એ ત્રણે લોકોથી પર એવું બ્રહ્મ છે તેમ જ અસુર અને નાગાદિ લોકોનું સ્થાન પૃથ્વી નીચે એટલે પાતાળમાં સર્યું છે.
સત્ય તો એક આત્મા જ છે દરેક દસ્ય પદાર્થ પ્રકૃતિ અને પુરુષ એમ બન્નેથી વ્યાપ્ત હોય છે. જે પદાર્થ, આદિ અને અંતે જે સ્વરૂપમાં હોય તે જ સ્વરૂપે મધ્યમાં પણ હોય છે; જેમ કે ઘડાના આદિ અંતમાં માટી છે તથા કંડલાદિમાં આદિ અને અંતે સુવર્ણ હોય છે, એટલે ઘટના મધ્યમાં પણ માટી તથા કંડલાદિના મધ્યમાં સુવર્ણ જ છે એમ સમજવું. ઘડા તથા કંડલાદિમાં માટી અને સુવર્ણ બદલાતાં નથી માટે તે સત્ય કહેવાય છે, તેમ જગતમાં આદિ અને અંતે આત્મા હોઈ મધ્યમાં પણ તે જ છે, તે બદલાતો નથી માટે તે સત્ય કહેવાય છે. વિડ કિવા કુંડલ વગેરે નામ રૂપાદિ વિકારો વ્યવહારને માટે હોય છે, તેમ આ નામ રૂપાત્મક જગતાદિ દો પણ વ્યવહારને માટે જ કપેલા છે. સત્ય તે એક આત્મા જ છે. મહત્તવાદ પણ પોતપોતાના કાર્ય પ્રત્યે આદિ અને અંતરૂ૫ છે, માટે તે ૫શુ સત્ય હશે એવી શંકા રાખવી નહિ, કારણ કે મહત્તવાદિ કારણ પદાર્થ જે અહંકારાદિ કાર્ય પદાર્થોને ઉત્પન્ન કરે છે, તે પણ આત્માની સત્તા વડે જ. જેમ કે, પિંડ જે ઘડાના આકારને ઉત્પન્ન કરી શકે છે તે પણ માટીને લીધે જ, માટી વગર તે ઉત્પન્ન કરી શકાતું નથી એટલા માટે આત્મા જ વાસ્તવિક રીતે સત્ય છે, દષ્ટાંતમાં ઘડાને આદિ અંત છે એમ કહેવું પડે છે, પરંતુ એ આદિ અંત સત્ય નથી. દષ્ટાંતમાં જે સત્યતા કહેલી છે તે પરમ કારણુપ એવા આત્માને સત્ય કહેવા સાર કહી છે. કાર્યોના ઉપાદાને કારણરૂપ પ્રકૃતિ (ક્ષાંક ૩), પ્રકૃતિને અધિષ્ઠાતા પુરુષ (વક્ષાંક ૨) અને ગણેનો ક્ષોભ કરી કાર્યોને પ્રકટ કરનારો કાળ ( વૃક્ષાંક ૨ ને ૭ વરચે જુઓ ); એ ત્રણે મારાં અર્થાત “ સંત ” સ્વરૂપ એવા આત્મા કિવા બ્રહ્મનાં જ સ્વરૂપ હોઈ તે મારાથી કિંચિત્માત્ર પણ જુદાં નથી; કારણ કે પ્રકૃતિ એ મારી શક્તિ છે તથા પુરુષ અને કાળ એ મારી અવસ્થારૂપ છે. પ્રકૃતિ, પુરુષ અને કાળ જે કે કોઈનાં કાર્યો નથી અને જગતના કારણરૂપ છે, પણ તે બધાં મારાથી જરા પણ જુદાં નથી. માટે આત્મસ્વરૂપ એ હું સતત વૃક્ષાંક ૧) તે અદ્વિતીય છું. જીવોના ભેગને અર્થે થયેલી આ મોટી સૃષ્ટિ જ્યાં સધી સ્થિતિનો અંત આવે ત્યાં સુધી પિતા અને પુત્રાદિક રૂપથી અવિચિછન ચાલ્યા કરે છે તથા સ્થિતિ પણ જ્યાં સુધી ઈશ્વરની ઈક્ષણ (5 ૭) શક્તિ હોય ત્યાં સુધી ચાલ્યા જ કરે છે. આ તમોને સૃષ્ટિની ઉત્પત્તિ સ્થિતિ વિષે કહ્યું. હવે પ્રલય વિષે કહું છું,
સવના અધિષ્ઠાનરૂપ એક આત્મા જ છે જેમાં લોકોની અને રાષ્ટિઓ અને પ્રલો કપાય છે, એવું આ બ્રહ્માંડ (દક્ષાંક ૧૪થી૧૫ ૪) જ્યારે મારાં સ્વપત એવા કાળના જડબામાં સપડાય છે, ત્યારે આ ચૌદ ભુવનોની સાથે તે વીંખાવા માંડે છે.