________________
ગીતદેહન ] આ ભાસે છે તે બ્રહ્મ છે એમ જાણે તો તે સત્ય છે, જે નથી એમ જાણે તે મહહાનિ છે;[ ૧૪૧
અહાહા ! આત્મા કે? અરે ! આ સત્ કિવા આત્માને કેઈ કાઈ અહાહા ! કેવો અદ્ભુત અને સમજવામાં નહિ આવી શકે એ આ આત્મા ! એ પ્રમાણે આશ્ચર્ય વડે દિક્યૂઢ બની તેને જોયા જ કરે છે, કઈ કઈ તે આશ્ચર્ય ચકિત બની જઈ તેનું વર્ણન જ કર્યા કરે છે અને વળી બીજા કેટલાક તો આશ્ચર્યમાં તન્મય બની તેને સાંભળ્યા કિવા સંભળાવ્યા જ કરે છે. અહાહા! શું આત્મા ! કેવો એ આત્મા ! વગેરે પ્રકારે આશ્ચર્યમાં ને આશ્ચર્યમાં ગરક બની જઈ કઈ કોઈ તેને જોયા જ કરે, વર્ણવ્યા જ કરે, સંભળાવ્યા કિવા સાંભળ્યા કરે! તથા કેટલાક તે આમ સાંભળ્યા, સંભળાવ્યા કિવા જોયા કરે છતાં પણ આને એટલે આત્માને યથાર્થ રીતે જાણી શકતા નથી. જળમાં કમળ કિવા ઘરમાં જેમ આકાશ રહે છે તેમ દેહમાં દેહરૂપે વ્યાપ્ત એવો આ સતસ્વરૂપ આત્મા, સર્વ દશ્યાદિ દેહને નાશ થવા છતાં પણ પોતે નિત્ય અવધ્ય એટલે જેનો કદી પણ વધ થાય નહિ એવો છે; માટે હે ભારત ! આ સર્વ ભૂતેને માટે તું જે શોક કરી રહ્યો છે તે તારે માટે યોગ્ય નથી.
લેકે શેક કેને કરે છે? ભગવાન ઉપરના વિવેચનનો ઉદેશ સ્પષ્ટ રીતે સમજાવીને કહે છે, હે અર્જુન ! ખરેખર તું બુદ્ધિમાન છે, તો પછા કોને માટે અને શા સારુ શેક કરે છે? તેનો વિચાર કર અરે! ડાહ્યા પુણે નિષ્ફળ કર્મો કદી કરે છે ખરા ? ફળ શું મળવાનું છે, તેનો વિચાર કર્યા વગર જે કાઈ ઉદ્યોગનો આરંભ કરવામાં આવે તો વ્યવહારમાં પણ તે સર્વ નકામું જ ગણાય. આમ હોવાથી તું જે આ શેકરૂપી નિષ્ફળ કર્મ કરી રહ્યો છે તેનું તને કંઈ ભાન છે કે? વિચાર કર કે, તું શોક કોને માટે, શા સારુ અને કોનો કરે છે? આ બધાં શરીર નષ્ટ થઈ જશે માટે હું તેનો શેક કરી રહ્યો છું, એવું સમજી તું તે શરીરને માટે જે શોક કરતો હોય તે મૃત (મરણ) થયા પછી શરીરે તે અત્રે જ રહે છે, તેને કોઈ મૃતાત્મા પોતાની સાથે લઈને જતો હોય એવો વ્યવહારમાં પણ અનુભવ નથી. તે તે શરીરને તેના કુટુંબીજનો સાચવીને કાં નથી રાખતાં તેનું દહન કિવા દહન એટલે બાળવું કિવા દટવાનું કામ તો સંબંધીઓ જાતે પોતાના હાથે જ કરે છે. આમ સ્પષ્ટ હોવા છતાં પણ વ્યવહારમાં લોકો જે શોક કરે છે તે કોના માટે? તે જ પ્રથમ સમજી શકાતું નથી. શોક કરવો એ શું પરંપરાથી લેકમાં ચાલતો આવતો કુલાચાર છે? તેમ હોય તો અમારે કંઈ કહેવાનું નથી. આમ સમજ્યા વગર જ સર્વ લોકે શોક કરે છે ખરા, પણ તે તો કેવળ એક મૂઢપણું જ ગણાય. વારુ ! શેક કરવાથી અથવા તે યુદ્ધમાં તેને નહિ મારે તેથી શું બધા અમર થઈ જશે, એવી તારી સમજ છે કે શું? હે અર્જુના ધીરજ રાખીને જરા વિચાર કરી છે કે મિથ્થા બાબતનો શેક કરવાથી શું લાભ થવાનો છે?
તું આજ સુધી કેમ શેક કરતું ન હતું? યુદ્ધમાં આ બધા સ્વજનો મારે હાથે નષ્ટ થશે માટે હું શોક કરી રહ્યો છું, એમ જે તું કહીશ તો કહે કે, ઘણા લોકે આજ સુધી વગર યુદ્ધ એટલે તારા માર્યા વગર જ શા માટે મરી ગયા? અરે જેને તારા પિતા પાંડુરાજા ! તેઓનું મરણ વગર યુદ્ધ શા માટે થયું? વળી તારા દાદા, વડદાદા વગેરે ઘણું સગાં સંબંધીઓ આ પૂર્વે નષ્ટ થયેલાં છે, તથા આ અત્રે બધા એકત્ર થયેલાઓ પણ ભવિષ્યમાં નષ્ટ થશે એ નિશ્ચિત છે. તેથી તારે હમેશને માટે શેક કર્યા કરવો જોઈતો હતો? તો પછી આજ સુધી તું તેને માટે કેમ શેક કરતો ન હતો?
માબાપની વિષ્ટાના કીડાઓ પણ સંબંધી ખરા ને? અરે! વિચાર કર કે, આ ભાઈ ભાંડુઓ અથવા સગા સંબંધીઓ કેનાં? મારાં છે, એમ જે નું કહીશ તે તેમની સાથે તારું બંધુત્વ શા ઉપરથી અને કેવી રીતનું? તેમનાં કિંવા તારાં માતા પિતા અથવા પૂર્વજો એક જ હતા એમ જો તું કહે તે હેય તે હું તને પૂછું છું કે, તારાં માબાપનાં શરીર ઉપરના