________________
ગીતાહન ] જીવન્મુક્ત ભૂતમાં આત્મા જ છે એમ ચિંતી, મૃત્યુને તરી આ લોક જ આત્મશપ બને છે. [ ૧૪૩
વ્યવહાર દ્રષ્ટિએ પણ યુદ્ધ કરવું યોગ્ય છે હું પાર્થ! અત્યાર સુધી દસ્થાદિ રૂપે ભાસતું આ સર્વ સત કિવા આત્મસ્વરૂપ શી રીત છે, તેનો નિર્ણય તને કહ્યો. હવે વ્યાવહારિક દષ્ટિએ એટલે કે વર્ણાશ્રમાદિની દૃષ્ટિએ સ્વધર્મને વિચાર કરવામાં આવે તે પણ પ્રસંગવશાત ઉત્પન્ન થયેલા આ યુદ્ધમાંથી તારે ચલાયમાન થવું યોગ્ય નથી, પ્રસ્તુત સમયને માટે આ જ તારું ખરું કર્તવ્ય છે, એમ સૂક્ષ્મ વિચારને અંતે જણાઈ આવશે; કારણ કે ક્ષત્રિયોને માટે ધર્મયુદ્ધ કરતાં વધુ કલ્યાણ કરી શકે એવું આ ત્રણે લોકમાં બીજું કાંઈ પણ નથી; જેથી અધ્યાત્મ દષ્ટિએ જેમ આ યુદ્ધકર્તવ્ય આવશ્યક છે, તેમ વ્યવહારમાંના વર્ણાશ્રમોચિત સ્વધર્મની દૃષ્ટિએ વિચાર કરવામાં આવે તો પણ તેમ કરવું એ અતિ આવશ્યક જ છે. એટલે બંને દૃષ્ટિએ તેનો વિચાર કરવા છતાં પણ યુદ્ધ કરવામાં કોઈ દોષ જણાત નથી; માટે હે અર્જુન ! વગર પ્રયત્ન સહજ રીતે ઉદ્ભવેલું, શાસ્ત્રના કોઈ પણ પ્રકારના વિરોધો અથવા દોષો જેમાં અડચણ ઉત્પન્ન કરી શકતા નથી તેવું આ પ્રતિબંધ વગરનું સ્વર્ગને ખુલ્લા દરવાજા સમું ધર્મયુદ્ધ તે ભાગ્યવાન ક્ષત્રિયને પણ કવચિત જ સાંપડે છે, છતાં આ પ્રકારે વેચ્છાથી પ્રાપ્ત થયેલું આ ધર્મયુદ્ધ જે હું નહિ કરે એમ કહી તું તે નહિ કરે તો તેમાં સ્વધર્મ અર્થાત આત્મધર્મ તેમ જ વ્યાવહારિક દષ્ટિએ વર્ણાશ્રમેચિત ધર્મ એમ બંને ધર્મનો ત્યાગ થતું હોવાથી તે લો તેના પાપનો ભાગીદાર થઈશ, એટલું જ નહિ પરંતુ વ્યવહારમાં તે આજ સુધી મેળવેલી કીર્તિને પણ ગુમાવીશ.
अकीर्ति चापि भूतानि कथयिष्यन्ति तेऽव्ययाम् । सम्भावितस्य' चाकीतिर्मरणादतिरिच्यते ॥ ३४ ॥ भयागुणादुपतं मस्यन्ते त्वां महारथाः । येषां च त्वं बहुमतो भूत्वा यास्यसि लाधवम ॥ ३५ ॥ अवाच्यवादा ५श्च बहुन्वदिष्यन्ति तवाहिताः । निन्दन्तस्तव सामर्थ्य ततो दुःखतरं नु किम् ॥ ३६ ॥
જ્યાં ત્યાં તારી અપકીર્તિ જ થશે વ્યવહારમાં લકે તારી હમેશને માટે અપકીર્તિ જ ગાતા રહેશે. આજ પર્યત માં તે જે પ્રતિષ્ઠા અથવા નામના મેળવેલી છે, તે સર્વ ઉપર ક્ષણવારમાં પાણી ફરી વળશે, જ્યાં ત્યાં તારો તિરસ્કાર થશે અને સંભાવિત કિવા પ્રતિષ્ઠિત પુરુષોને માટે અપકીતિ એ તે મરણ કરતાં પણ વધુ દુઃખદાયક છે. વળી આ બધા મહારથીઓ પણ કહેશે કે, અરે! અમે બધા આજ સુધી અર્જુનથી ડરતા હતા ખરા, પરંતુ તે તો અમારી ભૂલ હતી. ખરા મોકાના પ્રસંગે આના ક્ષાત્રતેજની પરીક્ષા થઈ ગઈ જ્યારે અમને બધાને શસ્ત્રસજ થઈને સામે ઊભેલા દી કે તરત જ તે ગભરાઈને રડવા જેવો થઈ ગયો. તેને પૂજારી ઊપજી અને કૂતરું જેમ પંછડી નમાવી નાસી જાય, તેમ બાયેલા જેવો બની હથિયાર નાંખી દઈ તે આ રણભૂમિમાંથી પલાયન કરી ગયો. આની શુરવીરતા જણાઈ ગઈ. આ રીતે તું જેઓને આજે બહુમાન્ય થયેલો લાગે છે, તે જ તને તરણ સમાન તુચ્છ ગણશે, વળી તારા શત્રુઓને તે આ એક મોટું નિમિત્ત જ મળી જશે. આ તા આખરે બાયેલો જ ને? મનમાં તો અમારે ભય એને હતો જ છતાં ઉપરથી તે મોટી બહાદુરી બતાવતો હતો. એને મફતનું રાજ્ય જોઈતું હતું. આમ મફતમાં તે કદી રાજ મળે? રાજ તો બાહુબળ વડે જ જીતી શકાય! આજ સુધી મોટી મોટી બડાઈની વાતો કરી અને અમોને અધમ કહી લડાઈનો ડર બતાવતો હતો ! જુઓ,