________________
I
૧૪૦ ] થી રાહત 7 દિવેલીમતી વિનાશ: [ સિદ્ધાન્તકાષ્ઠ ભ૦ ગીવ અ૦ ર/૩૦ આકાશની પેઠે તદ્દન અલિપ્ત છે. આમ આત્મા સસ્વરૂપ, અવિનાશી અને અવ્યય હેઈ તે જ તારું ખરું સ્વરૂપ છે, માટે આ પ્રકારના તારા સાચા આત્મસ્વરૂપને જાણીને અયોગ્ય એવો શેક કરવાનું તું છોડી દે.
अथ चैनं नित्यजातं नित्यं वा मन्यसे मृतम् । तथापि त्वं महाबाहो नैनं शोचितुमर्हसि ॥ २६ ॥ जातस्य हि ध्रुवो मृत्यु(व जन्म मुतस्य च । तस्मादपरिहार्येऽर्थे न त्वं शोचितुमर्हसि ॥ २७ ॥ .
આત્મા અનિત્ય હશે ? શ્રીકૃષ્ણ ભગવાન આગળ કહે છે: હે મહાબાહો! આ સર્વ જગત આદિ દશ્ય સત કિવા આત્મસ્વરૂપે કેવી રીતે છે, તે તને અત્યાર સુધી સમજાવ્યું. હવે કદાચ તું એમ કહેશે કે, તમો આ સર્વ નાશ રહિત જન્મ રહિત, અવ્યય અને નિત્ય છે એમ કહે છે ખરા; પરંતુ આ સર્વની ઉત્પત્તિ, સ્થિતિ તેમ જ નાશ તે હમેશ થતો રહે છે, એમ વ્યવહારમાં પ્રત્યક્ષ જોવામાં આવે છે, તો પછી તમો તેને અજન્મા અને અવિનાશી કેવી રીતે કહી શકે? અર્થાત એમ કહે કે, આત્મા તે નિત્યપ્રતિ જન્મે છે અને મરણ પામત રહે છે, એટલે ઉત્પન્ન થવું અને નાશ થવો એ જ આત્માનો સ્વભાવ છે. એમ જે તારું કહેવું હશે તે તારા મત પ્રમાણે પણ તેવી બાબતનો શેક કરવો એ ઉચિત ગણાશે નહિ; કેમ કે તું જ તેને વિચાર કરી જે એટલે તને જણાશે કે જે જન્મે છે તેને માટે મરણ નિશ્ચિત કરેલું જ હોય છે અને જે મરે છે તેને માટે પુનઃ જન્મ પણ નિશ્ચિત છે; તે આવા અપરિહાર્ય એટલે કદી પણ ન અટકાવી શકાય એવા વિષયમાં શેક કરવો એ તારે માટે શું યોગ્ય ગણાશે ખરું કે? કારણ, આ સર્વ લોકો આજે નહિ તો ભવિષ્યમાં કઈ ને કઈ દિવસે નિશ્ચિત મૃત્યુ પામશે અને વળી પાછો જન્મશે પણ ખરા. આ પ્રમાણે તે હંમેશાં ચાલ્યા જ કરવાનું. એમ તારા આ મત પ્રમાણે પણ સિદ્ધ થાય છે, તે પછી તેમાં શેક કરવાનું પ્રયોજન ક્યાં રહ્યું ?
अव्यक्तादीनिभूतानि व्यक्तमध्यानि भारत ।। अव्यक्तनिधनान्येव तत्र का परिदेवना ॥ २८ ॥
અદશ્યમાંથી દશ્ય અને પાછું અદશ્ય આ સર્વે ભૂત એટલે પંચમહાભૂતાદિથી ઉત્પન્ન થનારાં દયાદિ પ્રાણીમાત્રના સમૂહ, જન્મ પૂર્વે અવ્યક્ત એટલે અપ્રકટ અથવા અદશ્ય રૂપે હોય છે, જન્મ થયા પછી તે વ્યકત એટલે પ્રકટ કિવા દશ્યમાન થાય છે, તેમ જ મરણ પછી વળી પાછ' અવ્યક્ત એટલે અદશ્ય સ્વરૂપમાં જ સ્થિત રહે છે; આ પ્રમાણે આ દયાદિની સ્થિતિ જે કાયમને માટે ચાલુ જ હેય તે પછી તેમાં શેક કરવાપણું કયાં રહ્યું?
आश्चर्यवत्पश्यति कनिदेनमाश्चर्यवदति तथैव चान्यः । आश्चर्यवञ्चैनमन्यः शृणोति श्रुत्वाप्ये वेदु.न चैव कश्चित् ॥२९॥ देहो नित्यमवध्योऽय देहे सर्वस्य भारत । तस्मात्सर्वाणि भूतानि न त्वं शोचितुमर्हसि ॥ ३० ॥