________________
ગીતાસાહન તે બ્રહ્મ નિશ્ચિત તેમના અને જાણે. તેથી તે પોતે જ પોતામાં પિતાવ પ્રકટયું. [ ૧૪૦ અને સાંખ્યમાં તત્વતઃ બિલકુલ ભેદ નથી. વ્યવહારમાં વેદાંતીઓની વિવર્ત અને અજાતાદિ યુક્તિઓ એકદમ સમજવાને સમર્થ એવો બુદ્ધિશાળી વર્ગ ઘણોજ થોડો હેય છે, પરંતુ ઘણે મોટો વર્ગ તો સાંખ્યયુક્તિ ઠારાજ આત્માનું યથાર્થ સ્વરૂપ સમજવાને શક્તિમાન નીવડે છે. જેમ મનુષ્ય અને તેની છાયા પરસ્પર એક બીજાની સાથે સંકળાયેલી હોય છે, તે એક બીજાને છેડી કદી રહી શકતી નથી, તે પ્રમાણે સાંખ્ય અને વેદાંતશાસ્ત્રોને માટે પણ સમજવું. ટૂંકમાં જડ પદાર્થોથી આત્મા જુદો છે એ રીતે બેદદષ્ટિનો અંગિકાર કરીને આત્માનું અસંગ, નિર્વિકાર અને અનિર્વચનીયપણું સિદ્ધ કરી બતાવનારી જે યુક્તિ તે સંખ્ય અને આ પ્રમાણેના વિવેકદ્વારા ઉત્તમ જ્ઞાન પ્રાપ્ત થયા બાદ દૈતભાવ મટાડી સાક્ષી સહિત આ સર્વ દસ્યાદિ પણ આત્મસ્વરૂપ જ છે, તેથી ભિન્ન કાંઈ નથી, એ રીતે અદ્વૈતભાવમાં સ્થિતિ કરાવનારી જે યુક્તિ તે વેદાંત. જેઓ તીક્ષણ બુદ્ધિશાળી હોય છે તેઓને તો પોતાસહિત આ સર્વ આત્મસ્વરૂપ જ છે; એવા પ્રકારે સમજાવવામાં આવતાં જ તેઓ આત્માનું યથાર્થ સ્વરૂપ તત્કાળ સારી રીતે સમજી શકે છે, તેમને પ્રથમ પ્રકૃતિપુને વિવેક સમજી પછી વેદાંત સમજવો એટલે પ્રથમ દ્વતને અંગિકાર કરી પછી અદ્વૈતમાં જવું એવા પ્રકારના યુક્તિ ૨૫ શાસ્ત્રક્રમની આવશ્યકતા હોતી નથી, પરંતુ વ્યવહારમાં તેવા પ્રકારના તીવ્ર બુદ્ધિમાનો તો ઘણા જ જૂજ મળી આવે છે, તેથી તે કરતાં મંદબુદ્ધિમાનેને તે પ્રથમ સત્યાસત્યનો વિવેકદૃષ્ટિએ નિર્ણય કરાવ્યા પછી જ આત્માના અÁતસ્વરૂપનું સાચું ભાન થઈ શકે છે, તેટલા માટે તેમને ક્રમે ક્રમે આગળ લઈ જવાના ઉદ્દેશથી દૈતની દષ્ટિનું અવલંબન કરી તે પ્રકારની શાસ્ત્રયુક્તિઓ દ્વારા બંધ આપવો પડે છે, તેથી શાસ્ત્રકારો પ્રથમ પ્રકૃતિપુરુષ, માયાઈશ્વર, ભકતભગવાન, પરમાણુ, વિજ્ઞાન, પ્રાણ પાસના વગેરે અનેક યુકિતઓ દ્વારા આત્માનું યથાર્થ સ્વરૂપ સમજાવી પછી તે સર્વનું અદ્વૈતભાવમાં જ ઐક્ય કરી દે છે. આમ આ બધાં શાસ્ત્રો તથા શાસ્ત્રકારોને ઉદ્દેશ તો અનિર્વચનીય એવું આત્મતત્ત્વ દર્શાવવું એ જ એક છે, છતાં અજ્ઞાનીઓને પોતાના સાચા આત્મસ્વરૂપનું જ્ઞાન થાય ત્યાં સુધી દૈતને સ્વીકાર કરીને સમજાવ્યા વગર બીજી કોઈ પણ યુકિત નથી, તેવી યુક્તિ એ જ સંખે કિંવા સાંખ્ય કહેવાય, તે ન્યાયાનુસાર આ બધાં સાંખ્યશાસ્ત્રો જ છે અર્થાત આ સંખ્યા અને વેદાંત એ બંને યુક્તિઓ પરસ્પર સાપેક્ષ જ છે.
સાંખ્યાચાર્યો અને વેદાંતીઓ જેવી રીતે નાનાં છોકરાંઓને કાંઈ મીઠાઈ ખાવા આપી હોય ત્યારે તે બાળક તેમાંથી આ મારા પિતાનો, માતાનો, ભાઈને ને આ મારી બહેનને એ પ્રમાણે જુદા જુદા ભાગલાઓ કરે છે અને જ્યારે રમત પૂરી થાય છે ત્યારે બધું એકત્ર કરીને પોતે જ ખાઈ જાય છે, તે મુજબ સાંખ્યશાસ્ત્રકારો અજ્ઞાની લોકોને આત્માનું જ્ઞાન યથાર્થ રીતે થાય તેટલા માટે પ્રકૃતિપુરુષાદિનો આશ્રય લઈને જડ અને ચેતનની ભિન્નતા દર્શાવે છે તથા આ યુકિત વડે આત્માનું પરોક્ષજ્ઞાન થાય ત્યાંસુધી સમજાવે છે. તેવી યુક્તિ એજ સંખ્ય વા સાંખ્ય યુક્તિ છે. આમ નિત્યાનિત્ય વિવેક થાય ત્યારબાદ આ સર્વ અભિન્ન એવું એક આત્મસ્વરૂપ જ છે, તેમાં દૈતનો અંશ લેશમાત્ર પણ નથી, એવા પ્રકારે સર્વને પુનઃ અદ્વૈતભાવમાં સમેટી લેવાની જે યુક્તિ તે જ વેદાંત કહેવાય. પ્રથમ યુક્તિને આશ્રય લઈ પ્રતિપાદન કરનારા તે સાંખ્યાચાર્યો તથા બીજી યુક્તિનો આશ્રય લઈ પ્રતિપાદન કરનારા તે વેદાંતીઓ કહેવાય છે. અજ્ઞાનીઓને સમજાવવાને માટે પ્રથમ સંખ્યયુકિત વગર બીજો કોઈ ઉપાય જ નથી. આમ એક વખત સંખ્યયુક્તિ અનુસાર આત્માનું પરહાજ્ઞાન સારી રીતે પ્રાપ્ત કરી લીધા પછી જ આ બીજી વેદાંત યુક્તિનો વધુ ઉપયોગ થઈ શકે છે, એવો સર્વ સામાન્ય લોકોને માટે વ્યવહારમાં આત્મસ્વરૂપના જ્ઞાનનો નિશ્ચિત ક્રમ છે. તેથી એક જ આચાર્ય સંખ્યા અને વેદાંત એમ બંને પ્રકારની યુક્તિઓના ખાતા હોય છે. સંખ્યયક્તિ વડે સમજાવતી વખતે તે સાંખ્યાચાર્યો અને વેદાંતની યુનિવડે સમજાવતી વખતે તે જ વેદાંતીઓ કહેવાય છે. આ પ્રમાણે સંખ્ય કિંવા સાંખ્ય અને વેદાંતની શાસ્ત્રયુક્તિમાં મૂળભૂત ભેદ જરા પણ નથી. આ સાંખ્ય તથા વેદાંત તેવી જ રીતે વિવર્ત અને અજાત ઇત્યાદિ ભિન્ન ભિન્ન અનેક યુકિતઓ પણ ફક્ત અનિર્વચનીય ૫૬ સમજાવવાને માટે જ કહેવામાં આવેલી હેઈ તે યુક્તિઓના આશ્રય વડે આત્મસ્વરૂપ રૂપ એક જ ધ્યેયની પ્રાપ્તિ થાય છે.