________________
૧૩૬ ] પ્રતિરોવિહિર્ત મતમમૃત છું વિક્તા [ સિદ્ધાન્તકાષ્ઠ ભ૦ ગીવ અ૦ ૨/૧૮
સત અસતની વ્યાખ્યા જે “નથી તેનું અસ્તિત્વ કદી પણ સંભવતું નથી અને જે “છે તેનું નાસ્તિત્વ કદી પણ હેઈ શકતું નથી, એટલે જે અસત છે તેને કદી અસ્તિત્વ હોતું નથી તથા જે સંત છે તેનું કદી નાસ્તિત્વ સંભવતું નથી. આ રીતે સત અને અસતનો અંતિમ નિર્ણય તત્ત્વજ્ઞ પુરુષોએ સ્વાનુભવ દ્વારા તેને અંત જોઈને કરેલા છે. અર્થાત જેનો કદી નાશ થતો નથી તે સત તથા જેનો નાશ થાય છે તે અસત છે, એમ જાણ. ઉદ્દેશ એ કે, અન્ય કોઈની પણ સહાયતા વિના જે કેવળ પોતે ભાસમાન થાય છે, તે સત અને તેમ થતું નથી તે અસતુ. આ શરીરો, તથા દેશ કાળાદિ સર્વ પદાર્થો આત્મા એટલે સંત વડે જ ભાસમાન થાય છે, સ્વતઃ
પિતે કાંઈ ભાસમાન થતા નથી તેથી તે સર્વે અસત છે, પરંતુ આત્માને ભાસમાન થવાને માટે કોઈની II. પણ સહાયની અપેક્ષા હોતી નથી તેથી તે સત છે. આ પ્રમાણે “સદસત'ની નિર્દોષ વ્યાખ્યાને અંતિમ
નિર્ણય તત્ત્વજ્ઞ પુરુષોએ અનુભવ વડે કરેલો છે. પરંતુ જેને બાધ થાય તે અસત અને બાધ ન થાય તે સત એવી જે બીજી વ્યાખ્યા કરવામાં આવે છે તે યોગ્ય નથી; કારણ કે તેમાં અપવાદ માલૂમ પડે છે, તેથી તે સદોષ છે. ઉદાહરણને માટે રજજુમાં સર્પને ભ્રમ થયો તે અસત. પણ આ રજજુ છે એવું જ્ઞાન થવું તે સત, એમ જે આ બીજી વ્યાખ્યાનુસાર કહેવામાં આવે તો વિચાર કરીને જો કે, રાજુમાં ભાસેલા સપને બાધિત કરનારું જ્ઞાન જો કોઈ વખતે ઉત્પન્ન જ થાય નહિ તો તે રજજુમાં ભારેલા સર્પને પણ આ વ્યાખ્યા પ્રમાણે સત ગણું પડશે. પણ સતની પહેલી એટલે કે, જે અન્ય કોઈની સહાયતા વિના કેવળ પોતે જ ભાસમાન થાય છે તે સત, એવી જે વ્યાખ્યા છે, તેમાં કઈ પ્રકારનો દોષ આવતો નથી. જેમ પાણીને પાણી કહેવાથી જ તેની સિદ્ધતા થાય છે એમ નથી, તેને પાણી કહો કે બીજું કાંઈ કહો, તે તે સ્વતઃસિદ્ધ જ છે. વળી પાણીને બીજું કાંઈ કહેવાથી તે તેવા પ્રકારનું બની જાય છે એમ પણ નથી; અર્થાત્ પાણીનું અસ્તિત્વ જેમ કેાઈને જાવા ઉપર અથવા તો જાણનારના જ્ઞાન ઉપર અવલંબેલું હોતું નથી, પણ તે તે રતઃસિદ્ધ જ હોય છે. તે પ્રમાણે આત્માનું અસ્તિત્વ તેને જાણનારો “હું' (ક્ષાંક ૩) કે જે “હમ પદથી દર્શાવાય છે તેના અથવા તે “હું'ના જાણનાર સાક્ષી (વૃક્ષાંક ૨)ના આધાર ઉપર અવલંબીને હાતું નથી, પરંતુ તે તે સ્વતઃસિદ્ધ જ છે. પ્રકાશ્ય પદાર્થોને પ્રકાશમાન કરવાને માટે જેમ પ્રકાશકની અપેક્ષા હોય છે, પરંતુ પ્રકાશકને પિતાને પ્રકાશમાન થવાને માટે બીજા કોઈ સાધનની જરૂર હોતી નથી, તેમ આ સર્વ પ્રકામ્ય આત્મપ્રકાશ વડે જ પ્રકાશમાન થતાં હોવા છતાં આત્માને પ્રકાશમાન કરવાને માટે બીજા કોઈ પ્રકાશની આવશ્યક્તા હોતી નથી, માટે તે સ્વતઃસિદ્ધ હાઈ સત છે; અથવા અરીસામાં અનેક પ્રતિબિબો પડે છે, તે સર્વે પ્રતિબિબો દર્પણના આધાર ઉપર જ અવલંબીને હોય છે, પરંતુ દર્પણ કિવા તકતાને બીજા કોઈની અપેક્ષા હોતી નથી, તેથી સ્વતઃસિદ્ધ છે એમ સમજો; તેમ આ આત્મારૂપ અરીસાને કાચ અનેક વિચિત્ર દો ભાસમાન કરતા હોવા છતાં પોતાને ભાસમાન કરવાને માટે બીજા કોઈની અપેક્ષા તેને હોતી નથી, તેથી તે સ્વતઃસિદ્ધ છે; એટલે કે અરીસામાં પ્રતિબિંબ પડે કે ન પડે તો પણ તે શુદ્ધને શુદ્ધ જ રહે છે. પ્રતિબિંબ પડે તોપણ તેઓ અરીસાથી કદી પણ ભિન્ન હોતાં નથી, તે મુજબ આત્મામાં દક્ષ્યાંદિ હો અથવા ન છે, છતાં પણ તે તે હંમેશાં શુદ્ધને શુદ્ધ જ હોય છે. તે દક્ષ્યાદિ હોવાની ઈચ્છા રાખતા નથી. તેમ તે નહિ હોય તેથી પણ તેને કાંઈ હાનિ થતી નથી અને હોય તો પણ તે સર્વ પોતાના સ્વસ્વરૂપથી કિચિત્માત્ર ભિન્ન હોતું નથી, એવા પ્રકારે આ આત્મા કિવા સતની વ્યાખ્યાના સ્વરૂપને અંતિમ નિર્ણય તત્ત્વવિત પુરુષોએ કરેલ છે.
अविनाशि तु तद्विद्धि येन सर्वमिदं ततम् ।
विनाशमव्ययस्यास्य न कश्चित्कर्तुमर्हति ॥ १७ ॥ अन्तवन्त इमे देहा नित्यस्योक्ताः शरीरिणः । अनाशिनोऽप्रमेयस्य तस्मायुध्यस्व भारत ॥ १८ ॥