________________
ગીતાદેહન]તેઓએ અમિને કહ્યું કે હે જાતવેદ શું આ યક્ષ પૂજ્ય છે એને જાણે. અગ્નિએ ઠીક, એમ કહ્યું.[૧૫૩
ભકિતયોગનું ખરું લક્ષણ હું” કે જે સર્વોતર્યામી છું, તેમાં સમુદ્રની અંદર જેમ મંગાજળ અવિચ્છિન્ન મળે, તેમ જેનું અનુસંધાન હું” એટલે તર કિંવા આત્મા (વૃક્ષાંક ૧ માં) કિંચિત્માત્ર પણ ખંડિત થયા સિવાય રહ્યા જ કરે છે અને તેમ રહેવામાં કોઈ પણ પ્રકારના ફળની ઇચ્છા કિવા ભેદદષ્ટિ એટલે જુદાપણાની ભાવના ન હોય એ જ ભક્તિયોગનું ખરું લક્ષણ છે. એવા પ્રકારે એકનિક અને નિર્ગુણ ભક્તિ કરનારાઓને સલકતા, સમીપતા, સરૂપતા અને સાયુજ્યતા એ ચારે પ્રકારની મુક્તિ આપવામાં આવે તો પણ તેઓ તેની સામે કદી જોતા યે નથી. અર્થાત નદી જેમ સમદ્રમાં મળી ગયા પછી તેની સાથે એકાકાર બની જાય છે તથા પછી પાછો ગમે તેટલો પ્રયત્ન કરવામાં આવે તો પણ તે સમુદ્રથી કદી જુદી થઈ શકતી નથી, તેમ આવા પ્રકારની પૂર્ણ અદ્વૈત ભાવની જે નિર્ગુણ ભકિત એ જ ખરો ભકિતયોગ કહેવાય છે. આવી ભકિતથી જ પરમપદની પ્રાપ્તિ થાય છે. તત એવો હું (વૃક્ષાંક ૧) સર્વના અંતર્યામી રૂપે સર્વ પ્રાણીઓમાં નિત્ય રહ્યો છું, તેની અવજ્ઞા કરી મનુષ્ય જે કેવળ સગુણ મૂર્તિનું પૂજન કર્યા કરે છે તે ચાળા ચૂંથે છે. હું એટલે કે જે સત (વૃક્ષાંક ૧) રૂપે સર્વ પ્રાણીઓમાં સાક્ષી કિંવા ઈશ્વર રૂપે રહેલે પરમ ઈશ્વર (ક્ષાંક ૧) છું, તેની ઉપેક્ષા કરીને મનુષ્ય જે કેવળ મૂર્તિપૂજન જ કર્યા કરે તો તે મૂઢપણુથી ઘીને અગ્નિમાં હેમવાને બદલે રાખમાં જ હોમે છે એમ સમજવું. બીજાઓમાં પણ રહેલો જે “હું' તત (વૃક્ષાંક ૧) તેનો ઠેષ કરનાર એટલે તેમાં પરમાત્મા નથી પરંતુ હું જે મૂર્તિમાં પૂજન કરું છું તેમાં જ તે કેવળ વસેલો છે, એમ માનનારો મિથ્યાભિમાની આ “હું તથા માસ” ઇત્યાદિ પ્રકારે ભેદદષ્ટિ રાખી પ્રાણીઓ સાથે વેર બાંધે છે, તેવા મનુષ્યનું ચિત્ત શાંતિને શી રીતે પામે ? અર્થત અભેદભાવના કર્યા સિવાય ભેદદષ્ટિ રાખીને ગમે તેવા જુદા જુદા અનેક પદાર્થોની સામગ્રી એકઠી કરી મૂર્તિને પૂજત હેય તે પણ તેવાઓને હું કદી પ્રસન્ન થતા નથી. વાસ્તવિક અનિર્વચનીય “હુ” કે જે ઈશ્વર (વૃક્ષાંક ૨) સ્વરૂપે સર્વ પ્રાણીઓમાં રહેલે હું તેને જ્યાં સુધી પોતાના જ હદયમાં “હું” ભાવને વિલય કરીને ઓળખે નહિ, ત્યાં સુધીને માટે જ મૂતિ વગેરેમાં પૂજન કરવાનું કહેવામાં આવ્યું છે, પરંતુ તે તો જેમ ભાત ન મળે તો કાદરા ખાવામાં આવે તે પ્રમાણેનું સમજવું.
અચેતનથી સચેતન અને તેમાં પણ શ્રેષ્ઠ કેપ્યું? હે માતા ! જગતમાં અચેતન કરતાં ચેતન શ્રેષ્ઠ છે, ચેતન કરતાં પ્રાણવાયુ ધારણ કરનારા, તે કરતાં ચિત્તવાળા, તેથી ઇન્દ્રિયવૃત્તિવાળા; તેથી રસ જાણનારા, તે કરતાં ગંધ, તે કરતાં શબ્દ, તેથી રૂ૫, તેથી બંને તરફ દાંતવાળા પરંતુ પગ વિનાના, તેઓથી ઘણું પગવાળા, તેઓથી ચાર પગવાળા, તેઓ કરતા બે પગવાળા અને તેમાં મનુષ્ય શ્રેષ્ઠ છે. મનુષ્યોના ચાર વર્ણોમાં પણ બ્રાહ્મણો જ શ્રેષ્ઠ છે. બ્રાહ્મણેમાં વેદ જાણનારા, તે કરતાં વેદના અર્થને જાણનારા, તે કરતાં પણ વેદનાં પદ અર્થાત્ મહાવાક્યોનું વિવરણ કરનારા, તેમાં પણ કર્મ કરનારા બ્રહ્મવાદીઓ, તેમાં પણ નિષ્કામ કર્મ કરનારા તથા તે સર્વ કરતાં પણ જેઓએ સઘળાં કર્મો, તે બોનાં ફળે અને સ્વત: પિતાને પણ હું એટલે તત (વૃક્ષાંક ૧)૨૫ એવા મને અર્પણ કરી દીધાં હોય તે જીવન્મુક્ત શ્રેષ્ઠ હેઈ તે મારાથી અંતર રહિત એટલે મારી સાથે એકરૂપ બનેલો હોવાથી ઈશ્વર કિંવા ભગવાન રૂપે તે જ સર્વના અંતરમાં રહેલું છે; તેથી સર્વ પ્રાણીમાત્રને ઘણું માન આપી સર્વાત્મભાવ રાખી સમભાવે પ્રણામ કરવા એ જ સાચો ભકિતયોગ છે ઇત્યાદિ. આ પ્રમાણે સાંખ્ય, અષ્ટાંગ યોગ (અષ્ટાંગયોગ . માટે મૂળ ભાગવતમાં જેવું) અને ભક્તિ એમ ત્રણે તમને કહી સંભળાવ્યાં. આ ત્રણે પિકી ગમે તે એકનું આચરણ થાય તો પણ પુરુષ પરમાત્મસ્વરૂપને પામે છે (શ્રી ભા૦ સ્ક. ૩/૨૯, વધુ માટે શ્રી ભા૦ સ્કo ૩ અ. ૨૪ થી ૩૩ જુઓ.)
સાંખ્ય અને સાંખ્યાચાર્યો - અત્યાર સુધીના વિવેચનને ઉદ્દેશ એ છે કે, કપિલ મહર્ષિ કે જેઓને માટે ભગવાને ગીતાના દશમા અધ્યાયમાં “પિતાનાં વિશે નિઃ” એમ કહી સંબંધેલું છે, તેના સંબંધમાં વ્યવહારમાં ઘણું