________________
૧૩૮ ]
ગામના વિજેતે વીશે વિજયા વિતેસ્કૃતમ્ . જેન, [ સિદ્ધાન્તકાણડ ભ૦ ગીવ અ ૨/૫
છે, તે તેવું જાણનારાઓ આત્માનું સાચું સ્વરૂપ સમજતા જ નથી, એમ જાણ, આમ સિદ્ધાંત સમજાવ્યા બાદ આત્માનું સ્વરૂપે વિરતૃત રીતે આગળ સમજાવે છે.
य एन वेत्ति हन्तारं यश्चैनं मन्यते हतम् ।। उभौ तौ न विजानीतो नाय हन्ति न हन्यते ॥ १९ ॥ न जायते म्रियते वा कदाचिनाय भूत्वा भयिता वा न भूयः । अजो नित्यः शाश्वतोऽयं पुराणो न हन्यते हन्यमाने शरीरे ॥२०॥
આત્મસ્વરૂપને નિર્ણય આ સત એટલે આત્મા કે જેને વેદાદિ શાસ્ત્રોમાં “તત” પદ વડે નિર્દેશ કરેલો હોઈ તેને માટે આત્મા, બ્રહ્મ, ચૈતન્ય, અવ્યય ઇત્યાદિ અનેક નામોની સંજ્ઞાઓ (વૃક્ષાંક ૧ જુએ) બોધને અર્થે યોજવામાં આવેલી છે, તે પોતે બીજાને હણે છે અથવા બીજા કોઈ તેને હણે છે, એવું જે સમજે છે તે ખરેખર આ સત, આત્મા કિવા બ્રહ્મના સ્વરૂપને યથાર્થ રીતે જાણતા નથી, એમ સમજવું. કારણ કે, આ સતસ્વરૂપ આત્મા કદી કોઈને હણતો નથી અને કોઈનાથી હણતા પણ નથી. વળી તે કદી જન્મતો નથી અને મરતા પણ નથી; તેમ તે ભૂતકાળમાં ન હતો, વર્તમાનમાં નથી અને ભવિષ્યમાં નહિ હોય, એમ પણ નથી. અર્થાત ત્રણે કાળમાં તે પોતે તે સ્વસ્વરૂ૫ વડે જ સ્થિત છે, એટલું જ નહિ, પરંતુ આ ત્રિકાળ (ત્રણેકાળ)નું તથા તેને જાણનારા સાક્ષીનું અસ્તિત્વ પણ તેના આધાર પર જ નિર્ભર છે. આ સત્ અથવા આત્મા, અજ (જન્મ રહિત), નિત્ય, સર્વકાળમાં રહેનારો, શાશ્વત અને પુરાતન હોઈ શરીરનો વધ થવા છતાં પણ તેને વધ તે કદી થતા જ નથી. આ આત્મા અવિનાશી, નિત્ય, અજ એટલે જન્મ નહિ હોવા છતાં જન્મ ધારણ કરે છે એમ ભાસનારો અને અવ્યય અર્થાત વિકારોથી તદન રહિત એવો છે.
वेदापनाशिनं नित्यं य एनमजमव्ययम् । कथं स पुरुषः पार्थ के घातयति हन्ति कम् ॥ २१ ॥
આત્માનું યથાર્થ સ્વરૂપ જાણે તે જ જ્ઞાની હે પાર્થ! આ રીતના આત્માના યથાર્થ વરૂપને જે જાણે છે તેજ ખરે જ્ઞાની કહેવાય, તે પુરુષ પિતે પણ આત્મસ્વરૂપ જ બને છે અર્થાત જીવન્મુક્ત છે. ઉદેશ એ કે, શાસ્ત્રમાં જે ગુણધર્મો આત્મા પર આરોપવામાં આવેલા છે તે જ આત્મસ્વરૂપ બનેલા અનુભવસિદ્ધ આત્મજ્ઞાની જીવન્મુક્ત પુરુષના છે એમ સમજવું. આવી રીતે આત્મજ્ઞ બનેલો પુરુષ કેને હણે કિવા હણાવે? તાત્પર્ય, તેવા પુરુષની દૃષ્ટિએ પિતા સહિત આ બધું અખંડ એકરસ એવું આત્મસ્વરૂપ જ સર્વત્ર વ્યાપેલું હોવાથી તેની કાળ દેશાદિસહ ભાસમાન થતી તમામ ક્રિયાઓ પણ આત્મસ્વરૂપ જ બનેલી હોય છે, તેથી જેમ ઘડાને અથવા મઠ (ધર) નો નાશ થવા છતાં પણ તેની અંદરના આકાશનો કિંવા માટીને નાશ થતો નથી, કિવા તે આકાશ વ માટી પણું કાંઈ ઘટ અથવા મઠને નાશ કરતું નથી, તેમ જ આત્મજ્ઞ થયેલા પુરુષને માટે પણ સમજવું, એટલે કે, આત્મજ્ઞ પુરુષ આકાશરૂપ બનેલ હોવાથી તે અનેક શરીરાદિ હશે અથવા તેના પોતાના ભાસતા શરીરના હણાઈને ટુકડે ટુકડા થઈ જાય છતાં તે તે માટી કિંવા આકાશની પેઠે તદ્દન નિર્લેપ જ હેવાથી તે કોઈને પણ હણત નથી અને તેને કોઈ હગી શકતું નથી.