________________
ગીતાહન ] » કેની ઈચછાથી મન વિષયમાં અને પ્રાણ કર્મમાં પ્રેરાય છે? [ ૮૭ પૌરુષેય શાઓ વેદના સિદ્ધાંતથી ભિન્ન ધ્યેયનું પ્રતિપાદન કરતાં નથી, પરંતુ સર્વ સાધારણ પ્રતિના લેકેની દૃષ્ટિમાં પણ ઊતરી શકે એટલા માટે જેની તેની યોગ્યતા તથા સર્વ બાજુને વિચાર કરી તેવા તેવા પ્રકારની યુક્તિઓનો આશ્રય લઈને તે સમજાવે છે. ટૂંકમાં તે બધાં પણ અપૌરુષેય શાસ્ત્રના સિદ્ધાંતને જ વિરતારપૂર્વક સમજાવી રહ્યાં છે. જેમ મનનું સાચું સ્વરૂપ કેવું છે, એમ જે સમજાવવું હોય તો પ્રથમ તે સમુદ્રનાં મોજા જેવું ચંચળ છે, એવી રીતે કહીને સમજાવાય છે. આ દૃષ્ટાંતમાં વાસ્તવિક ભાવ તે પાણી છે, કેમકે પાણી વગર સમદ્ર કિંવા મોજાંઓનું અસ્તિત્વ હોઈ શકે નહિ અને જે તેમ હોય તો તે પાણીથી ભિન્ન હોતું નથી, તે સમજાવવાને માટે મોજું એક દષ્ટાંત, સમુદ્ર એ એક સિદ્ધાંત અને પાછું એ તત્ત્વાર્થ થયો. આમાં જેમ પાણી એ જ ય હોવા છતાં પણ તે સમજાવવાને માટે જેમ સમુદ્ર અને તરંગનો આશ્રય લેવો પડે છે, તેમ મન ચંચળ છે એમ કહેવામાં સંક૯૫વિક એ દૃષ્ટાંત છે, મને એ સિદ્ધાંત તથા આ બે ભેદભેદો પણ વાસ્તવિક રીતે તે આત્મામાં હાઈ તે આત્મરૂપ જ છે, એમ જે યુકિત વડે સમજવાય તે દષ્ટ તથા આત્મા એ તત્વાર્થ છે. આ પ્રમાણે વેદનાં મહાવાકયોનો અર્થ વિસ્તારથી સમજાવવાને માટે ઉપર કહેલાં પુરાણાદિ તમામ પૌરુષેય શાસ્ત્રો એ દષ્ટાંતરૂપે છે એમ સમજે. અપૌરુષેયકૃતિશાસ્ત્રો એ બધાં સિદ્ધાંતરૂપ હેડ વેદનાં મહાવાકયેનો મૂળ વિષય જે બ્રહ્મ, આત્મા કિવા ચૈતન્ય એ તત્ત્વાર્થરૂપ કહેવાય. આથી તે સમજાવવાને માટે Ra' એવી સંજ્ઞા હોઈ તે સયતત્ત્વ સમજાવનારાં તમામ શાસ્ત્રો કિવા કર્મોને “હa' એવી સંજ્ઞા વ્યવહારમાં લગાડવામાં આવે છે. આથી આ તત્વાર્થ બતાવનારાં જે શાસ્ત્રો તે વિદ્યા કહેવાય છે. આમ વેદવિહિત એવાં વિદ્યાનાં ચૌદ ઉપવેદ સહ અઢાર) પ્રસ્થાનો છે (ચાર ઉપવેદોનો સમાવેશ વેદોમાં થઈ જાય છે), તે બધાં સતશાસ્ત્રો હોઈ તેમાં બતાવેલી ક્રિયાઓનું આચરણ કરનારાઓને સતકાર્યો કરનારા કિવા સદાચરણી કહેવામાં આવે છે. સારાંશ, જે વડે આત્માની પ્રાપ્તિ થાય એવી ક્રિયા, આચાર અથવા તે કરનારા એ બધા “ સંજ્ઞાના વાચક છે. આ સિવાય સુગ, અહંત, ચાર્વાકાદિ છ પ્રકારના આસ્તિકતર વગેરે આચાર્યોનાં શાસ્ત્રી પણ છે; પરંતુ તે વેદસિદ્ધાંતની વિરુદ્ધ એટલે વેદવિહીન હોવાથી તે બધાં અસત શાસ્ત્રો કહેવાય છે. આ ભેદભેદ વ્યવહારમાં એટલા માટે રાખવામાં આવેલ છે કે જ્યાં સુધી મનુષ્યનું અજ્ઞાન નષ્ટ થાય નહિ, ત્યાંસુધીને માટે મનુષ્યાદિની ઉત્પત્તિ પૂર્વે જ ઉત્પન્ન થયેલાં અપૌરુષેય શાસ્ત્રોનો આધાર લીધા વગર તેને માટે બીજે કાઈ ઉપાય નથી. જેમ બાળક માટે થતાં સુધી માતા, પિતા(પાલક)ને આધાર લીધા સિવાય તેને છૂટકે થતો નથી તેમ આત્માનું જ્ઞાન થતાં સુધીને માટે અપૌરુષેય શાસ્ત્રનો આધાર લીધા વિના છૂટકે જ નથી; છતાં દુરભિમાન વડે જે તેના આધાર વગર જ અમો બોલીએ છીએ એમ કહેવામાં આવે તો તે એક હડહડતું જૂઠાણું જ ગણાય. તેથી વેદના આધાર વગરનાં શાસ્ત્રો તે “બાત” એટલે ખોટાં શાસ્ત્રો તથા વેદના આધાર ઉપર રચાયેલાં શાસ્ત્રો તે સિત એટલે સાચાં શાસ્ત્રો છે એમ સમજવું. આ રીતનો શ્રેષ્ઠ અને કનિષ્ઠતાને ક્રમ વ્યવહાર દૃષ્ટિએ છે, તવ દૃષ્ટિએ નથી.
કિરણાંશ ૩૨
પુરાણ તથા રામાયણે ઇતિહાસ નથી જેના વ્યવહારમાં કર્તા મળી આવે છે તેવાં પૌરુષેય શાસ્ત્રને અષિકૃત શાસ્ત્ર કહેવામાં આવે છે. પિય શાસ્ત્રોમાં પણ બે ભેદ છેઃ (૧) ભવિષ્યસૂચક તથા (૨) ઇતિહાસ. જે શાસ્ત્રો ભવિષ્યમાં અમુક ઉત્પન્ન થશે અને તે અમુક અમુક કાર્યો કરશે એવા પ્રકારે નિયતિક્રમની નિશ્ચિતતા દર્શાવવાના ઉદ્દેશ ભવિષ્યસૂચન કરી લખાએલાં હોય તે ભવિષ્યસૂચક પૌરુષેય શાસ્ત્રો કહેવાય છે. જેમકે રામાયણ, પુરાણ, ઉપપુરા વગેરે. રામાયણ મહર્ષિ વાલ્મીકિએ શ્રીરામ જન્મ થતાં અગાઉ પોતાની ઉપાસનાના બળ વડે સ્વસ્વરૂપને સાક્ષાત્કાર
જે બ્રહ્મસ્વરૂપને રામના નામ વડે તેને સાક્ષાત્કાર થયો હતો, તે પોતે શ્રીરામચંદ્રના નામથી સૂર્યવંશમાં મ જન્મ પૂર્વે મહર્ષિ વાલ્મીકિને અવતાર શુમારે ત્રેવશ લાખ છાંતેર હજાર સૌર વર્ષે થયેલ છે,