________________
ગીતાદેહન ] તે જાણુતાને અવિજ્ઞાત ને ન જાણતાને વાત, એ બે ભામાં ને સાક્ષીરૂપે જણાતું બ્રહ્મ છે; [૧૩૭
સત અને નિર્ણય સમજીને યુદ્ધ કર ઉપર સત અસતની વ્યાખ્યામાં જણાવી ગયા તે પ્રમાણે આ સર્વ દશ્ય વાસ્તવિક રીતે તે “તત” એટલે વેદના સરવણિ મહાવાક્યમાં જેને ““તત” કિવા “તે એવા પદ વડે સાધેલું છે તેવું સતસ્વરૂપ છે (વૃક્ષાંક ૧ જુઓ), એમ નિશ્ચયપૂર્વક જાણુ. અને જે સત છે તેનો તે કદી નાશ થતો જ નથી, જે ઉપર જણાવેલું જ છે. ઉદેશ એ કે, તને આ બધું નાશવંત એવું જે દૃશ્ય ભાસે છે તે વસ્તુતઃ તેવું અર્થાત વિનાશી નથી, પરંતુ ચરાચર જગતમાં સર્વત્ર અવિનાશી એવું એક પરમતત્ત્વરૂપ સત જ વ્યાપી રહેલું છે. આથી આ બધું દશ્યજાળ (વૃક્ષાંક ૩ થી ૧૫ ૪ સુધી) તત્ત્વતઃ તો “તત” અવિનાશી અને અવ્યય એવું સત કિવા આત્મસ્વરૂપ (વૃક્ષાંક ૧) હેવાને લીધે, તેનો નાશ કરવાને માટે કોઈ પણ સમર્થ નથી. તે “સત' અથવા આત્મા (વૃક્ષાંક ૧) તો અવિનાશી, નિત્ય અને પ્રમાણથી રહિત અર્થાત અચિંત્ય એ છે. ભગવાન આગળ કહે છે કે, હે અર્જુન! કદાચ તું એમ કહેશે કે, “આ બધાનો પ્રત્યક્ષ નાશ થતો જોવામાં આવે છે. છતાં તો તે આ બધું અવિનાશી છે એમ માનવાનું કહે છે.” તે તે સંબંધમાં સાંભળ કે તને જ્યાં સુધી આ સત કિવા આત્માનું સાચું જ્ઞાન નથી ત્યાં સુધી આવો પ્રશ્ન થાય છે, એ સ્વાભાવિક છે; માટે આત્માનું યથાર્થ જ્ઞાન થતાં સુધીને માટે તેમાં ભાસતાં આ નાશવંત કિવા અસત દેહે એટલે આ સમગ્ર દશ્યાદિ ભેદે તે કેવળ મૃગજળવત ઉપાધિભેદ વડે મિથ્યા ભાસે છે એવો નિશ્ચય કરવો જરૂરી છે. માટે આ બધાં મરે છે અને હું તેને મારું છું એવો ખેટે મેહબ્રમ છોડી દે. ઉદ્દેશ એ કે, આ બધું નાશ પામે છે એવું જે તને ભાસે છે, તે તે ઉપર ની વ્યાખ્યામાં બતાવી ગયા તેવું એટલે કે જેનું કદી અસ્તિત્વ જ સંભવતું નથી તે પ્રમાણેનું મૃગજળવત કિવા વંધ્યાના પુત્ર જેવું, સાવ મિથ્યા છે. જો કે આ બધી નાશવંત એવી દસ્યશાળ શરીર, દેશ, કાળ વગેરે ભેદાત્મક ચિત્રોના ચમત્કારોથી ભરપૂર શોભાવાળી ભાસે છે ખરી, પરંતુ વરતુતઃ તો તેમાં દશ્યને અંશ (લેશ) માત્ર પણ નથી. અર્થાત્ આ સર્વ વસ્તુતઃ તત, ચૈિતન્ય, સત, બ્રહ્મ અથવા આત્મસ્વરૂપ છે એમ નિશ્ચિત સમજ. આ રીતે “અસ” એટલે નાશ પામનારા દે તથા અવિનાશી “સત” એટલે અવિનાશી આત્મા એ બંનેનું રહસ્ય તને કહ્યું તેને તું સૂક્ષ્મ બુદ્ધિ વડે ધ્યાનમાં લે અને હે ભારત ! હવે તું યુદ્ધ કર.
" શાસ્ત્રીય પદ્ધતિથી સમજાવેલું આત્મસ્વરૂ૫ ભગવાન શ્રીકૃષ્ણ અર્જુનને પ્રથમ સાંખ્યશાસ્ત્ર દ્વારા સયુક્તિક રીતે આત્મસ્વરૂપ સમજાવવાની શરૂઆત કરી છે. તેમાં પ્રથમ “નહિ કરવા યોગ્ય વસ્તુનો શોક કરે છે અને વાતો તે મારી પંડિતાઈની કરે છે. આત્મજ્ઞાની અથવા ધીર પુરુષો આવી નશ્વર બાબતોને માટે તારી જેમ કદી પણ શેક કરતા નથી ” એ રીતે ઉપહાસ કરીને સિદ્ધાંત સમજાવવાના ઉદ્દેશથી નશ્વર કોને કહેવું અને શાશ્વત કોને કહેવું એ બંનેનું સ્વરૂપ સત અસતની વ્યાખ્યા દ્વારા સમજાવેલું છે. આ સદસતની વ્યાખ્યાનો સિદ્ધાંત શ્લોક ૧૬ માં સમજાવ્યા પછી તેને આગળના શ્લેક ૧૭માં આ બધું એટલે જેનો નાશ અને ઉત્પત્તિ થાય છે, એવું જે તું માને છે, તે તમામ વાસ્તવિક રીતે તે ઉપર કહેલી સતની વ્યાખ્યા પ્રમાણેનું છે; પરંતુ તેનું જ્ઞાન જ્યાં સુધી તને થયેલું નથી ત્યાં સુધી આ બધું અનિત્ય હાઈ નાશવંત છે એમ જે તું માને છે તે તો ઉપર બતાવેલી અસત વ્યાખ્યાનુસાર છે એમ સમજ, ઉદાહરણને માટે સોનું અને તેના અલંકારો લઈશું, તેમાં સોનું એ સત તથા દાગીનાએ તે અસત સમજો, કારણ, દાગીનાઓમાંથી જો સોનું કાઢી લેવામાં આવે તો દાગીનાનું | અસ્તિત્વ કદી સંભવતું નથી, સિવાય દાગીનાઓ પણ વાસ્તવિક રીતે તેનું જ છે. નાશ તો દાગીનાને થાય, સોનાનો નહિ તેમ આત્માનું પણ સમજે. આમ નામરૂપાદિ વડે ભાસતું સર્વ દૃશ્ય જાળ સુવર્ણના અલંકારની જેમ તદ્દન મિથ્થા હેવાથી તે અસત છે એમ જાણુ, દાગીના થવાથી સોનાની ઉત્પત્તિ થઈ અથવા તેને નાશ થવાથી સેનાને નાશ થે, એમ બનતું નથી તથા સોનું તો તે વાત કદી જાણતું પણ નથી, તેમ આત્મા હણાય છે, કિવા હણાતો નથી અને તેમ કહેનારો કાઈક છે, એ વાતની આત્માને તે બિલકુલ માહિતી નથી. આવી પરિસ્થિતિ હોવાથી કોઈ કહેશે કે આત્મા કેઈને હણે છે કિવા કોઈનાથી હણાય