________________
ગીતદેહન ] બ્રહ્મ દેને માટે નક્કા વિજયી નીવડે છે તે બ્રહ્મના વિજપમાં જેવો મહિમાને પામ્યા. [ ૧૪૫
શ્રીકૃષ્ણ સભામાં ભીષ્મપિતામહાદિ પુરુષોને અમૃતતુય લાગનારાં વચનો કહ્યાં, તેનું પણ ધૃતરાષ્ટ્ર માન નહિ રાખ્યું, તથા સલાહ માટે બોલાવવામાં આવેલા નાના ભાઈ વિદુરજીએ યોગ્ય સલાહ આપી છતાં તે પણ ધૃતરાષ્ટ્ર માની ન હતી. વળી આ ધૂત દુર્યોધને યુધિષ્ઠિરને પોતાને ઘેર બેલાવીને રમાડયું હતું, વાસ્તવિક નિયમ તે વ્રતનું આાન કરનારે પોતે સામા પક્ષને ત્યાં જઈને રમવું જોઈએ. આ રીતે યુદ્ધધર્મનું પાલન આમાં થયું ન હતું (જુઓ મહા ઉદ્યોગ પર્વ સાત્યકિએ કહેલો યુદ્ધધર્મ).
બૂત રમવાનું કારણ પૂર્વે અજિત એવા ચક્રવર્તિ રાજાઓ વચન પાળવામાં મકકમ છે કે નહિ તેની પરીક્ષાને માટે રાજવીઓ આપસઆપસમાં ઘતની રમત રમતા હતા. તેમાં આખું રાજપાટ, સંપત્તિ તથા સ્ત્રીધન પણ હારી જતા. નીતિશાસ્ત્રના નિયમમાં જણાવ્યા પ્રમાણે રાજધર્મની ખાતરી પોતાનાં અપાયેલાં વચનના પાલન ઉપર જ અવલંબીને હોય છે, આ દષ્ટિએ આ વ્રત ખેલવામાં આવ્યું હતું. ધર્મરાજા તે સાયા ધર્મનિષ્ઠ : તેમણે પોતાના વચનનું બરાબર રીતે અક્ષરશઃ પાલન કરી બતાવ્યું. આથી ઘુતમાં રાજ્ય હારી જતાં કેવળ વચનને ખાતર એટલે વચનની કીમત રાજય કરતાં પણ વિશેષ છે એમ જગતને રાજ્યનીતિ બતાવવાને માટે પોતે રાજ્યને પણ ત્યાગ કર્યો, તેમ પોતાના રાજ્ય કારકિર્દી દરમ્યાન તેઓ વચનથી કદી પણ ભ્રષ્ટ કિવા ચલાયમાન થયા ન હતા. જે તેમણે દૂતમાં રાજ્ય હારી ગયા બાદ વચનને મહત્વ નહિ આપતાં રાજ્યપાટ છોડવાની આનાકાની કરી હત, તે તેઓ જરૂર અધમ ગણાતને અને તે સમયે જ આ મહાભારત યુદ્ધનો પ્રસંગે ઉપસ્થિત થયો હોત; પરંતુ યુધિષ્ઠિરે પોતાના વચનનો બરાબર અમલ કર્યો અને રાજપાટ છોડી શરત પ્રમાણે બાર વર્ષનો વનવાસ તથા એક વર્ષ અજ્ઞાતવાસનું અક્ષરશઃ પાલન કર્યું. * પાંડવોને વનવાસ પૂર્ણ થયા કે નહિ, તે સંબંધમાં
૧. પાંડવ કૌરની નિષ્પક્ષપાત સમિતિમાં સર્વની સંમતિ અનુસાર પાંડવ તરફથી શ્રીકૃષ્ણ ભગવાન તથા કૌરવો તરફથી શ્રીવિદુરજી અને સંજય હતા. વળી ભીમ, કપાચાર્ય અને દ્રોણાચાર્ય એઓ સલાહકાર સમિતિમાં હતા. યુદ્ધનીતિને એ નિયમ છે કે, જેઓ નિષ્પક્ષપાત સમિતિમાં હોય તેઓના નિર્ણયનું પાલન ન થવાથી જે યુદ્ધાદિને પ્રસ ગ ઉપસ્થિત થાય તે તેમણે તે યુદ્ધમાં ઊતરવું નહિ. આથી વિદુરજી તથા શ્રીષ્ણુ ભગવાને આ યુદ્ધમાં હથિયાર ઉપાડવા નહિ, એવી પ્રતિજ્ઞા કરેલી હતી અને તેથી જ વિદુરજી અન્યાય પક્ષને ત્યાગ કરી ગયા હતા. કદાચ કઈ કહેશે કે ભીષ્મ અને દ્રોણાચાર્ય જેવાઓએ પણ આ અધર્મ પક્ષને કેમ મદદ કરી તેને સંક્ષેપમાં ઉત્તર એ છે કે, દુર્યોધને કરગરીને જ્યારે તેઓનું શરણું માગ્યું ત્યારે તેઓને પ્રથમ શરણાગતનું રક્ષણ કરવું જોઈએ એવો ક્ષાત્રધર્મ બનાવવાની ફરજ પડી, તેથી તેઓએ ફક્ત અમુક મુદત સુધી જ અમો તારા રક્ષણની જવાબદાર છીએ, એવી રીતે શરતી શરણાગતિ સ્વીકારી હતી અને એટલે વખત તેનો સારી રીતે બચાવ કર્યો હતો,
૨. રાજાએ ધુતમાં સ્ત્રીઓને પણ શા માટે મૂકતા? એવી શંકાઓને સંક્ષેપમાં ખલાસે એટલે જ છે કે, મનુષ્ય બધું સાંખી શકે પણ પોતાના પ્રાને પોતાને હાથે બીજાને સાધીન કરે, એ તે લગભગ અશક્ય છે. એ મનુષ્યસ્વભાવ છે; તેથી વચનપાલનની આ અંતિમ મર્યાદા કહેવાય છે. સિવાય આમાં સ્ત્રીના પતિવ્રત્યની પણ પરીક્ષા થાય છે, કેમકે આવી છતાયેલી સ્ત્રીઓ ઉપર નીતિશાસ્ત્રની દષ્ટિએ કઈ બળજબરી કરે એવો કાંઈ તેમાં ઉદ્દેશ હેતું નથી. પરંતુ તેને બહુમાનથી રાખવાની હોય છે. અત્રે તે નિયમને પણ ભંગ થયેલ હતું; આથી આ અધમ કૃત્ય હતું.
વતની અંદર પાંડવોએ બાર વર્ષને વનવાસ અને એક વર્ષ અજ્ઞાતવાસ કરો એવી શરત હતી. પણ આ કાળ ના ચાંદ્રમાન એટલે તિથિમાસ પ્રમાણે ગણેવી કે સૌરમાન એટલે દક્ષિણાયન તથા ઉત્તરાયન મળીને એક વર્ષ એ પ્રમાણે ગણવી તેનો ઉલ્લેખ ન હતો. આથી પાંડ પંડિતાના મતાનુસાર ચાંદ્રમાસ પ્રમાણે વનવાસ તથા અજ્ઞાતવાસ ભોગવીને પ્રગટ થયા. પરંતુ દુધનનું કહેવું એમ હતું કે તેમણે સૌર વર્ષ પ્રમાણે પ્રગટ થવું જોઈતું હતું, અને તે પ્રમાણે થયેલું ન હોવાથી શરત પ્રમાણે ફરીથી બાર વન વનવાસ તેઓએ ક ો જોઈએ. એટલા માટે તે રાજ્ય આપવા ખુશી નથી. તેથી સૈથી વયોવૃદ્ધ, જ્ઞાની અને પંડિતે પાસે પાંડવોએ આ બાબતને નિર્ણય કરાવ્યું તેમાં પાંડવ પક્ષ તરફથી સવંની સંમતિ અનુસાર શ્રીકૃષ્ણ ભગવાન તથા કૌરવ પક્ષ તરફથી સંજય અને વિર હતા, તેમ જ સલાહકાર સમિતિમાં ભીમ દ્રોણાચાર્ય આદિ પણ હતાતેઓએ નિણુંય કર્યો કે ન્યાયશારાના
૧૨.