________________
ગીતાહન ]તે જાણનારને માટે અવિજ્ઞાત છે, નથી જાણતો એમ કહે તેને વાસ્તવિક તે જ્ઞાન જ છે. [ ૧૩૫
મરવું ને જન્મવું એ જીવને સ્વભાવ છે. જેમ દેહધારી એટલે જેઓને દેહ (શરીર) હોય તે દરેકને પ્રથમ બાલ્યાવસ્થા પછી યુવાવસ્થા અને અંતે વૃદ્ધાવસ્થા એમ ક્રમે ક્રમે ત્રણે અવસ્થાઓ પ્રાપ્ત થયા જ કરે છે, અસ્તિ (હેવું), જાયતે ( જન્મવું), વધતે (વધવું), વિપરિણમવું (ફેરફાર થવો યા ક્ષણે ક્ષણે બદલાવું), અપક્ષીયત (પાકવું–વૃદ્ધ થવું) અને વિનસ્પતિ (વિનાશ થે); એ છ દેહના વિકારો નિશ્ચિત કરેલા જ છે. અર્થાત બાલ્યાદિ અવસ્થાને નાશ વૃદ્ધાવસ્થામાં થતો હોવાથી મારી બાલ્યાદિ અવરથાને નાશ થયો તેથી હું શેક કરું છું એમ કહેવું એ જેમ મૂર્ણપણું ગણાશે, તેમ જીવાત્માને પણ વાસનાવશાત એક દેહ જઈ બીજા દેહની પ્રાપ્તિ થતી જ રહે છે, એટલે આવી રીતે જન્મવું તથા મરવું એ પ્રમાણેનો જીવાત્માનો ક્રમ તેને પોતાના સ્વરૂપનું સાચું જ્ઞાન પ્રાપ્ત થતાં સુધી સતત ચાલુ જ રહે છે. તેથી આત્માનું સ્વાનુભવયુક્ત જ્ઞાન પ્રાપ્ત થયેલ હોય એવા વિવેકી તથા ધર્માવાન પુરુષો આવી મિથ્થા બાબતોમાં તારી પેઠે કદી પણ મેહ પામતા નથી. ભાવાર્થ એ કે, તને સ્વસ્વરૂપનું વિસ્મરણ થયેલું હોવાથી અજ્ઞાનને લીધે મોહમાં સપડાઈ તું નહિ કરવા યોગ્ય એવો આ મિથ્યા શેક કરે છે અને વાતો તે મોટી પંડિતાઈની કરી રહ્યો છે, પરંતુ ધીર એટલે વિવેકી અર્થાત સત્ય વસ્તુને જાણનારા આત્મા પુરુષો તેમાં કદી મોહ પામતા નથી.
मात्रास्पर्शास्तुकोन्तेय शीतोष्णसुखदुःखदाः ।
आगमापायिनोऽनित्यास्ता ५ स्तितिक्षस्व भारत ॥ १४ ॥ यं हि न व्यथयन्त्येते पुरुष पुरुषर्षभ । સાદુશશુદ્ધ ઘી મોડરસ્થા .
ખરે ધીર કેણ? શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ એ પાંચ સૂમ તન્માત્ર તથા તેનાં પાંચ મહાભૂતો ક્રમે આકાશ, વાયુ, વહિ, જળ અને પૃથ્વીના સંસર્ગને લીધે ઉત્પન્ન થનારાં સુખ, દુઃખ, સ્થૂલ અને સૂક્ષ્મ ઇંદ્રિયોને અર્થાત કર્મેન્દ્રિોને તથા જ્ઞાનેંદ્રિયને શીત, ઉષ્ણ, આદિ કંઠ રૂપે નિત્યપ્રતિ (હંમેશાં) આવે છે અને જાય છે, એટલે કે શરીરને સુખ દુઃખાદિ ભેગવવાના પ્રસંગે તે હરહંમેશ ઘણું યે આવતા રહે છે અને ચાલ્યા જાય છે. અને તેને સ્વભાવ જ છેઃ આ કંઢો કંઈ કાયમ ટકે એવાં ચિરસ્થાયી હોતાં નથી, પરંતુ તે અનિત્ય એટલે નાશ પામનારા છે. ઉદ્દેશ એ કે “તું” તે અવિનાશી અને સર્વને દ્રષ્ટા છે, માટે તે ભારત ! તે ઠંધો આ પ્રકારનાં છે એમ જાણુને તું તે સર્વ સહન કર, કારણ કે તે તો પૂર્વ કર્મના ફળરૂપ હેવાથી જીવાત્માને
યા વગર કે જ થતો નથી. જેથી આ સુખદુઃખાદિ ઢંઢોને સમાન ગણ; કેમ કે તે તારાં નથી, પરંતુ ઈદ્રિયોનાં છે. તે તે ફક્ત તે સર્વને અવિનાશી એવો એક દ્રષ્ટા વા અનિર્વચનીય-એવો આત્મા છે, એવું જાણી તેને તું સુખેથી સહન કર. હે અર્જુન! આ રીતે સુખદુઃખાદિને સમાન ગણનારા ધીર અર્થાત વિવેકી અથવા આત્મજ્ઞાની પુરુષને આ કંકોની વ્યથા કદાપિ પણ થતી નથી. તે પુરુષ જ અમૃતત્વ અર્થાત નિર્વાણપદ પામવાને સમર્થ બને છે.
नासतो विद्यते भावो नाभावो विद्यते सतः । उभयोरपि दृष्टोतस्त्वनयोस्तस्वदर्शिभिः ॥ १६ ॥