________________
ગીતદેહન ] છતાં તેઓએ અહંકારથી એમ જોયું કે આ વિજય, આ મહિમા, અમારે જ છે. [ ૧૪૭ શરણાગતનું રક્ષણ કરવાને માટે યુદ્ધ કરીને મરણ પામે છે તે પુરુષ સ્વર્ગના આભૂષણરૂપ નીવડે છે. પોતાના રાજ્યમાંની પ્રજાનું સારી રીતે પાલન કરતો હોય એવા પ્રજાપાલક તથા દેશપાલક રાજાને માટે જે પુરુષ યુદ્ધમાં જીવનની આહુતિ આપે છે તેને સ્વર્ગલેકમાં ઉત્તમ ગતિ પ્રાપ્ત થાય છે. ક્ષત્રિય અથવા બીજી કઈ બતનો રાબ પ્રજાને દુઃખ દેવામાં તત્પર હોય તેવા અધર્મી રાજાને માટે જે પુરુષ યુદ્ધમાં મરણ પામે છે તેને અક્ષય નરકોકની પ્રાપ્તિ થાય છે. શાસ્ત્રથી વિરુદ્ધ ચાલનારા અધમી રાજા અથવા તેવા બીજાઓને વાસ્ત જેઓ યુદ્ધમાં કપાઈને મરે છે તેમને પણ નરકમાં જ જવું પડે છે.
ધર્મયુદ્ધમાં મરનારની ગતિ જે યુદ્ધ ધર્મમાર્ગથી રહિત ન હોય તેમાં મરનારાઓની જ સ્વર્ગમાં સ્થિતિ થાય છે. બાકી જ ધર્મથી હિત એવા યુદ્ધમાં મરનારાઓની પણ સદગતિ થતી હેત તો મદન્મત્ત લકે પાપ કરવા છતાં પણ નરકપાતથી નિર્ભય રહેત તથા યુદ્ધો કરીને લોકોને વિનાશ જ કર્યા કરત. શર પુરુષ ગમે તેવા સંગ્રામમાં મરે તે પણ તેને સ્વર્ગ પ્રાપ્તિ થાય છે એવાં જે વચને શાસ્ત્રમાં કઈ કઈ સ્થળે જોવામાં આવે છે, તે વચને સંપૂર્ણ વિચાર કર્યા વિના જુસ્સાના આવેશમાં આવીને કહેવાયેલાં હોય છે, તે સત્ય નથી એમ સમજવું. કારણ કે જે ધર્મનીતિવાળા યુદ્ધમાં લડે છે તે જ શરીર કહેવાય છે, અર્થાત ધર્મયુદ્ધ માટે પ્રાણુ અર્પણ કરનાર યેહાએજ શર પુરુષ કહેવાય છે, એવો શાસ્ત્રને નિર્ણય છે. સદાચારી હોય તેવા રાજા કિવા સ્વામીને અર્થે જેઓ ખડ્ઝની તીક્ષણ ધારાઓની સાથે ટક્કર લે છે અર્થાત યુદ્ધ કરે છે તેઓ જ શર કહેવાય છે, અને મરણને અંતે તેવાઓ જ સદ્ગતિને પ્રાપ્ત થાય છે. બાકીના બીજાઓ તે ડિભાહવ એટલે બાળકની રમત સમા અધર્મયુદ્ધમાં મૃત્યુ પામેલા કહેવાય છે. તેઓ દુર્ગતિને જ પ્રાપ્ત થાય છે. આ મુજબ શાસ્ત્રમાં ધર્મયુદ્ધ અને અધર્મયુદ્ધમાં મૃત્યુ પામનારાઓને પ્રાપ્ત થતી ગતિઓનો નિર્ણય કરેલો છે (જુઓ
૦ ઉત્પ૦ પ્ર. સ. ૩૧/૨૦ થી ૩૪). આ ન્યાયાનુસાર આ ધર્મયુદ્ધ હતું. તેથી શ્રીભગવાને અર્જુનને આ બધાને મારવા કે નહિ એવો તારો સંશય અને નિરર્થક છે એમ કહ્યું છે. આ રીતે આ ધર્મયુદ્ધ છે એવો પ્રથમ નિશ્ચય કરીને જ શ્રીકૃષ્ણ ભગવાને અર્જુનને તેમાં યુદ્ધ કરવાને માટે વખતોવખત જણાવેલું છે, એટલું જ નહિ પણ તેમાં મરવાથી કિવા મારવાથી એમ બંને પ્રકારે શ્રેય છે, કેમકે અધમીએાને મદદ કરનારા પછી તે પિતા છે, ગુરુ હે, આચાર્ય હે, બંધુ છે કે અન્ય કોઈ પણ છે, તેને શત્રુ સમજીને શિક્ષા (દંડ) કરવી જ જોઈએ, એ ક્ષાત્રધર્મને નિયમ હોવાથી તેમ કરવાથી યતિચિત પણ પાપને સ્પર્શ થતો નથી; પરંતુ શ્રેષ્ઠ લોકની જ પ્રાપ્તિ થાય છે એવો વ્યવહારમાંના વર્ણશ્રમધર્મની દૃષ્ટિએ પણ સિદ્ધાંત છે, તે પછી આ સર્વ આત્મસ્વરૂપ જ છે એમ નિશ્ચયાત્મક સમજીને જીવન્મુક્ત દશામાં રહીને કર્મ કરનારને તેને સ્પર્શ થવો શી રીતે શકય હોય?
एषा तेऽभिहिता साहाये बुद्धिागे विमां शृणु । बुद्धया युक्तो यया पार्थ कर्मबन्ध प्रहास्यसि ॥ ३९ ॥
સંખ્ય અને સાંખ્ય એટલે શું ? સત્ય તત્વ એટલે આત્મસ્વરૂપ કિવા તત્વજ્ઞાન સમજાવવા માટે જે યુક્તિને આશ્રય કરવામાં આવે છે, તેને શાસ્ત્રમાં સંખ્ય કિવા સાંખ્ય પરિભાષા, સાંખ્ય દષ્ટિ કિવા સાંખનિકા કહેવામાં આવે છે. સંખ્ય કિવા સાંખ્યને અર્થ બુદ્ધિ કિવા જ્ઞાન ઇત્યાદિ થાય છે. અનિર્વચનીય એવા આત્મા (રક્ષાંક ૧)નું સ્વરૂપ સમજાવવાને માટે સારાસાર વિવેકદષ્ટ વડે અર્થાત સમ્યકજ્ઞાન વડે એટલે જ્ઞાન એ પોતે કેવળ અધિષ્ઠાન ચિન્માત્ર હે ઈ તે રવતસિહ જ છે; તેને યભાવ થવો કદી પણ શક્ય જ નથી, તે તે કેવળ અવિનાશી એવું જ્ઞાન જ છે અને તે મન, વાણી, બુદ્ધિથી પણ અગોચર અથત અગમ્ય છે, એવો જે આત્મસ્વરૂપનો અંતરંગમાં