________________
ગીતાહન ] તેવું જાણનારે પિતાવડે યા આભાયડે જ બળ, વિવા તથા અમૃતભાવને પામે છે. [૧]
बासासि जीर्णानि यथा बिहाय માનિ જૂતિ sagજિ . तथा शरीराणि विहाय जीर्णा
न्यन्यानि सश्याति नवानि देहो ॥ २२ ॥ - જેમ ઘરમાં રહેલું આકાશ, ઘરનું અસ્તિત્વ છે અથવા નારિતત્વ છે છતાં પણ તે તે અલિપ્ત જ હોય છે; પરંતુ આ મારું ઘર છે, એવું અભિમાન ધારણ કરનાર ઘરનો માલિક કિંવા ગૃહી તે બીજે કઈ હોઈ તે પોતે જ તેનાં સુખદુઃખાદિને અનુભવે છે, તેમ તે એક ઘરનો નાશ થતાં બીજું ઘર બનાવી તેમાં નિવાસ કરે છે અથવા પુરુષ જૂનાં વસ્ત્રોનો ત્યાગ કરી નવાં વસ્ત્ર પરિધાન કરે (પહેરે) છે, તેમ દેહી એટલે મારો દેહ છે, એવું અભિમાન ધારણ કરનાર જીવાત્મા પિતે એક દેહ છોડે છે અને બીજે દેહ ધારણ કરે છે.
नैनं छिन्दन्ति शस्त्राणि नैनं दहति पावकः । न चैन क्लेदयन्त्यापो न शोषयति मारुतः ॥ २३ ॥ अच्छद्योऽयमदायोऽयमक्लेयोऽशोष्य एव च । नित्यः सर्वगतः स्थाणुरचलोऽयं सनातनः ॥ २४ ॥ अव्यक्तोऽयमचिन्योऽयमविकार्योऽयमुच्यते ।। तस्मादेवं विदित्वन नानुशोचितुमर्हसि ॥ २५॥
આત્મા કે છે? પરંતુ હે પાર્થ! ઉપરના દષ્ટાંતમાં બતાવ્યા પ્રમાણે ઘરમાં રહેલ આકાશ તો જેમ તદ્દન નિર્લેપ જ હોય છે, તેમ આ આત્માને તે શો છેદી શકતાં નથી, અગ્નિ બાળી શકતો નથી, પાણી પલાળી શકતું નથી અને વાયુ સૂકવી શકતો નથી. એ કદી છેદાઈ ન શકે, બળી ન શકે, પલળી ન શકે, સૂકાઈન શકે એ હેઈ નિત્ય, સર્વ જગાએ વ્યાપી રહેલે, સ્થાણ એટલે કાયમને અથવા ચિરસ્થાયી, અચળ એટલે સ્થિર અને સનાતન એટલે ચિરંતન અથવા કાયમી એવો છે. વળી તે અવ્યક્ત એટલે જે કદી પ્રકટ નથી કિવા ઇકિયા વડે જાણી ન શકાય તેવો, અચિંત્ય એટલે જેનું મન વડે પણ ચિંતન ન થઈ શકે એવે, અવિકારી એટલે જેને કોઈ પણ વિકારની કિંચિત્માત્ર પણ ઉપાધિ સ્પર્શ કરી શકતી નથી એવા પ્રકાર છે, એમ આત્મા વિષે કહેવામાં આવ્યું છે.
અગ્ય એ શેક કરવાનું છોડી દે હે અર્જુન! આ પ્રમાણે સત કિવા આત્માનું સ્વરૂપ છે, તે તને અત્યાર સુધી કહેવામાં આવ્યું, તે જ તારું વાસ્તવિક સ્વરૂપ છે. ઉદ્દેશ એ છે કે, તે પોતાને “હું દેહધારી છું” એમ સમજે છે તે તે ઘરનો માલિક કિંવા ગૃહી જેમ આ મારું ઘર છે, એવું મિથ્યા અભિમાન રાખે છે અથવા ગાડા નીચે ચાલનારું કૂતરું ગાડામાં ભાર કે પોતે જ વહી રહેલ છું એમ સમજે, તેવા પ્રકારનું છે. ખરી રીતે તું ધરમાંના
S
2