________________
ગીતાહન ] તે બ્રહ્મને ઓળખતાં શું આ યક્ષ કેાઈ હમારા કરતાં પૂજ્ય છે? એમ તેઓ વિચારવા લાગ્યા. [ ૧૫૧
શ્રી શુદ્ધાદિ સમજી શકે એવું આત્મજ્ઞાન કહે દેવહુતિએ પૂછયું: આત્મસ્વરૂપ એવા તમારે વિષે કેવી ભક્તિ કરવી યોગ્ય છે? હું સ્ત્રી જાતિ હેવાથી મને વેદવેદાંગાદિ પઠનપાડનને અવસર નથી તો મારાથી પણ સહેલાઈથી બની શકે એવી કઈ ભક્તિ છે તે કહે કે જે કરવાથી હું સર્વ શ્રુતિઋત્યાદિ શાસ્ત્રના ગૂઢ રહસ્યને વગર કષ્ટ સરળતાથી સમજી મોક્ષને પામું. આત્મસ્વરૂપ એવા તમે (ભગવાન ) ને પ્રાપ્ત કરવાને તમે જે વેગ કહ્યો તે કેવા પ્રકારનો છે? તેના અંગે કેટલા છે? વગેરે વિસ્તારથી સમજાવો કે જેથી હું સ્ત્રી જાતિ જે ગૂઢ જ્ઞાન સમજવાને શક્તિમાન નથી, તે પણ સારી રીતે સમજી શકું. ઉદ્દેશ એ કે, અત્યચ્ચ એવું તત્ત્વજ્ઞાન ઉપનિષદાદિ વેદાંતશાસ્ત્રો દ્વારા સમજવાને માટે જેઓ શક્તિમાન નથી, તેવાં મંદબુદ્ધિનાં સર્વસામાન્ય લકે અને સ્ત્રીશકાદિકે પણ તે સારી રીતે સમજી શકે એ રીતે સમજા; માતાનું પ્રયોજન જાણી લઈ તત્ત્વજ્ઞાન સહેલાઈથી સમજી શકાય તેટલા માટે તેની સંખ્યા કિંવા કમ કરવાનું સાંખ્ય ( જ્ઞાન ) એટલે જે વડે અંતે આત્માનું જ જ્ઞાન થાય છે તેવું જ્ઞાન, ભક્તિને વિચાર અને યોગ એ પ્રમાણે ત્રણે બાબતે ભગવાન કપિલદેવે કહી (શ્રી ભાઇ &૦ ૩/૨૫ જુઓ).
જ્ઞાનનિષ્ઠાને ઉદ્દેશ કપિલદેવ કહે છે? હે દેવહૂતિ! મંદબુદ્ધિના લોકે, સ્ત્રીશદ્રાદિક તથા તમે પણ સારી રીતે સમજી શકે તે માટે તમારી ઇચ્છાનુસાર જુદાં જુદાં તત્ત્વોનાં લક્ષણે કહું છું, કે જે જાણવાથી મનુષ્ય પ્રકૃતિના ગુણે કે જે આ બધો માયાવી દયે જાળ દેહાદિરૂપે પ્રતીત થયેલી જોવામાં આવે છે, તેનો વિવેક કરીને મનુષ્યો દેહાધ્યાસથી છૂટા પડે અર્થાત દેહાભિમાન છોડે. સાંખ્ય એટલે બુદ્ધિ કિવા જ્ઞાનનિષ્ઠા. આત્માનું જ્ઞાન કરી આપવું એ જ આ જ્ઞાનનિષ્ઠાનો ઉદ્દેશ છે. આ જ્ઞાનનિષ્ઠાના પ્રભાવને લીધે ગુણમય એવા પ્રકૃતિના લિંગ શરીર યાને સૂમ સ્વરૂપથી મુક્ત થયેલો પુરુષ, ગુણે કે જેઓ માયામય મિથ્યા જ પ્રતીત થાય છે, તેમાં રહેવા છતાં મિથ્યા ગુણેના સંગને કદી પણ પામતો નથી. (શ્રી ભાવે &૦ ૩-૨૬-૩).
આપણે જે આત્મા તે જ પુરુષ છે હૃદયની ગાંઠ તાડનાર આત્મદર્શનરૂપ જે જ્ઞાન તે જ પુરુષને મેક્ષ આપનારું હેવાથી તે તમારી પાસે કહેવાને મારે ઉદ્દેશ છે. આપણે જે આત્મા એટલે સર્વના હદયમાં “હું” “હું” એવી ફુરણાને જે પ્રેરણા આપે છે તે જ પુરુષ છે. તે પુરુષ ફક્ત અંતર્દષ્ટિ વડે જાણી શકાય એવો; અનાદિ, દેહાદિકથી જુદ; નિર્ગુણ, સ્વયંપ્રકાશ અને સર્વત્ર વ્યાપ્ત છે; આત્માને મિથ્યાભિમાન થવાનું કારણ કેવળ પ્રકૃતિ હોઈ તે અજ્ઞાનનું કાર્ય છે (વૃક્ષાંક ૭ થી ૧૫ ઘ). વળી આ દેહ જડ હોવા છતાં તેને સુખદુ:ખાદિને ભોગ મળતો હોય એવું જે જોવામાં આવે છે, તે પણ આત્માના પ્રકાશથી જ છે. દેવહૂતિ કહે છેઃ હે પુરુષોત્તમ! આ જગતના કારણુરૂપ જે હોય અને આખું જગત જે રૂ૫ છે તે; એ રીતે પ્રકૃતિ પુરુષદ્વારા તેનું ખરું સ્વરૂપ કહે. શ્રીકપિલદેવ કહે છેઅનેક કાર્યોમાં ભેદને વિચાર છેડી દેતાં સર્વનું જે મૂળ અને આદ્ય “અહમ” એવું એક તત્વ તે જ પ્રકતિ કહેવાય છે (વૃક્ષાંક ૩ થી ૧૫ ઇ), સર્વ પ્રકારનાં કાર્યોને સમાવેશ તેમાં જ થાય છે, તેમાં જ ત્રણ ગુણે રહ્યા છે. પુરુષ (વૃક્ષાંક ૧) કોઈને બનાવેલ નથી, પરંતુ સ્વત:સિદ્ધ છે. આ સઘળાં દસ્યાદિ કાર્યો અને તેનાં કારણે અનિત્ય હેવા છતાં નિત્ય ભાસતી પ્રકૃતિ (વૃક્ષાંક ૩)નું જ રૂ૫ છે અર્થાત આ સર્વ દસ્યાદિનું આદિ કારણે આ પ્રકૃતિ હેઈ પુરુષ (વૃક્ષાંક ૧) તે તેથી તદ્દન અલિપ્ત છે.*
• પ્રકૃતિ પણ વાસ્તવમાં ક્ષરાક્ષર પુરુષે બનાવેલી નથી, કારણ કે પુરુષ એટલે ઈશ્વર કિંવા આત્મા એ પ્રકૃતિને સર્જક થાય છે તેમાં મેટે દોષ આવે. આથી અજ્ઞાનતાને આશ્રયે આ મિયા પ્રકૃતિ પણ અનાયાસે જ ઉભવેલી હાઈ નિત્ય અને અનિત્યરૂપ પણ તે જ બનેલી છે. ઉદ્દેશ એ કે આત્મા તે નિત્ય, અનિત્ય અને તેને જાણનારા સાક્ષીથી પણ પર છે. આ નિત્ય અને અનિત્ય બંને સાપેક્ષ ભાવે હેઈ એના આધારે બંને રહે છે અને એક ન હોય તે બંને હેતા નથી. આ બંને ભાવો મિથ્યા છે, કારણકે પ્રકૃતિને બાધ થતાં તે વડે ભાસનારા આ તમામ ભાવોનો બાધ અનાયાસે જ થઈ જાય છે જેમ નગૃત થતાં સ્વપ્નને બાધ થાય છે અને તેમ થતાંની સાથે જ તેની અંદર થતાં સુખદુઃખાદિને પણ અનાયાસે જ બાધ થાય છે, એ પ્રમાણે જ આ મિથ્યા પ્રકૃતિનું પણ સમજવું. આથી પ્રકૃતિને નિત્યાનિત્ય અથવા અનિર્વચનીય કહેવામાં આવે છે,